અમારા વાચકો તરફથી
શા માટે હજુ કુંવારા? “યુવાન લોકો પૂછે છે . . . બધાનું લગ્ન થાય છે અને મારું જ કેમ થતું નથી?” (નવેમ્બર ૮, ૧૯૯૫) માટે તમારો ઘણો જ આભાર. આ વિસ્તારમાં લગ્નમાં એકાએક તેજી આવી છે જ્યાં ઘણાં લોકો બહુ યુવાન વયે લગ્ન કરી રહ્યા છે. કેટલાક લોકો મારા વિષે ચિંતા કરે છે, કેમ કે હું ૧૮ વર્ષની છું અને મારી પાસે કોઈ પુરુષમિત્ર નથી. સમતોલ વલણ રાખવામાં મને મદદ કરવા માટે લેખ ખરા સમયે આવ્યો.
એસ. ઝેડ., જર્મની
હું ૧૯ વર્ષની તથા કુંવારી હોવાથી અવારનવાર વિચારું છું કે હું એવું શું ખરાબ કરું છું જેથી કોઈ પણ મારામાં રસ લેતું નથી. કેટલાક અવિશ્વાસીઓએ મારામાં રસ લીધો છે, પરંતુ મને એ પ્રકારનું ધ્યાન જોઈતું નથી. લેખે મને એ જોવામાં મદદ કરી કે ધીરજ જરૂરી છે અને હું યહોવાહને ખુશ કરું એ ખરેખર મહત્ત્વનું છે.
જે. જી., યુનાઈટેડ સ્ટેટ્સ
હું ૩૮ વર્ષની વયનો કુંવારો માણસ હોવાથી, લેખના શીર્ષકમાં પૂછવામાં આવેલો પ્રશ્ન મેં મારી જાતને પૂછ્યો છે. મેં કુંવારી ખ્રિસ્તી બહેનો તરફથી અગણિત નકાર સહન કર્યો હોવાથી, હું “આશાનું ફળ મળવામાં વિલંબ”થી થતી પીડાને સારી રીતે જાણું છું. (નીતિવચન ૧૩:૧૨) એ જાણવું પુનરાશ્વાસન આપનારું છે કે યહોવાહ એ સંજોગોમાં આવનાર કુંવારી ખ્રિસ્તી વ્યક્તિની લાગણીઓને યથાર્થ હોવા તરીકે ધ્યાનમાં લે છે અને તે આપણી વિશ્વાસુ સહનશીલતાની કદર કરે છે.
ડી. ટી., યુનાઈટેડ સ્ટેટ્સ
સૌથી મહાન કલાકાર “સૌથી મહાન કલાકારની શોધમાં” (ડિસેમ્બર ૮, ૧૯૯૫) શૃંખલા વાંચ્યા પછી, હું મારી કદર વ્યક્ત કરવા પ્રેરાયો. મેં ટેલિવિઝન પર પ્રકૃતિ વિષેના ઘણા કાર્યક્રમો જોયા છે જે ભવ્ય રચનાકારને યશ આપવામાં નિષ્ફળ જાય છે. જોકે, સજાગ બનો! આપણા ભવ્ય દેવ, યહોવાહને સુસંગતપણે યશ આપે છે.
ઈ. ઝેડ., યુનાઈટેડ સ્ટેટ્સ
યહોવાહ તરફ જોવાની કેવી અદ્ભુત નવી રીત! તેમની કલાની ગુણવત્તા ખરેખર અસાધારણ છે, એ જ રીતે તેમના કાર્યનું અજોડ પ્રમાણ પણ. હું તમને શાબાશી આપવા માંગું છું કેમ કે ઘણાં પ્રવીણ કલાકારો લોકોને યહોવાહ દેવ તરફ આકર્ષવા સજાગ બનો!ને આકર્ષક બનાવે છે.
એમ. ક્યુ., યુનાઈટેડ સ્ટેટ્સ
“સૌથી મહાન કલાકારની શોધમાં” શૃંખલા માટે તમારો આભાર. હું પોતે એક કલાકાર હોવાથી, મેં એ લેખોની ખુબ જ કદર કરી. દેવે કરેલા સર્જનની ઘણી વિવિધતા, ગીતશાસ્ત્રની કાવ્યમય કલા, અને બાઇબલના બીજા સુંદર શબ્દોવાળા લખાણો એ સર્વ બતાવે છે કે યહોવાહ ફક્ત કલા ઉત્પન્ન જ કરતા નથી પરંતુ તે એનો આનંદ પણ માણે છે!
બી. આર., યુનાઈટેડ સ્ટેટ્સ
હું ૩૦થી વધુ વર્ષોથી કલામાં સંડોવાયો હોવાથી, એ અદ્ભુત લેખોને તૈયાર કરવામાં સંકળાયેલા સર્વ લોકોની પ્રશંસા કરવા માંગું છું! એ આપણા મહાન દેવ, યહોવાહ અને તેમની પ્રચંડ સર્જનાત્મક ક્ષમતા સંબંધી ઉત્કૃષ્ટ તર્ક તથા દલીલથી ભરેલાં નવ પાન હતાં.
પી. એમ., યુનાઈટેડ સ્ટેટ્સ
ખોરાકથી પરિણમતી બીમારી તમારો લેખ “ખોરાકથી પરિણમતી બીમારીથી પોતાનું રક્ષણ કરો” (અવેક! નવેમ્બર ૨૨, ૧૯૯૫) મને ગમ્યો. હું એક રસોઇયો છું, અને એક મુદ્દો ઉમેરવા માંગું છું. કોઈ વ્યક્તિ અધકચરું રાંધેલું માંસ ખાવામાં આનંદ માણતી હોય તો, જ્યાં ખોરાકથી પરિણમતી બીમારી નિવારવાની ચિંતા હોય ત્યાં એ શક્ય નથી. સાચું, માંસને વધુ ઉષ્ણતામાનમાં રાંધવાથી કોરું થઈ શકે તથા પચાવવાનું અઘરું બનાવી શકે. પૂરેપૂરું માંસ રાંધવાની અને એનો ભેજ જાળવી રાખવાની એક સારી પદ્ધતિ એને ધીમા તાપે સીઝવું કે બાફવું છે.
જે. પી. કે., યુનાઈટેડ સ્ટેટ્સ
રાંધવાનું સૂચન આપવા માટે આભાર.—તંત્રી.