અમારા વાચકો તરફથી
ધનાઢ્ય દેશો ગરીબ દેશોનો ગેરલાભ ઉઠાવે છે હું ૧૪ વર્ષનો છું, અને “શું ધનાઢ્ય દેશો હંમેશા ગરીબ દેશોનો ગેરલાભ ઉઠાવશે?” (ડિસેમ્બર ૮, ૧૯૯૫) શૃંખલા માટે હું તમારો ખુબ જ આભારી છું. ભૂગોળના મારા શિક્ષકે અમને “દુઃખ” વિષય પર લખવાની એક કામગીરી સોંપી હતી. મેં વર્તમાનપત્રો તથા સામયિકોમાં જોયું, પરંતુ ઉપયોગ કરવા યોગ્ય કંઈ પણ ન મળ્યું. પછી, ખરા સમયે એ સામયિક મારા રીપોર્ટનો આધાર બનવા માટે આવ્યું. મેં વર્ગમાં સૌથી વધારે માર્ક્સ મેળવ્યા, અને હું એ લેખો માટે ઘણો જ આભારી છું.
એ. ઓ., બ્રાઝિલ
દબામણીયુક્ત વર્તણૂક “દબામણીયુક્ત વર્તણૂક—શું એ તમારા જીવનનું નિયંત્રણ કરે છે?” (માર્ચ ૮, ૧૯૯૬) એ ઉન્નતિકારક લેખ માટે તમારો આભાર. હું દબામણીયુક્ત વર્તણૂકથી પીડાઉં છું, અને એ જાણવું ઉત્તેજનકારક છે કે હું એકલી નથી. એણે મને બાળપણથી માંડીને ઘણી જ હેરાન કરી છે. મેં બાઇબલનો અભ્યાસ કર્યો ત્યારથી માંડીને, હું એવા વિચારથી બેચેન રહી છું કે મેં પવિત્ર આત્મા વિરુદ્ધ પાપ કર્યું છે. ધીમે ધીમે, મેં મારા કોયડા કાબૂમાં લીધા. એ જાણવું કેટલું સારું છે કે યહોવાહ પોતાના અપૂર્ણ સેવકોને સમજે છે!
એ. બી., જર્મની.
મેં ઘણી જ કદર કરી કે આપણા ઉત્પન્નકર્તા એ બીમારી સમજે છે અને “આપણા અંતઃકરણ કરતાં દેવ મોટો છે, અને તે સઘળું જાણે છે.” (૧ યોહાન ૩:૨૦) કૃપા કરીને એ પ્રકારના લેખો પ્રકાશિત કરવાનું ચાલુ રાખો; એ અમારા માટે ખુબ ઉત્તેજનકારક છે.
ડબ્લ્યૂ. ઈ., સ્વિટ્ઝર્લેન્ડ
તમે કલ્પના કરી શકતા નથી કે એ લેખે મને કેટલો બધો દિલાસો આપ્યો. મને ભયંકર, દેવનિંદક વિચારો આવતા, જે ઉદાસીનતા તરફ અને કેટલીકવાર આત્મહત્યાનો વિચાર કરવા તરફ દોરી ગયા. પરંતુ યહોવાહે મને નકારી નથી પરંતુ મને ગહનપણે પ્રેમ કરે છે એ હું સમજી ત્યારે, હવે જાણે કે મોટો બોજો મારા ખભા પરથી ઊંચકી લેવામાં આવ્યો હોય એવું લાગ્યું.
આઈ. બી., ફ્રાંસ
હું નાની હતી ત્યારથી માંડીને મેં મારા હાથ ઘડી ઘડી ધોયા છે. મેં સ્ટવ બંધ કર્યો છે કે કેમ એ ત્રણ વખત તપાસ્યું છે, જે કરવા મને બહારથી પાછું ફરવું પડે તો પણ. હું તપેલી પર ઢાંકણા છે કે કેમ, અને બધા બારણાં બરાબર બંધ કર્યાં છે કે કેમ એની પણ તપાસ કરું છું. હું દબામણીયુક્ત વર્તણૂક સાથે સંઘર્ષ કરતી થાકીને પથારીમાં જાઉં છું. તમારા લેખ માટે આભાર.
એમ. પી., વેનેઝુએલા
રોબિન હું “મૈત્રીપૂર્ણ રોબિન” (માર્ચ ૮, ૧૯૯૬) લેખથી પ્રસન્ન થયો. થોડાક વર્ષ અગાઉ, હું બાગમાં નીક ખોદતો હતો ત્યારે, નજીકના ઘાસમાં બેસી મને નીરખી રહેલા એક રોબિનનું આહ્લાદક ગીત મેં સાંભળ્યું. મેં તરત જ એના અવાજનું અનુકરણ કરવાનો પ્રયત્ન કર્યો તેમ, તે નીકમાં મારી પાસે આવીને ઊભું રહ્યું. પાવડાથી દરેક વખત જમીન ખોદતાં સપાટી પર આવતાં જીવડાં પકડવામાં રોબિનને મઝા આવી. કૃપા કરી પ્રાણી જગત વિષે અહેવાલો પ્રકાશિત કરવાનું ચાલુ રાખો.
એફ. એસ., જર્મની
હિમપર્વતો “સમુદ્રના સ્ફટિકમય મહેલો” (જાન્યુઆરી ૮, ૧૯૯૬) લેખ માટે તમારો આભાર. ફક્ત એ માહિતી વાંચવાથી અને પેલા ગંજાવર હિમપર્વતોમાંના એકની સામે હોવાની કલ્પના કરવાથી, હું આપણા ઉત્પન્નકર્તા, યહોવાહ દેવે આપણા આનંદ માટે પૂરી પાડેલી અદ્ભુત બાબતોથી પ્રભાવિત થયો. ગીતકર્તાએ યહોવાહ વિષે ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪માં કહ્યું છે તેમ, ‘પૃથ્વી તેમની સંપત્તિથી ભરપૂર છે.’
એ. આઈ. બી., બ્રાઝિલ
શાળાનો નિબંધ “જો હું સમયની એક ઘડી બદલી શકતો હોત તો” (ફેબ્રુઆરી ૨૨, ૧૯૯૬નું અવેક!) એ શાળાના નિબંધની એરિકની વાર્તાએ મને ખરેખર પ્રભાવિત કરી. એણે મારામાં તેના માબાપ માટે સન્માન અને કૃતજ્ઞતાની લાગણી પેદા કરી. તેઓએ ઘણો ખરો સમય અને શક્તિ પોતાના પુત્રને ઉછેરવામાં સમર્પિત કર્યાં હોવા જ જોઈએ, જેની નાજુક ઉંમર હોવા છતાં, તેની પાસે નોંધપાત્ર હિંમત અને યહોવાહ માટે પ્રેમ છે.
સી. એન., ઈટાલી