‘એ જાણે મધ ખાવા જેવું હતું’
એલટસ, ઓકલાહોમા, યુ.એસ.એમાં, ૧૯૯૩ની મધ્યમાં, યુ.એસ. હવાઈ દળના અધિકારીએ, ચિંતાતુર થઈને પોતાની પુત્રીને મદદ કરવા માર્ગદર્શન માટે પ્રાર્થના કરી, કે જેને લગ્નજીવનની સમસ્યાઓ હતી અને છૂટાછેડા લેવાનું વિચારી રહી હતી. બીજી સવારે એક યહોવાહના સાક્ષીએ તેમના ઘરની મુલાકાત લીધી અને સજાગ બનો!નો ઑક્ટોબર ૮, ૧૯૯૩ના અંક તેમને ઑફર કર્યો, જે દર્શાવતો હતો “છૂટાછેડા—સુખી જીવનનું દ્વાર?”
એ માણસને સાક્ષીઓ બિલકુલ ગમતા ન હતા અને પહેલાં તેમણે ક્યારેય તેઓનું સાંભળ્યું ન હતું છતાં, તેમણે તરત જ એ સજાગ બનો! સ્વીકાર્યું અને વાંચ્યું. પાછળથી તેમણે એમાંથી શાસ્ત્રવચનો અને મુદ્દાઓ પોતાની પુત્રીને જણાવ્યા. તેમણે ચાકીબુરજનો અંક પણ વાંચ્યો કે જે સજાગ બનો! સાથે આપવામાં આવ્યો હતો. એમાં આપેલ એક લેખે તેમને ત્રૈક્યમાં પોતાની જીવનપર્યંતની માન્યતા વિષે ઊંડી રીતે વિચારવા પ્રેર્યા. તે સમજ્યા કે પોતાની પુત્રીને મદદ કરવા સંબંધી તેમણે જે પ્રાર્થના કરી હતી એ સાંભળવામાં આવી હતી, તોપણ તેમને નવાઈ લાગી કે દેવ પોતાની પ્રાર્થનાનો જવાબ આપવા ત્રૈક્યમાં ન માનતા લોકોનો શા માટે ઉપયોગ કરે. તેમણે વિચારદલીલ કરી કે તેઓ સત્ય ન શીખવતા હોય તો, પ્રાર્થનાઓનો જવાબ આપવા દેવ નિશ્ચે આવા લોકોનો ઉપાયોગ ન કરે.
આમ તે ત્રૈક્ય સંબંધી તેઓની માન્યતાઓ વિષે વધુ માહિતી સમજાવતું કેટલુંક સાહિત્ય મેળવવા યહોવાહના સાક્ષીઓના રાજ્યગૃહે ફોન કરવા પ્રેરાયા. જે માણસે ફોનનો જવાબ આપ્યો એ ખ્રિસ્તી વડીલોની સભામાં હાજર હતા. હવાઈ દળ અધિકારી તરત જ રાજ્યગૃહ ગયા, કે જ્યાં તેમને તમે પારાદેશ પૃથ્વી પર હંમશ માટે જીવી શકો છો પુસ્તક અને શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ? મોટી પુસ્તિકા આપવામાં આવી.
એ રાત્રે, તે માણસે આખી મોટી પુસ્તિકા વાંચી નાખી. વાંચતી વખતે તે ખૂબ જ રોમાંચિત થઈ ગયા, પાછળથી તેમણે અટકીને પોતાને કહ્યું, ‘જરા શાંત થા. એ શક્ય બની શકતું નથી. એ ફક્ત આશ્ચર્ય પમાડે એવું જ છે.’ એ મોટી પુસ્તિકા ત્રૈક્યના સિદ્ધાંત વિરુદ્ધ બાઇબલની સાબિતી એકદમ સ્પષ્ટ રીતે રજૂ કરતી હતી એ તેમણે વાંચી ત્યારે, તેમણે કહ્યું કે, “એ જાણે મધ ખાવા જેવું હતું.” બીજી સાંજે તેમણે યહોવાહના સાક્ષીઓની સભાઓમાં પ્રથમ વખત હાજરી આપી અને તેમણે જે સાંભળ્યું એનાથી તે હર્ષ પામ્યા.
યહોવાહના સાક્ષીઓ સાથે પોતાનો પ્રથમ બાઇબલ અભ્યાસ અને ધૂમ્રપાન વિષે બાઇબલના દૃષ્ટિબિંદુ પર ખૂબ ચર્ચા કર્યા પછી, તેમણે પોતાની સીગારેટોનો નાશ કર્યો અને ફરી ક્યારેય પીધી નહિ. દર અઠવાડિયે કેટલીય વખત તેમની સાથે બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવ્યો. ત્રૈક્ય મોટી પુસ્તિકા વાંચ્યાના ત્રણ મહિના પછી, અને લશ્કરમાંથી નિવૃત્ત થયા પછી, તેમણે યહોવાહના સાક્ષીઓ સાથે જાહેરમાં પ્રચાર કાર્યના સહભાગી થવાનું શરૂ કર્યું. ત્રણ મહિના પછી તેમણે યહોવાહ દેવને પોતાનું સમર્પણ કર્યું અને બાપ્તિસ્મા પામ્યા. હવે તે પૂરેપૂરા સમયના સેવક તરીકે સેવા આપે છે.