વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૩/૮ પાન ૩૨
  • કુટુંબ અને મિત્રો માટે દિલાસો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કુટુંબ અને મિત્રો માટે દિલાસો
  • સજાગ બનો!—૧૯૯૭
સજાગ બનો!—૧૯૯૭
g97 ૩/૮ પાન ૩૨

કુટુંબ અને મિત્રો માટે દિલાસો

ગત જુલાઈ ૧૭ના રોજ ટીડબલ્યુએ ફ્લાઈટ ૮૦૦ આટલાન્ટિક મહાસાગરમાં તૂટી પડ્યું ત્યારે, મુસાફરી કરી રહેલી બધી ૨૩૦ વ્યક્તિઓ નષ્ટ થઈ. એમાં પેન્‍નસીલ્વાનિયાના આશરે ૫,૦૦૦ની વસ્તીવાળા નાના નગર મોન્ટુર્સવિલેના ૧૬ માધ્યમિક શાળા ફ્રેંચ વિદ્યાર્થીઓ અને તેઓની દેખરેખ રાખનારા મોટી વયના પાંચ જણાનો સમાવેશ થયો. ઑગસ્ટ ૧૭ના રોજ, નગરની દફન સેવામાં, એક વક્તા, ન્યૂયૉર્ક સીટીના મેયર, રુડોલ્ફ ગિલ્યને નોંધ લીધી કે ન્યૂયૉર્ક શહેરની વસ્તીના એટલા જ ટકા મરણ પામ્યા હોત તો, ૩૫,૦૦૦ જીવન હોમાયાં હોત!

માધ્યમિક શાળાના મુખ્ય આચાર્ય, ડેન સેન્ડલરને કેટલાક વિદ્યાર્થીઓની દફનવિધિ વખતે બોલવા જણાવવામાં આવ્યું. તેમણે પ્રકટીકરણ ૨૧:૪માંનું બાઇબલ વચન ટાંક્યું, જે કહે છે કે દેવની નવી વસ્તુ વ્યવસ્થામાં “મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી.” આવી કરુણતાઓ શા માટે થાય છે એ વિષે, તેમણે સભાશિક્ષક ૯:૧૧નો નિર્દેશ કર્યો, જે આપણ સહુ પર આવી પડતા “પ્રસંગ તથા દૈવયોગની અસર”નો ઉલ્લેખ કરે છે. પોતાના માધ્યમિક શાળા મુખ્ય આચાર્યને આવું દિલાસો આપતું વિવેચન કરતા જોઈને ઘણા આશ્ચર્ય પામ્યા.

વધુ મદદ કરવા, સેન્ડલરે માધ્યમિક શાળા ખાતે ટેબલ ગોઠવ્યું જેથી ૩૨-પાનની મોટી પુસ્તિકા વેન સમવન યુ લવ ડાઈસ અને પત્રિકા મૂએલા સ્નેહી જનો માટે કઈ આશા? જેવાં પ્રકાશનો પ્રાપ્ય બનાવી શકાય. બાઇબલ સાહિત્યની સેંકડો પ્રતો સ્વીકારાઈ, અને ઘણાએ એણે જે દિલાસો પૂરો પાડ્યો એ માટે આભાર વ્યક્ત કર્યો.

[Caption on page ૩૨]

તમે પણ ઉપર જણાવેલી મોટી પુસ્તિકા અને પત્રિકામાંથી જરૂરી દિલાસો મેળવી શકો. તમારે એ દરેકની પ્રત જોઈતી હોય અથવા વિનામૂલ્ય બાઇબલ અભ્યાસ જોઈતો હોય તો, કૃપા કરી Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., Indiaને, અથવા પાન ૫ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે લખો.

[Caption on page ૩૨]

Courtesy of Williamsport Sun-Gazette

[Caption on page ૩૨]

Corey Sipkin/Sipa Press

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો