વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૧૧/૮ પાન ૨૮
  • વિશ્વને નિહાળતા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિશ્વને નિહાળતા
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • તમાકુનો વપરાશ
  • યુવાનો અને બંદૂકો
  • દરિયાઈ પક્ષીઓનો બચાવ
  • વિશ્વની સૌથી વધુ ચોક્કસ ઘડિયાળ
  • જગતની સૌથી ઊંચી ઈમારતો
  • ટાઈપ-સી હેપટાઇટસ અને લોહી
  • તમે ધૂમ્રપાન છોડો છો ત્યારે
  • ફેફરા સાથે સંકળાયેલું ટીવી
  • મધમાખીનું પગેરું શોધવું
  • ખૂનીને ઓળખવામાં આવ્યો
  • એશિયાનો બાળ-જાતીયતાનો વ્યવસાય
  • આપઘાત—યુવાનો માટે એક શાપ
    સજાગ બનો!—૧૯૯૮
  • વિશ્વ નિહાળતા
    સજાગ બનો!—૧૯૯૭
સજાગ બનો!—૧૯૯૬
g96 ૧૧/૮ પાન ૨૮

વિશ્વને નિહાળતા

તમાકુનો વપરાશ

_

કેટલાક દેશોમાં તમાકુનો વપરાશ નોંધપાત્રપણે ઘટ્યો હોવા છતાં, મોટા ભાગના રાષ્ટ્રો ગત બે દાયકા દરમ્યાન વધારો બતાવે છે. દાખલા તરીકે, ચીન હજુ પણ જગતનું સૌથી મોટું વપરાશકર્તા છે અને ત્યાં ૨૯૭ ટકાનો વધારો થયો. યુનાઈટેડ સ્ટેટ્‌સ અને ભારતે વપરાશમાં બીજો અને ત્રીજો નંબર જાળવી રાખ્યો અને અનુક્રમે ૨૭ ટકા અને ૫૦ ટકાનો વધારો બતાવ્યો. મોટો વધારો બતાવતા બીજા કેટલાક દેશો છે જેમ કે રુવાન્ડા ૩૮૮ ટકા; ગ્રીસ, ૩૩૧ ટકા; નોર્થ કોરીયા, ૩૨૫ ટકા; ટાન્ઝાનિયા, ૨૨૭ ટકા; હોંગ કોંગ, ૨૧૪ ટકા; ઈન્ડોનેશિયા, ૧૯૩ ટકા; સિંગાપોર, ૧૮૬ ટકા; અને તુર્કસ્તાન, ૧૮૫ ટકા. એશિયાવીકમાં છાપવામાં આવેલા આંકડાઓ ૧૯૭૦ અને ૧૯૯૩ વચ્ચે બદલાયેલી ટકાવારી બતાવે છે. યાદીમાં આપવામાં આવેલા ૧૩૮ રાષ્ટ્રોમાંથી માત્ર ૨૬ રાષ્ટ્રોએ જ તમાકુના વપરાશમાં ઘટાડો બતાવ્યો.

યુવાનો અને બંદૂકો

_

બીજા કોઈ પણ વૃંદ કરતાં ૧૦થી ૧૯ વર્ષની વયના અમેરિકન યુવાનો મધ્યે બંદૂકથી થતા મરણોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, એમ ચિલ્ડ્રન્સ ડિફેન્સ ફન્ડનો એક અહેવાલ કહે છે. બંદૂક હવે મરણ થવાનું બીજા નંબરનું આગવું કારણ છે. ખાસ કરીને વાહનોથી થતા અકસ્માતો, પ્રાથમિક કારણ છે. વર્ષ ૧૯૯૩માં દર ૯૨ મિનિટમાં ૨૦થી ઓછી વયનો એક અમેરિકન યુવક બંદૂક ફોડવાથી મરણ પામ્યો—આગલા વર્ષ કરતાં ૭ ટકાનો વધારો. સરખામણીમાં, બધી વયના વૃંદોમાં માત્ર ૪.૮ ટકાનો વધારો હતો. બાળકો પાસેથી અને શાળાઓમાંથી બંદૂકો દૂર કરવા કંઈ ન કરવા માટે ડિફેન્સ ફન્ડે સરકારને દોષિત ઠરાવી. યુ.એસ. જસ્ટિસ ડિપાર્ટમેન્ટના આંકડા સહમત થતા લાગે છે. ગત દાયકામાં યુવાનોના ખૂનની સંખ્યા ત્રણગણી થઈ જે ૧૯૯૪માંના ૨૬,૦૦૦ ખૂનને વટાવી ગઈ. બીજાં શસ્ત્રો વાપરનારાઓની સંખ્યા એ સમયગાળા દરમ્યાન એકસરખી રહી હોવા છતાં, ખૂન કરવાના શસ્ત્ર તરીકે બંદૂક વાપરનારાઓની સંખ્યા ચારગણી થઈ. આંકડાઓ બંદૂકની પ્રાપ્યતાથી થતા નુકસાન પર ભાર મૂકે છે.

દરિયાઈ પક્ષીઓનો બચાવ

_

જમીન પાસેના દરિયામાં મોટા પ્રમાણમાં તેલ ઢળે ત્યારે, વન્યજીવન પર કરુણ અસર પડી શકે. કેટલીકવાર સંસ્થાઓ—જેના ઘણા કાર્યકરો સ્વયંસેવકો હોય છે—પોતાનાથી બનતું બધું કરવા ઝંપલાવે છે. પ્રથમ અગ્રિમતા તેલથી લપેટાયેલાં દરિયાઈ પક્ષીઓને ચોખ્ખાં કરવાની હોય છે. પરંતુ એ કેટલું અસરકારક તથા કાયમી હોય છે? આધુનિક સંશોધન દર્શાવે છે કે ચોખ્ખાં કરવામાં આવેલાં અને તેઓની વસાહતમાં પાછાં મૂકવામાં આવેલાં હજારો પક્ષીઓમાંના મોટા ભાગનાં ફક્ત દસ દિવસમાં જ મરી જતાં હોય છે. શા માટે? માનવ હસ્તક્ષેપના આઘાત ઉપરાંત, પોતાનાં પીછાં સાફ કરતી વખતે કેટલુંક તેલ તેઓના પેટમાં ગયું હોય છે, અને એ છેવટે તેઓને મારી નાખશે. એને નિર્મૂળ બનાવવા માટે, બ્રિટનમાં એ પક્ષીઓને ઝેર કઢાવવાના પ્રયત્નરૂપે ચીનાઈ માટી, કોલસો, અને ગ્લુકોઝનું મિશ્રણ આપવામાં આવે છે. એમ કરવા છતાં, માત્ર થોડાં જ પક્ષીઓ જન્મ આપવા જેટલું જીવતાં હોય છે, અને સફાઈને “ઉપરછલ્લી પ્રક્રિયા” જેવી બાબત તરીકે જ જોવી જોઈએ, એમ લંડનના ધ સન્ડે ટાઈમ્સમાં ટાંકવામાં આવેલા એક ઈકોલોજિસ્ટ નિષ્કર્ષ પર આવે છે.

વિશ્વની સૌથી વધુ ચોક્કસ ઘડિયાળ

_

ઇંગ્લેન્ડમાં સમયનું સ્વીકૃત આંતરરાષ્ટ્રીય ધોરણ નક્કી કરવા વપરાતી એટમિક ઘડિયાળ કરતાં એક હજારગણી વધુ ચોક્કસાઈ ધરાવતી ઘડિયાળ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પર્થમાંના વૈજ્ઞાનિકોએ વિકસાવી છે. સફાયર ઘડિયાળ તરીકે ઓળખાતી એ ઘડિયાળની કિંમત કંઈક $ર,૦૦,૦૦૦ છે, અને કેટલીક બનાવવામાં આવી ચૂકી છે. એ એક ક્ષણિક ફેમ્ટોસેકન્ડ માપી શકે છે જે એક સેકન્ડના એક અબજમા ભાગનો દસ લાખમો ભાગ છે! એનો શું ઉપયોગ છે? આઈનસ્ટાઈનના સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંત અનુસાર, પૃથ્વીથી જેમ ઊંચા હોઈએ તેમ, સમય વધુ ઝડપથી પસાર થાય છે. “અમારો ધ્યેય એક મીટર—બીજા શબ્દોમાં કહીએ તો તમારા પગ અને તમારા માથા વચ્ચેનું અંતર—ની ઊંચાઈએ ઝડપનો તફાવત માપવાનો છે,” એમ ભૌતિકશાસ્ત્રી ડેવિડ બ્લેઈરે કહ્યું, જેમણે એ ઘડિયાળ બનાવવામાં કામ કર્યું હતું. જોકે, એની ચોક્કસતા કોઈ એક વખતે ફક્ત પાંચ મિનિટ સુધી જ ચાલે છે.

