વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૭/૮ પાન ૧૮-૧૯
  • બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • લગ્‍ન કે કુંવારાપણું?
  • ફરજિયાત બ્રહ્મચયનો ઉદ્‍ભવ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૭/૮ પાન ૧૮-૧૯

બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ

શું ખ્રિસ્તી સેવકો માટે બ્રહ્મચર્ય જરૂરી છે?

બ્રહ્મચર્ય, સ્પષ્ટ રીતે અપરિણીત રહેવાની સ્થિતિને કહેવામાં આવે છે. તેમ છતાં, ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનીકા અનુસાર, એ શબ્દાવલિ “સામાન્ય રીતે ધર્મ અધિકારી, ધર્મગુરુ કે ભક્ત જેવી બ્રહ્મચારી વ્યક્તિને લાગુ પડે છે.” “બ્રહ્યચારી” શબ્દાવલિ “એવી વ્યક્તિઓને દર્શાવે છે, જેઆની પવિત્ર પ્રતિજ્ઞા કે પરિત્યાગ કે તેના ધાર્મિક પદ કે ધાર્મિક ગંભીરતા અપરિણીત સ્થિતિમાં પરિણમે છે.”

એ જ સમયે, અમુક આગળ પડતા ધર્મોએ, બ્રહ્મચર્યને પોતાના સેવકોની એક જરૂરિયાત તરીકે સ્વીકારી. તોપણ, ખ્રિસ્તીરાષ્ટ્રના બીજા કોઈ પણ ધર્મ કરતાં કૅથલિક ધર્મમાં બ્રહ્મચર્ય એક પ્રથા પડી ગઈ છે. આજે, કૅથલિક બ્રહ્મચર્યમાં કંઈક અંશ વિસંગતતા છે. ધ વિલ્સન ક્વાટરલિ નોંધ છે કે “તાજેતરના દાયકાઓમાં ઘણા અભ્યાસ કર્યા પછી એ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે ૧૨મી સદીથી બ્રહ્મચર્ય કૅથલિક પાદરીની જરૂરિયાત છે, પાદરીઓની ભરતી કરવી અને ટકાવી રાખવું એ ચર્ચની સમસ્યાઓનું મૂળ છે.” સમાજશાસ્ત્રી રીચર્ડ એ. શૂએન્હક અનુસાર, “ઇતિહાસ અને સમાજમાં ફેરફાર એની વિરુદ્ધ જાય છે કે જે કૅથલિક પાદરીવર્ગમાં ફક્ત બ્રહ્મચારી પુરુષોને જ લેવામાં આવે.” બ્રહ્મચર્ય વિષે બાઇબલનું દૃષ્ટિબિંદુ શું છે?

લગ્‍ન કે કુંવારાપણું?

સમગ્ર ઇતિહાસમાં, ઘણા જુદાજુદા ધર્મોમાં અગણિત સમર્પિત માણસો અને સ્ત્રીઓએ બ્રહ્મચારી જીવન પસંદ કર્યું છે. શા માટે? ઘણા કિસ્સાઓમાં તેઓ દૈહિક, ભૌતિક બાબતોને “અનિષ્ટતાનો ઉદ્‍ભવ” માને છે. આ ફિલસૂફીનું કારણ બને છે કે સર્વ જાતીય પ્રવૃત્તિથી દૂર રહેવાથી જ આત્મિક શુદ્ધતા શક્ય બને છે. તેમ છતાં, આ બાઇબલનું દૃષ્ટિબિંદુ નથી. બાઇબલમાં, લગ્‍નને દેવ તરફથી એક શુદ્ધ અને પવિત્ર ભેટ તરીકે જોવા મળ્યું છે. સૃષ્ટિની ઉત્પત્તિનો અહેવાલ લગ્‍નને દેવ સાથેના શુદ્ધ આત્મિક સંબંધમાં દીવાલ તરીકે નહિ, પરંતુ દેવની નજરમાં સ્પષ્ટ રીતે “ઉત્તમ” બતાવે છે.​—ઉત્પતિ ૧:​૨૬-૨૮, ૩૧; ૨:​૧૮, ૨૨-૨૪; વળી નીતિવચન ૫:​૧૫-૧૯ પણ જુઓ.

