શું તમે દેખાવથી ન્યાય કરો છો?
શું તમે પુસ્તકનો એના દેખાવથી ન્યાય કરશો? તમે મૂર્ખ બની શકો. એન ટાળવા માટે, તમે એની અનુક્રમણિકા તપાસશો. એ તુર્કીશ લોકકથાના, નશરુદ્દીન હોજાના પ્રખ્યાત પાત્રના કિસ્સામાંથી જોઈ શકાય છે. (તુર્કીશ શબ્દ હોજાનો અર્થ “શિક્ષક” થાય છે.) તે “ચાલાક અને ભલાભોળા, ડહાપણવાળો અને મૂર્ખ . . . બંને હતા. તે ભક્તિભાવવાળા હતા, પણ તેનામાં માનવ નિર્બળતાઓ હતી.” તે ‘જીવનની વિટંબણાઓ સામે હાર માનતા ન હતા.’—હોજાની વાર્તાઓ, જૉન નન્ન દ્વારા લખાયેલ, આરામકો વર્લ્ડ, સપ્ટેમ્બર-ઑક્ટોબર ૧૯૯૭.
એક વાર્તા તેણે ઓટોમાન અધિકારીની મુલાકાત કરવા કરેલ મુસાફરી અને તેમની સાથે લીધેલ સાંજના ભોજન વિષે જણાવે છે. “ગધેડા પરથી [નશરુદ્દીન] નીચે ઊતર્યા અને આગળના વિશાળ દરવાજાને ખખડાવ્યો. એ ખૂલ્યો ત્યારે, તેણે જોયું કે ખાણાની તૈયારીઓ ચાલી રહી હતી. પરંતુ તે પોતાની ઓળખ આપે તે પહેલાં, તેના યજમાન, તેને મુસાફરીના ડાઘવાળા કપડામાં જોઈને, તેને તરત કહ્યું કે ભિખારીઓને આવકારવામાં આવતા ન હતા.”
નશરુદ્દીન પાછો ગયો, પોતાના જીનમાંથી કાઢીને, “પોતાનો સૌથી ઉમદા પહેરવેશ પહેર્યો: રુંવાટીથી સજાયેલ ભભકાદાર સીલ્કનો ઝભ્ભો, અને વિશાળ સીલ્કની પાઘડી. આમ તૈયાર થઈને, તે પાછો આગળના દરવાજાએ ગયો અને ખખડાવ્યો.
“એ સમયે, તેના યજમાને તેનો ઉષ્માભર્યો . . . આવકાર કર્યો. નોકરોએ તેની સામે મજેદાર ભોજનની થાળીઓ પીરસી. નશરુદ્દીન હોજાએ એક વાટકો સૂપ પોતાના ઝભ્ભાના એક ખિસ્સામાં રેડી દીધું. બીજા મહેમાનોને સ્તબ્ધ કરતા, તેણે ભૂંજેલા માંસના ટૂકડાને પોતાની પાઘડીની ગડીમાં ખોસ્યું. પછી, પોતાના આશ્ચર્ય પામેલા યજમાનની હાજરીમાં, પોતાના રુંવાટીવાળા ઝભ્ભાને પુલાવની થાળી આગળ લઈ જઈ બબડ્યો ‘ખા, રુંવાટીવાળા ઝભ્ભા, ખા!’
“‘આનો અર્થ શું છે?’ યજમાને જાણવા માંગતા પૂછ્યું.
“‘મારા વહાલા સાહેબ,’ હોજાએ જવાબ આપ્યો, ‘હું મારા કપડાંને ખવડાવી રહ્યો છું. અડધા કલાક પહેલાં મારા પ્રત્યેના તમારા વર્તનથી એ સ્પષ્ટ રીતે જણાય છે કે તમે મારા કપડાની પરોણાગત કરવા માંગતા હતા, મારી નહિ, જે તમારી પરોણાગતનો હેતુ હતો!’”
કેટલી વખત આપણે ફક્ત દેખાવથી નકારાત્મક કે હકારાત્મક ન્યાય કરીએ છીએ! પ્રબોધક શમૂએલે વિચાર્યું કે દાઊદના ભાઈ અલીઆબ ઈસ્રાએલના ત્યાર પછીના રાજા માટે યહોવાહથી પસંદ પામેલ હોવા જોઈએ ત્યારે, યહોવાહે તેને જણાવ્યું: “તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમકે મેં એને નાપસંદ કર્યો છે; કારણ કે માણસ જેમ જુએ છે તેમ [યહોવાહ જોતા] નથી; કેમકે માણસ બહારનો દેખાવ તરફ જુએ છે, પણ યહોવાહ હૃદય તરફ જુએ છે.” (૧ શમૂએલ ૧૬:૭) હા, યહોવાહ હૃદયની સ્થિતિથી ન્યાય કરે છે, દેખાવથી નહિ. તમે શાનાથી કરશો?
[Caption on page ૧૭]
યહોવાહે શમૂએલને દેખાવથી મૂર્ખ ન બનવા ચેતવણી આપી