જગતની સૌથી ઊંચી ઈમારતો

_

આખા સૈકામાં પ્રથમવાર, જગતની સૌથી ઊંચી ઈમારત યુનાઈટેડ સ્ટેટ્‌સમાં ન મળી. ગગનચુંબી ઈમારતોનું આંતરરાષ્ટ્રીય પંચ, ધ કાઉન્સિલ ઓન ટોલ બિલ્ડીંગ અને અર્બન હેબિટાટએ મલેશિયાના કુઆલા લમ્પુરમાંના પેટ્રોનસ ટ્‍વિન ટાવર્સને એ શ્રેષ્ઠતા માટે એવોર્ડ આપ્યો. અગાઉનો વિક્રમ ધરાવનાર, શિકાગોમાંના સીયર્સ ટાવરના ટેલિવિઝનના ટાવરનો સમાવેશ કરવામાં આવે તો, હજુ પણ તે સૌથી ઊંચી ઈમારત છે. જોકે, કાઉન્સિલે નક્કી કર્યું કે એ એરિયલના ટાવર ઈમારતના બંધારણનો ભાગ નથી. એશિયામાંના વિવિધ દેશોની ઊંચી ઈમારતોના બાંધકામને ટેકેદારો એ વિસ્તારના વિસ્મયકારી આર્થિક વૃદ્ધિના ચિહ્‍ન તરીકે જુએ છે. હકીકતમાં, પેટ્રોનસ ટ્‍વિન ટાવર્સ પોતાની મોભાદાર પદવી વર્લ્ડ ફાયનાન્શિયલ સેન્ટર આગળ ગુમાવવાની તૈયારીમાં છે, જેનું બાંધકામ ચીનના શાંઘાઈમાં દાયકાના અંત સુધીમાં સમયપત્રક પ્રમાણે પૂરું થશે.

ટાઈપ-સી હેપટાઇટસ અને લોહી

_

ફ્રેંચ નેશનલ નેટવર્ક ઓફ પલ્બિક હેલ્થના એક અહેવાલે નિષ્કર્ષ કાઢ્યો કે “ફ્રાંસમાંના ૫,૦૦,૦૦૦થી ૬,૦૦,૦૦૦ લોકોને હેપટાઇટસ-સી વાયરસનો ચેપ લાગ્યો છે.” પેરિસના વર્તમાનપત્ર લ મોન્ડ અનુસાર, ટાઈપ-સી હેપટાઇટસ વાયરસનો ૬૦ ટકા ચેપ લોહીની આપલેથી કે નસદ્વારા ડ્રગ્સ લેવાને કારણે થાય છે. વધુમાં, કેટલાક લોકો તબીબી સારવાર દરમ્યાન અયોગ્ય રીતે જીવાણુરહિત કરેલા સાધનોના ઉપયોગથી ચેપગ્રસ્ત બન્યા છે. ટાઈપ-સી હેપટાઇટસ સિરોસિસ કે યકૃતનું કેન્સર થવામાં દોરી જઈ શકે.

તમે ધૂમ્રપાન છોડો છો ત્યારે

_

વ્યક્તિ ધૂમ્રપાન છોડે છે પછી ૨૦ મિનિટમાં જ શરીર લાભકારક બદલાણ કરવા માંડે છે. રીડર્સ ડાયજેસ્ટએ નીચે મુજબના લાભકારી બદલાણોની યાદી પ્રકાશિત કરી જે ધૂમ્રપાનકર્તા ધૂમ્રપાન છોડે છે ત્યારે ચોક્કસ સમય પછી થાય છે. વીસ મિનિટ: લોહીનું દબાણ અને નાડીના ધબકારાનું પ્રમાણ ઓછું થઈને સામાન્ય થાય છે; હાથ અને પગનું ઉષ્ણતામાન વધીને સામાન્ય થાય છે. આઠ કલાક: લોહીમાંનું કાર્બન મોનોક્ષાઈડનું પ્રમાણ ઓછું થઈને સામાન્ય થાય છે; લોહીમાંના ઓક્ષિજનનું પ્રમાણ વધીને સામાન્ય થાય છે. ચોવીસ કલાક: હૃદયરોગના હુમલાની શક્યતા ઘટે છે. ઉડતાળીસ કલાક: જ્ઞાનતંતુના છેડાની પુનઃવૃદ્ધિ શરૂ થાય છે; સ્વાદ અને સુંઘવાની ક્ષમતા વધે છે; ચાલવાનું સરળ બને છે. બે અઠવાડિયાથી ત્રણ મહિના: પરિભ્રમણ સુધરે છે; ફેફસાંનું કાર્ય ૩૦ ટકા જેટલું સુધરે છે. એકથી નવ મહિના: ખાંસી, નાક ભરાઈ જવાનું, થાક, અને હાંફ ચઢવાનું ઘટે છે; ફેફસાંનું સિલિયા પુનઃવૃદ્ધિ પામે છે. એક વર્ષ: હૃદયની રક્તવાહિનીના રોગનું જોખમ ધૂમ્રપાન કરનાર કરતાં અડધું ઓછું થાય છે.

ફેફરા સાથે સંકળાયેલું ટીવી

_

ભારતમાં ચોવિસે કલાક ટીવી જોવું શક્ય બનાવતા સેટેલાઈટ ટીવીનું આગમન બાળકોમાં જ્ઞાનતંતુના કોયડામાં વધારો થવા તરફ દોરી જઈ રહ્યું છે. એ દાવો ઓલ ઈન્ડિયા ન્યૂરોલોજી અપડેટ—૧૯૯૬ સંમેલન—ખાતે આગવા જ્ઞાનતંતુશાસ્ત્રીઓએ કર્યો. અમૃતસર મેડિકલ કોલેજના જ્ઞાનતંતુ વિભાગના પ્રમુખ ડો. અશોક અપલે જણાવ્યું: “બાળકો હવે ટેલિવિઝન આગળ કલાકો સુધી બેસી રહે છે, જેને જ્ઞાનતંતુશાસ્ત્રીઓ ‘ફોટો-સ્ટિમ્યુલસ સેન્સિટિવ એપિલેપ્સી કે ટેલિવિઝનથી થયેલું ફેફરું’ કહે છે, એમાં વધારો થવા તરફ દોરી ગયું છે.” ડો. અપલે માબાપને સલાહ આપી કે તેઓએ પોતાના બાળકોના ટીવી જોવા પર નિયંત્રણ મૂકવું જોઈએ અથવા ટીવી જોવાના લાંબા સમય ગાળામાં વચ્ચે વચ્ચે નિયમિતપણે વિરામ આપવો જોઈએ.

મધમાખીનું પગેરું શોધવું

_

જગતના સૌથી નાના રડાર એન્ટેના, જે ૧૬ મિલિમીટર ઊંચાં છે, એને કેટલીક બ્રિટિશ માખીઓની પીઠ પર ગુંદરથી ચોંટાડવામાં આવ્યા છે. એ એન્ટેના એવા સાધનો છે જે માખીનું પગેરું કાઢવા દે છે. આશા રાખવામાં આવે છે કે પ્રયોગો એથી પણ નાનાં એન્ટેનાના વિકાસ તરફ દોરી જશે, જે એન્ટેનાને આખરે આફ્રિકાની ત્સેત્સે માખીની ઊડવાની ઢબો અવલોકવા માટે એ જંતુ સાથે ચોંટાડવામાં આવશે. એનાથી એ માખી વહન કરે છે એ નિંદ્રા રોગ પરના કાબૂમાં સુધારો થશે. એન્ટેનાને કાર્યરત કરવા માટે કોઈ બેટરીની જરૂર પડતી નથી, કેમ કે તેઓ જરૂરી ઉર્જા પગેરું શોધવાના અંદર આવતા સંકેતોમાંથી મેળવી શકતા હોય છે. વધારાના લાભ તરીકે, વૈજ્ઞાનિકો માખીના પૂડા વધુ અસરકારકપણે શોધી કાઢવાની દૃષ્ટિએ, માખીની ટેવો વિષેનું પોતાનું જ્ઞાન સુધારવાની આશા સેવે છે.