પ્રેરિત પીતર અને દેવની પસંદગી પામેલા બીજા સેવકો, શરૂઆતનાં ખ્રિસ્તી મંડળોમાં જવાબદાર વ્યક્તિઓ હતા, અને તેઓ પરણેલા હતા. (માત્થી ૮:​૧૪; કૃત્યો ૧૮:૨; ૨૧:​૮, ૯; ૧ કોરીંથી ૯:⁠૫) તીમોથીને મંડળમાં નિરીક્ષક કે “અધ્યક્ષ” તરીકે નિયુક્ત કરવાનું પ્રેષિત પાઊલનું નિર્દેશન આ બાબતને સ્પષ્ટ કરે છે. તે લખે છે: “મંડળીના આગેવાન નિર્દોષ હાવો જોઈએ. તેને એક જ પત્ની હોવી જોઈએ.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે; ૧ તીમોથી ૩:​૨, પ્રેમસંદેશ.) નોંધ લો કે “મંડળના આગેવાન” પરિણીત ન હોય એને બંધબેસતા એવાં કોઈ સૂચનો નથી. પાઊલે માત્ર ઉલ્લેખ કર્યો કે “એક મંડળીના આગેવાન” બહુપત્નીત્વવાળા હોવા જોઈએ નહિ; તેને ફક્ત એક જ પત્ની હોવી જોઈએ. હકીકતમાં, મેક્લિન્ટોક અને સ્ટ્રોંગના બાઇબલ, ધર્મવિજ્ઞાન, અને સાંપ્રદાયિક સાહિત્યના જ્ઞાનકોષ (અંગ્રેજી) નિષ્કર્ષ આપે છે: “ન[વા] ક[રાર]માં સુવાર્તાના નિયમ ભંગમાં પાદરી લગ્‍ન ન કરી શકે એ વિરુદ્ધ કોઈ પણ મનાઈ ફરમાવતું એવું કોઈ લખાણ નથી.”

પરણવાનું ઉચ્ચ મૂલ્ય આંકવામાં આવ્યું છે ત્યારે, એ સ્વચ્છાએ પસંદ કરવામાં આવ્યું હોય તો, ચોક્કસપણે બાઇબલ કુંવારાપણાને દોષિત ઠરાવતું નથી. બાઇબલ કેટલાક માટે ઇચ્છનીય માર્ગ તરીકે એની ભલામણ કરે છે. (૧ કોરીંથી ૭:​૭, ૮) ઈસુ ખ્રિસ્તે કહ્યું કે કેટલાક પુરુષો અને સ્રીઓ સમજીવિચારીને કુંવારાપણાનો માર્ગ પસંદ કરે છે. (માત્થી ૧૯:૧૨) શા માટે? એટલા માટે નહિ કે તેઓ પરણવા વિષે સ્વભાવિક રીતે કંઈક અપવિત્ર છે કે જે તેઓના આત્મિક વિકાસમાં અવરોધ હશે. તેઓ દેવની ઇચ્છા પૂરી કરવામાં સમયની જે સભાનતા જુએ છે એમાં પોતાના પ્રયત્નો વધારવા આ માર્ગ પસંદ કરે છે.

ફરજિયાત બ્રહ્મચયનો ઉદ્‍ભવ

તેમ છતાં, ખ્રિસ્તના સમય પછીની સદીઓમાં બાબતો બદલાય ગઈ. આપણા ચાલુ કાળની પ્રથમ ત્રણ સદીઓ દરમિયાન, “પરિણીત અને અપરિણીત બંને સેવકો હતા,” એમ ડેવિડ રીસ સમજાવ છે, જેણે પરણવા માટે પાદરીપણું છોડ્યું. ત્યાર પછી, કહેવાતા ખ્રિસ્તીઓ એવા વિચારોથી પ્રભાવિત થવા લાગ્યા જેને એક ધાર્મિક લખકે “ગ્રીક અને બાઇબલનું મિશ્રણ” કહ્યું. એણે જાતીયતા અને લગ્‍ન વિષે ભ્રષ્ટ દૃષ્ટિ ઉત્પન્‍ન કરી.

અલબત્ત, કેટલાક હજુ પણ “દેવના રાજ્યના કાર્યમાં [પોતાને] સંપૂર્ણ રીતે અર્પવા” કુંવારાપણું પસંદ કરે છે. તેમ છતાં, બીજાઓ વિધર્મી ફિલસૂફીઓથી વધારે પ્રેરણા પામેલા હતા, કે જેમાં તેઓ તલ્લીન થઈ ગયા હતા. ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા કહે છે: “જાતીય સમાગમ અપવિત્ર કરે છે અને પવિત્રતાની વિરુદ્ધ છે એવી માન્યતા, [કહેવાતા ખ્રિસ્તી ચર્ચમાં] બ્રહ્મચર્ય માટેની મુખ્ય પ્રેરણા બની.”

રીસ કહે છે, ચોથી સદીમાં, ચર્ચ “પરણિત પાદરીને કમ્યૂનિયનની ઉજવણીની આગળની રાતે જાતીય સમાગમની મનાઈ ફરમાવતું હતું.” ચર્ચ દૈનિક કમ્યૂનિયનને દાખલ કર્યું ત્યારે, એનો અર્થ એ કે કાયમી ધોરણે જાતીય સમાગમથી દૂર રહેવાનું હતું. સમય જતાં, પાદરીઓને પરણવાની સંપૂર્ણપણે મનાઈ થઈ. આ રીતે, ચર્ચમાં સેવા કરતાં કોઈ પણ માટે બ્રહ્મચર્ય ફરજિયાત બન્યું.

પ્રેષિત પાઊલે ફક્ત આ પ્રકારના વિકાસની ચેતવણી આપી. તેમણે લખ્યું: “પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે, કે પાછલા સમયમાં કેટલાએક માણસો ભુલાવનાર આત્માઓ પર તથા ભૂતોના ઉપદેશ પર ધ્યાન આપીને, તેઓ પરણવાની મના કરશે.”​—૧ તીમોથી ૪:​૧, ૩.

ઈસુ ખ્રિસ્ત કહ્યું, “જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.” (માત્થી ૧૧:૧૯) દેવનાં ધોરણોથી ચલિત થવાનો મૂર્ખ માર્ગ તેનાં કાર્યો અને પરિણામથી પુરવાર થયા છે. લેખક ડેવિડ રીસે ફરજિયાત બ્રહ્મચર્ય વિષય પર જગત ફરતે ઘણા પાદરીઓનું ઇન્ટર્વ્યૂ લીધું. તેની સાથે વાત કરતા કેટલાકે કહ્યું: “તમે પાદરી રહો, લોકોને જેટલી મદદ થાય એટલી કરો, અને એ જ સમયે, તમારી અને ધર્મની પ્રશંસા કરતી અને સ્વચ્છાએ જાતીય સંબંધ રાખવા ઇચ્છતી સ્ત્રીઓના ચૂપચાપ લાભ ઉઠાવો.”

માત્થી ૭:૨૦ને ટાંકીને રીસ કહે છે: “‘તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો,’ ઈસુએ કહ્યું.” પછી તે પરાણે બ્રહ્મચર્યમાંથી પરિણમેલી કરુણતા પર ટીકા કરે છે: “ફરજિયાત બ્રહ્મચર્ય હજારો માણસાને બેવડું જીવન જીવવા દોરી ગઈ છે, હજારો સ્ત્રીઓનાં જીવન બરબાદ થઈ ગયા છે, હજારો બાળકોને પોતાના પાદરી પિતા નકારી કાઢે છે. આ કફોડી હાલતને કારણે ખુદ પાદરીઓની લાગણીમય વેદનાની તો વાત જ બાજુએ રહી.”

આદરણીય લગ્‍ન દેવ તરફથી આશીર્વાદ છે. પરાણે બ્રહ્મચર્ય આત્મિક નુકશાન તરફ દોરી ગયું છે. બીજી તર્ફે, સ્વચ્છાએ પસંદ કરેલું કુંવારાપણું પવિત્ર કે તારણ માટે આવશ્યક નથી. એ કેટલાક માટે બદલો આપનારું અને આત્મિક રીતે સંતાષ આપનાર જીવન માર્ગ છે.​—⁠માત્થી ૧૯:⁠૧૨.

[Caption on page ૧૮]

Life

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો