અમારા વાચકો તરફથી
પ્રાર્થના હું બેકાર છું અને નવા ઘરમાં રહેવા જવાની તૈયારીમાં છું. હું ઘણી જ ચિંતાતુર હતી—મેં “બાઇબલનું દૃષ્ટિબિંદુ: તમારી પ્રાર્થનાઓમાં તમારી ભૂમિકા” લેખ વાંચ્યો ત્યાં સુધી. (ઓક્ટોબર ૮, ૧૯૯૫) એ લેખ પ્રકાશિત કરવા માટે તમારો આભાર. હું મારી પ્રાર્થનાઓના સુમેળમાં જીવન જીવીને એ પ્રાર્થનાઓનો જવાબ મેળવવા ઉત્સુક છું એમ પુરવાર કરવા હું મારાથી બનતો પ્રયત્ન કરીશ.
ડી. સી., યુનાઈટેડ સ્ટેટ્સ
જુગાર મેં તાજેતરમાં જ જુગાર પર લેખ આવે માટે પ્રાર્થના કરી હતી, કેમ કે મારા સગાઓને એ બાબતમાં મદદની ઘણી જ જરૂર છે. તેઓ દેવાળું કાઢવાની તૈયારીમાં છે. હું આશા રાખું છું કે “જુગાર—એક વધતું જતું વ્યસન” (ઓક્ટોબર ૮, ૧૯૯૫) લેખ તેઓને મદદ કરે. તેઓ પોતાના વ્યસનને કારણે ઘણું સહન કરે છે. અમે એક કુટુંબ તરીકે પોકરનો દાવ ૬થી ૧૨ કલાક સુધી સળંગ રમતા! હું ખુબ જ ખુશ છું કે મારા જીવનમાં હવે યહોવાહ છે.
એલ. ડી., યુનાઈટેડ સ્ટેટ્સ
મારા પતિ જે જુગારના વ્યસની છે તેમની સાથેના લગ્નના મારા ૨૦ વર્ષોનું વર્ણન તમે કર્યું. મેં ભૂતકાળમાં આ સામયિકમાંથી ઘણું જ ઉત્તેજન મેળવ્યું છે, પરંતુ આ વખતે હું જેની ૨૦ વર્ષથી રાહ જોઈ રહી હતી એ મળ્યું!
એફ. ઈ., જાપાન
આત્મ-સંરક્ષણ હું “યુવાન લોકો પૂછે છે . . . શું મારે આત્મ-સંરક્ષણ શીખવું જોઈએ?” લેખની ખુબ જ કદર કરું છું. (ઓક્ટોબર ૮, ૧૯૯૫) અહીં યુક્રેઈનમાં અમને દર મહિને સજાગ બનો!નો ફક્ત એક જ અંક મળે છે, જેમાં “યુવાન લોકો પૂછે છે . . . ” લેખ હોતો નથી. હું અંગ્રેજી વાંચતો હોવાથી, લેખ વાંચી શક્યો. એણે મને દેવનું દૃષ્ટિબિંદુ જાણવા મદદ કરી.
વી. એલ., યુક્રેઈન
હું ૧૨ વર્ષનો છું, અને તમે પ્રકાશિત કરો છો એ લેખો માટે હું તમારો આભાર માનવા માગું છું. મને આત્મ-સંરક્ષણ પરનો લેખ સવિશેષ ઉપયોગી લાગ્યો. એણે મને સારી રીતે સમજવા મદદ કરી કે મારા સહાધ્યાયીઓ મને પજવે ત્યારે મારે કઈ રીતે વર્તવું.
ડી. સી., ઈટાલી
દેવને ખુશ કરવા મુશ્કેલ? હું એકલવાયી મા છું. અને મેં એકલવાયા માબાપ પરના લેખવાળું ઓક્ટોબર ૮, ૧૯૯૫ના અવેક!ના અંકનું મુખપૃષ્ઠ જોયું ત્યારે, હું રડી પડી. પરંતુ મેં “બાઇબલનું દૃષ્ટિબિંદુ: શું દેવના ધોરણો પહોંચવા ઘણાં જ મુશ્કેલ છે?” લેખ પહેલા વાંચ્યો. હા, એક માતા તરીકે મને હું નિષ્ફળ જતી લાગી હોવાથી, એ લેખે મને ઘણી જ રાહત આપી. એણે મને બતાવ્યું કે હું હારી રહી નથી. એ તો ફક્ત શેતાનને જૂઠો સાબિત કરવાનો મારો વારો છે. એ અદ્ભુત લેખ માટે યહોવાહનો આભાર!
આર. એન., યુનાઈટેડ સ્ટેટ્સ
એ એક એવો લેખ હતો જેણે મને ગહનપણે અસર કરી. એ વિષે વિચારવું વિસ્મયકારક છે કે યહોવાહ સર્વશક્તિમાન છે છતાં, તે આપણને આપણી ભૂલો માફ કરવા ઇચ્છુક છે. એ લેખે મને કદર કરવામાં મદદ કરી કે આપણે ક્યારેક નિષ્ફળ જઈએ છતાં, દેવના ધોરણોથી જીવન જીવીને આપણે સુખી થઈ શકીએ છીએ.
ડી. સી., યુનાઈટેડ સ્ટેટ્સ
ઈડિટરોડ મેં “ઈડિટરોડ—એની સ્થાપનામાં દસ સદીઓ લાગી” (નવેમ્બર ૮, ૧૯૯૫) લેખ વાંચવાનો પૂરો જ કર્યો, અને મને લાગ્યું કે અત્યંત માહિતીપ્રદ અને દિગ્મૂઢ કરી નાખતો લેખ આપવા માટે હું તમારો આભાર માનવાની ફરજ હેઠળ હતી! એણે વાચકના આનંદ માટે એક આબેહૂબ દૃશ્ય ચીતર્યું. મને વાસ્તવમાં લાગ્યું કે હું એ ૧,૮૦૦ કિલોમીટરના રસ્તા પરની એક મશર હતી! મને યહોવાહ માટે ઊંડી કદર પણ થઈ આવી—જેમના ગુણો માણસ અને પશુ બન્નેના સર્જનમાં પ્રગટ થાય છે.
જે. એચ., યુનાઈટેડ સ્ટેટ્સ