ખૂનીને ઓળખવામાં આવ્યો

_

થોડી જ મેક્ષિકન સ્ત્રીઓ તમાકુનું સેવન કરતી હોવા છતાં, ૪૦થી વધુ વયની ઘણી સ્ત્રીઓ સામાન્યપણે ધૂમ્રપાન સાથે સંકડાયેલા ફેફસાના રોગથી પીડાતી હોય છે, એમ સમાચારપત્ર હેલ્થ ઈન્ટરઅમેરિકા અહેવાલ આપે છે. એનું કારણ? “ચૂલાથી રાંધવું,” સંશોધકોએ તાજેતરમાં કહ્યું. ઔષધના પ્રોફેસર, પીટર પારે અનુસાર, કોયડાને બહુ ધ્યાન ન મળ્યું કેમ કે “લાકડાના ધુમાડાને ઘણીવાર આરોગ્યના જોખમ તરીકે જોવામાં આવતો નથી. સામાન્યપણે મરણને હૃદય બંધ થઈ જવા તરીકે નિદાન આપવામાં આવે છે, જ્યારે કે કોયડાનો ખરો ઉદ્‍ભવ લાકડાના ધુમાડાના વધુ પડતા સંપર્કમાં આવવું છે.” વિશ્વ આરોગ્ય સંસ્થા અંદાજ કાઢે છે કે જગતવ્યાપી ૪૦ કરોડ લોકો જોખમ હેઠળ છે, જેમાં મોટા ભાગે ગ્રામ્યવાસી સ્ત્રીઓ છે જેઓ ઓછા હવાઉજાસવાળા નાનાં ઘરોમાં લાકડા સળગાવવાનો ચૂલો વાપરે છે. ધુમાડિયું બાંધવું મદદ કરશે, પરંતુ ડો. પારે અનુસાર, “લોકો સૈકાઓથી જીવતા આવ્યા છે એ જીવનઢબ બદલવા માટે તેઓને ખાતરી કરાવવી એ સૌથી મોટો પડકાર છે.”

એશિયાનો બાળ-જાતીયતાનો વ્યવસાય

_

સરકારો અને સામાજિક કાર્યકરો અંદાજ કાઢે છે કે એશિયામાં દસ લાખથી પણ વધારે ૧૭ અને એથી નાની વયના છોકરાછોકરીઓ વેશ્યાગીરીમાં સંડોવાયા છે, એમ ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ જણાવે છે. ચોક્કસ સંખ્યા અજાણ છે ત્યારે, હજુ તરુણવયમાં ન પ્રવેશેલા બાળકો કમ્બોડિયા, ચીન, ભારત, ફિલિપાઈન્સ, તાઈવાન, અને થાઈલેન્ડ જેવા દેશોના વેશ્યાવાળાઓમાં જોઈ શકાતા હોય છે. શા માટે ખુબ જ નાનાં બાળકો શોધવામાં આવે છે? એઈડ્‌સનું જોખમ એનું એક કારણ છે. “સમગ્ર એશિયામાંના પુરુષો તદ્દન નાના બાળકો તરફ વળી રહ્યા છે, કેમ કે એનું એક કારણ એ માનવામાં આવે છે કે તેઓ એચ.આઈ.વી.થી ચેપગ્રસ્ત હોવાની શક્યતા ઓછી હોય છે, અર્થાત્‌ એવો વાયરસ જેનાથી એઈડ્‌સ થાય છે,” ટાઈમ્સ કહે છે. તથાપિ, એ દેશોમાંની વેશ્યાઓમાં એઈડ્‌સનો વાયરસ ઝડપભેર પ્રસરી રહ્યો છે, એનું એક કારણ એ છે કે દેશો વચ્ચે વેશ્યાઓનો વેપાર થતો હોય છે અને બીજું કારણ એ છે કે ગ્રાહકો જાતીયતા માણવાના પ્રવાસમાં એકથી બીજે સ્થળે મુસાફરી કરતા હોય છે. કેટલાક બાળકોને ઉઠાવી જવામાં આવે છે ત્યારે, બીજાઓને તેઓનાં માબાપ ભૌતિક લાભ માટે વેચી દેતા હોય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો