વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૩/૮ પાન ૩૦
  • અમારા વાચકો તરફથી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અમારા વાચકો તરફથી
  • સજાગ બનો!—૧૯૯૭
  • સરખી માહિતી
  • જાતીય પજવણી
    સજાગ બનો!—૧૯૯૬
  • જાતીય પજવણી
    સજાગ બનો!—૧૯૯૬
સજાગ બનો!—૧૯૯૭
g97 ૩/૮ પાન ૩૦

અમારા વાચકો તરફથી

સમતોલ “સમતોલપણાનું દેવનું દાન” (એપ્રિલ ૮, ૧૯૯૬) લેખ વાંચ્યા પછી, મને તમારો આભાર માનવાનું મન થયું. હમણાં હું શ્રવણશાસ્ત્રનો અભ્યાસ કરી રહી છું, અને મારાં એકે પાઠ્યપુસ્તકમાં એવી માહિતી નથી જે સજાગ બનો!ના લેખ જેટલી પૂર્ણ અને સમજવામાં સહેલી હોય. કાનની આકૃતિ પણ અદ્‍ભુત હતી.

જે. પી. એ., બ્રાઝિલ

જાતીય પજવણી “જાતીય પજવણી હશે નહિ ત્યારે!” (જૂન ૮, ૧૯૯૬) શૃંખલા માટે આભાર. બીજાઓ સાથે સામયિકના સહભાગી થતા, મને માલૂમ પડ્યું કે પજવણી કઈ રીતે ટાળવી અને પજવણી થાય ત્યારે શું કરવું એનાં સૂચનો માટે ઘણી સ્ત્રીઓ આભારી છે. કેટલાક સપ્તાહ પછી કામના સ્થળે મારી પોતાની છેડતી થઈ અને મેં પોલીસને ફરિયાદ નોંધાવી. મેં જે રીતે પરિસ્થિતિ હાથ ધરી હતી એની પ્રશંસા કરવામાં આવી.

નામ જણાવાયું નથી, જર્મની

લેખો માટે હું સાચે જ આભારી છું. હમણાં હું માધ્યમિક શાળાના બીજા વર્ષમાં છું, અને મેં પજવણીનો અનુભવ કર્યો છે, જોકે મેં કદી કોઈને જણાવ્યું નથી. આ લેખે મને મારા માબાપ અને શિક્ષકોને જણાવવાનું ઉત્તેજન આપ્યું. હવે હું પજવણી કરનારાઓ સામે મારું સ્થાન લઈ શકું છું.

કે. વાય., જાપાન

હું ૨૧-વર્ષની સેક્રેટરી છું અને તાજેતરમાં મારા સાહેબે મારી જાતીય રીતે પજવણી કરી હતી. મારી લાગણીઓ વ્યક્ત કરવા તેમની પાસે કઈ રીતે જવું એનો વિચાર કરી રહી હતી તેવે સમયે, મને સજાગ બનો!નો આ અંક મળ્યો. મેં મારા સાહેબને એક પ્રત આપી, જે તેમણે વાંચી. તેમણે દીલગીરી વ્યક્ત કરી અને તેમણે મને જે કર્યું એવું હવે કદી ન કરવાનું વચન આપ્યું.

ડી. એન. આઈ., નાઇજીરિયા

આ મહત્ત્વની બાબત પ્રકાશમાં લાવવા માટે આભાર, પરંતુ તમારા ફોટાઓ પ્રમાણે, ફક્ત પુરુષો જ પજવણી કરે છે. સ્પષ્ટ છે કે તમે પક્ષપાતી દૃષ્ટિ રજૂ કરો છો.

એચ. ટી., યુનાઈટેડ સ્ટેટ્‌સ

મોટા ભાગના સંશોધકો કહે છે કે જાતીય પજવણીનો શિકાર થવામાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા ઘણી જ વધી જાય છે. તેમ છતાં, લેખો, ખાસ ઉદાહરણો ટાંકી, સ્વીકાર કરે છે કે પુરુષોની પણ પજવણી થઈ શકે છે.—તંત્રી.

આ વિષય પર મોટા ભાગના લેખો પોતાનું રક્ષણ કરવા મોટે ભાગે સ્ત્રીઓએ શું કરવું જોઈએ તેના પર ભાર મૂકે છે પરંતુ એ પુરુષોએ સ્ત્રીઓને આદર આપવા શું કરવું જોઈએ એની અવગણના કરે છે. છેવટે તો, પજવણી કરનારા નહિ હોય તો, પજવણી પણ નહિ હોય. તમારા લેખે “પુરુષોની યોગ્ય વર્તણૂક”ની ચર્ચા કરી. એ માટે, એ પ્રશંસાપાત્ર છે.

ઓ. સી., તાઈવાન

મૈત્રી “યુવાન લોકો પૂછે છે . . . શા માટે હું મિત્રો જાળવી શકતો નથી?” (જુન ૮, ૧૯૯૬) લેખ માટે હું તમારો નિષ્ઠાપૂર્વક આભાર માનું છું. આ લેખોએ મને કેટલી બધી મદદ કરી છે એની તમે કલ્પના કરી ન શકો. એણે મને બતાવ્યું કે, નડતરો છતાં, કાયમી મૈત્રી હોવી શક્ય છે. ઘણી વાર, આપણે મિત્રો ગુમાવીએ છીએ કારણ કે આપણે ગેરસમજણો દૂર કરવાનું મુલતવી રાખીએ છીએ. આ લેખે મને આ સંબંધી મારી નબળાઈ દૂર કરવા લડત આપવામાં મદદ કરી.

એ. એમ. પી., બ્રાઝિલ

ખરે સમયે લેખ આવ્યો. ત્રણ મહિના અગાઉ એક છોકરી સાથેની મારી આનંદી મૈત્રી ઠંડી પડવા લાગી; અમે હવે પછી એકબીજા સાથે ન બોલવાના તબક્કે આવી ગયા. લેખ આવ્યો ત્યારે, મારી સખી અને મેં એમ બંનેએ એ વાંચ્યો અને સમજ્યા કે અમે મૂર્ખાઈભરી રીતે વર્તી રહ્યા હતા. અમે બાબતોની પૂરી ચર્ચા કરી અને સમગ્ર ગેરસમજણની કડીઓની સ્પષ્ટતા કરી. હવે અમારી મૈત્રીમાં નવું જોમ આવ્યું છે.

એન. ટી., ઇટાલી

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો