ફાઈબ્રોમાએલજિયાને - સમજવું અને સેહવું
શું તમારું આખું શરીર દુઃખે છે? શું તમને ખૂબ થાક લાગે છે? સવારે ઉઠ્યા પછી તમે અક્કડપણું અને થાક અનુભવો છો? ક્યારેક તમારી યાદશક્તિ ઓછી થઈ જાય છે? એ ફાઈબ્રોમાએલજિયા સિંડ્રોમ (FMS)નાં લક્ષણો હોઈ શકે છે.
“હું ૧૯૮૯ની એ સવારને હંમશા યાદ રાખીશ. જે સવારે હું ઉઠ્યો ત્યારે ૪૫ મિનિટ સુધી ઊઠી શક્યો ન હતો,” ટેડa કહે છે. આ રીતે ફાઈબ્રોમાએલજિયા, જેનો અર્થ “સ્નાયુબંધ, પેશી અને માંસપેશીઓમાં દર્દ” થાય, એની સાથે ટેડની લડાઈ શરૂ થઈ જાય છે.
કદાચ એક મિત્ર કે કુટુંબના સભ્યને FMS છે. તમે કઈ રીતે મદદ કરી શકો? અથવા તમને એ હોય તો, શું કરી શકાય? આ સમસ્યા વિષે સારી જાણકારી હોવાથી એને સમજવા અને સહન કરવામાં ખૂબ મદદ મળે છે. તેમ છતાં, ઉપર પ્રમાણેનાં લક્ષણો હોય તેથી જરૂરી નથી કે દરેકને FMS જ છે.
ફાઈબ્રોમાએલજિયાની વ્યાખ્યા
અમેરિકન કૉલેજ ઑફ રુમાટોલૉજી અનુસાર, “ફાઈબ્રોમાએલજિયાનું નિદાન લાંબા સમયથી વ્યક્તિના આખા શરીરમાં દુઃખાવાની ફરિયાદ પર અને ચિકિત્સક દ્વારા ખાસ ભાગામાં સંવેદનશીલ બિંદુઓને શોધવા પર આધારિત છે.” બીજાં લક્ષણો પણ છે, એમાંથી અમુક CFS (ક્રોનિક ફટીંગ સિડ્રોમ) સાથે મળતા આવે છે.
ખરેખર, એવા ઘણા લોકો જેઓને FMS હોય છે તેઓને CFS અને અન્ય બીમારીઓ પણ હોય શકે. ઉદાસીનતા અને અસામાન્ય ચિંતા પણ FMS ભોગવતા લોકોમાં સામાન્ય છે, અને એવું જણાય છે કે FMS મોટા ભાગે આ સમસ્યાઓનું કારણ છે, અને પરિણામ નહિ. FMS કેટલીક બાહ્ય પરિસ્થિતિઓ દ્વારા પણ વધી શકે છે, જેમ કે વધુ પડતી કે બહુ ઓછી શારીરિક પ્રવૃત્તિ, ઠંડી વધવી, અપૂરતી ઊંઘ, અથવા વધુ પડતો તણાવ.
પહેલાં FMS ફાઈબ્રોસાઈટીસ સહિત કેટલાંય નામોથી જાણીતું હતું, FMSથી વિકૃતિ પેદા થતી નથી કે અપંગ થઈ જવાતું નથી, અથવા એ ધમકીરૂપ નથી. નિશ્ચિત રીતે એ ન કહી શકાય કે FMS વારસાગત છે કે નહિ, છતાં એ કેટલાંય કુટુંબાના એક કરતાં વધુ સભ્યોમાં મળી આવ્યો છે. એ લાખો લોકોને અસર કરે છે અને દરેક ઊંમરની વ્યક્તિઓને થાય છે, પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને પ્રમાણમાં વધુ અસર થાય છે.
FMSનું કારણ
FMSનાં કારણોમાં જુદાં જુદાં કારણો સૂચવવામાં આવ્યા છે. એ વાઈરસ હોય શકે અથવા ન્યુરોટ્રાંસમીટર સીરોટોનીનનું અસંતુલન હોય શકે છે, જેનાથી ઊંઘ અને એનડોરફિન જેવાં અસંતુલન રસાયણો પર અસર પડે છે જેનાથી કુદરતી રીતે શરીર દુઃખાવાનો સામનો કરે છે. આ કારણો અને અન્ય પર સંશોધન ચાલુ છે.
સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ એ FMSની માંસપેશીઓ સ્વસ્થ દેખાય છે, પરંતુ કોશિકાઓમાં શક્તિ ઉત્પન્ન કરનારા ભાગ કદાચ સામાન્ય રીતે કામ ન કરતા હોય. એનું કારણ અને ઇલાજ બંને અજાણ છે. ઘણા કિસ્સાઓમાં વ્યક્તિ જણાવે છે કે શારીરિકપણે કે લાગણીમય રીતે કોઈ ખાસ બનાવ બન્યા પછી એનાં લક્ષણ દેખાવા માંડ્યા, પરંતુ બીજાઓને ખબર નથી પડતી એ ક્યારે શરૂ થયાં.
FMS નિદાન સહેલું નથી
એના મોટા ભાગનાં લક્ષણો બીજી બીમારીઓમાંથી પણ મળી આવતા હોવાથી, કૅનેડાની ડૉ. કારલા ઓકલેય કહે છે: “કોઈ દર્દી સાંધાના દુઃખાવા સાથે આવે છે ત્યારે FMS પર પહેલી શંકા જતી નથી. કેટલીક મુલાકાતો પછી સમસ્યા ચાલુ જ રહે તો, પછી અમે વધુ શોધ કરીએ છીએ. FMS જણાય ત્યારે એની ખાતરી કરવા માટે દર્દીને સંધિવાના ડૉક્ટર પાસે મોકલું છું.”
તેમ છતાં, અત્યાર સુધી FMS નિદાનનું કોઈ ચોક્કસ ધોરણ ન હતું, તેથી સમસ્યા વ્યક્તિની પાસે જ રહી જતી—એટલ કે ફક્ત દર્દીને એનો અનુભવ થતો હતો—અને તપાસનું પરિણામ સામાન્ય આવતું. આમ, ઘણા ડૉક્ટરો એનાથી અપરિચિત હતા. રેચલ નામની સ્ત્રી વિલાપ કરે છે: “હું ૨૫ વર્ષ સુધી જુદા જુદા ડૉક્ટરો પાસ ગઈ અને હજારો ડૉલર ખર્ચ કર્યો ત્યાં સુધી મને FMS છે, એમ ખબર પડી નહિ.”
તો પછી, તમને લાગે કે તમને ફાઈબ્રોમાએલજિયા થયો છે તો ક્યાંથી મદદ મળી શકે? પોતાના પુસ્તક સ્નાયુઓનું દર્દ જતું નથી ત્યારે (અંગ્રેજી)માં, ગેલ બેકસ્ટ્રોમ સૂચન આપે છે કે અર્થરાઈટિસ ફાઉંડેશનની સ્થાનિક શાખા અથવા સંધિવાના ડૉક્ટરના સંપર્ક સાધવો.
સારવાર
હજુ સુધી FMSનો કોઈ પ્રમાણિત ઇલાજ નથી, તેથી સારવાર સામાન્ય રીતે લક્ષણો પ્રમાણે કરવામાં આવે છે. એક મુખ્ય લક્ષણ દુઃખાવો છે, જે બીજાં લક્ષણોની જેમ અલગ અલગ વ્યક્તિઓમાં જુદો જુદો હોય છે અને એક વ્યક્તિમાં પણ વધતો-ઘટતો રહે છે.
એ સિવાય, દર્દ નિવારક દવાઓ અને કેટલાક પ્રકારની સારવારની અસર ધીમે ધીમે ઓછી થતી જોવા મળે છે. ગેલ બેકસ્ટ્રોમ સૂચવે છે: “તમે અમુક સમય પછી ફરીથી એને અજમાવો તો માટે ભાગે એવું જોવા મળે છે કે અમુક સમય સુધી તમને ખરેખર સારાં પરિણામો મળે છે.” અલબત્ત, તમારા ડૉક્ટર પાસેથી જાણકારી મેળવી લેવી જોઈએ. આડઅસર કે આદત બની જવાનું જોખમ પણ રહે છે. આમ, “ભારે દર્દ નિવારકો લેવા જોઈએ નહિ,” અમેરિકન કૉલેજ ઑફ રુમાટોલૉજી ભલામણ કરે છે.
બીજું મુખ્ય લક્ષણ છે દુઃખાવો અને બીજી ખલેલોને કારણે અત્યાવશ્યક ઊંઘની ખામી. મેલાની, દુઃખાવો ઓછો કરવા માટે શરીર માટેના તકીયાનો ઉપયોગ કરે છે અને પંખો ચલાવે છે કે જેથી તેના ફરવાથી બહારથી આવતો ઘોંઘાટ દબાય જાય. બીજા સહાયક ઈયરપ્લગ અન ફોમ પડ અથવા જેને ખાબડખૂબડવાળી મેટરેસ પર સુવડાવવામાં આવે છે.b નોર્થ કેરોલીનાના ડૉ. ડવેન અર્યર કહે છે: “એક વખત હું મારા દર્દીઓ સારી રીતે ઊંઘ લઈ શકે એવી મદદ આપું છું, પછી મારા દર્દીઓને બીજી સારવારની સારી અસર થાય છે.”
સંધિવા અને સ્નાયુ-હાડપિંજર અને ચામડીના રોગોના રાષ્ટ્રીય ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, “ફાઈબ્રોમાએલજિયાના દર્દીઓને શારીરિક કસરત, દવા, શારીરિક ચિકિત્સા, અને આરામ એ બધાથી ફાયદો થઈ શકે છે.” બીજી સારવારો માલિસ, તણાવ નિયંત્રણ, અને ખેંચની કસરત હોઈ શકે છે. તથાપિ, જે વ્યક્તિ સતત દર્દ કે થકાવટ અનુભવતી હોય, તેને માટે શારીરિક કસરત કરવી અશક્ય લાગી શકે. તેથી કેટલાક ધીમે ધીમે શરૂ કરવાની ભલામણ કરે છે. અને કોઈપણ શારીરિક કસરત કાયક્રમ શરૂ કરતા પહેલાં તમારા ડૉક્ટરનો સંપર્ક જરૂર સાંધો.
સમાચારપત્ર ફાઈબ્રોમાએલજિયા નેટવર્કે પોતાના જુલાઈ ૧૯૯૭ના અંકમાં પાર્ટલૅંડ, ઑરિગનના શરીર વૈજ્ઞાનિક તરીકે કામ કરનાર અને સંશોધક, શેરોન ક્લાર્કને ટાંક્યા, તેમનું કહેવું છે કે જો તમે ૨૦ કે ૩૦ મિનિટ શારીરિક કસરત ન કરી શકો તો, “તમે દરરોજ ૬ વખત ૫ મિનિટ ચાલો. તેથી તમને ઘણા લાભ થશે.” વાજબી રીતે, પણ ઝડપથી શારીરિક કસરત કરવાથી એન્ડૉફિનનું ઉત્પાદન વધે છે, સારી ઊંઘ આવે છે, અને શરીરને ઑક્સીજન આપે છે.
તોપણ લોકો જુદા જુદા હોય છે, અને તેઓના FMSનું સ્તર જુદું જુદું હોય છે. ઈલેન આપણને જણાવે છે: “મારા ઘરના રસ્તા પર એક ચક્કર મારવું પણ મારા માટે પહાડ ચડવા સમાન છે એ જ સમયે મારી ખાસ મિત્ર એક કિલોમીટરથી વધુ ચાલે છે જેને પણ FMS છે.” “દુઃખ વગર સુખ નહિ” કહેવત અહીં બંધબેસતી નથી, આ તો સ્પષ્ટરીતે “હિંમત ના હારો”વાળી સ્થિતિ છે. ટેડ કે જેને CFS અને FMS બંને છે, તે કહે છે: “શરૂઆતમાં હું મારી કસરતની સાયકલને સપ્તાહમાં એક વખત બે કે ત્રણ મિનિટ જ ચલાવી શકતો હતો. હવે હું સપ્તાહમાં ત્રણ કે ચાર વખત ૨૦ મિનિટથી વધુ ચલાવી શકું છું. પરંતુ એ સુધી પહોંચતા મને ચારથી વધુ વર્ષ લાગી ગયા.”
વૈકલ્પિક પદ્ધતિઓનો પ્રશ્ન ઊભો થાય છે, જેમ કે એક્યૂપંકચર [માંસપેશીઓમાં સોય ભોંકીને થતો ઉપચાર], કરોડની કસરતથી થતો ઉપચાર, અને બીજા પ્રકારની સારવારો કે જડી-બુટિઓ અથવા બીજા અન્ય આહારનો ઉપયોગ. એ જ સમયે ઘણા લોકો દાવો કરે છે કે તેઓને એમાંથી અમુકનો ઉપયોગ કરવાથી ફાયદો થયો છે, જ્યારે બીજાઓને નથી થયો. સંશોધનકર્તાઓ એમાંથી કેટલાકનો અભ્યાસ કરી રહ્યા છે, છતાં હજુ સુધી નિર્ણયાત્મક પરિણામો મળ્યાં નથી.
કેટલીક વખત દવાઓને કારણે ખૂબ ભૂખ લાગે છે, અથવા ખાતા રહેવું ચિંતાથી લડવાની રીત બની જાય છે. તેમ છતાં, વધુ વજન માંસપેશીઓ પર વધુ તણાવ લાવે છે, જેનાથી દર્દ વધી જાય છે. તેથી કેટલાક કિસ્સાઓમાં, ડૉક્ટર થોડું વજન ઘટાડવાની ભલામણ કરે છે.
FMSનું નિદાન ભય અને ગુસ્સાનું કારણ બની શકે. તો પણ, આ પ્રકારની સામાન્ય લાગણીઓને કાબૂમાં રાખવાની સુરક્ષિત રીતો છે જેથી કોઈને નુકશાન ન પહોંચે. શોક એક બીજો સામાન્ય પ્રત્યાઘાત છે. પોતાના સ્વાસ્થ્ય જેવી કિંમતી બાબત ગુમાવવાથી શોક મનાવવો સ્વાભાવિક છે.
એ તમારા કામને અસર કરે ત્યારે
FMSથી પીડાતી વ્યક્તિઓ કામ કરવામાં સમસ્યાઓ અનુભવી શકે. લી વર્ષોથી ખૂબ મહેનત કરી રહી હતી, પરંતુ તેના સ્વાસ્થ્યને કારણે એટલું કરવું તેના માટે મુશ્કેલ થઈ ગયું. પોતાના માલિકો સાથે વાત કર્યા પછી, તેને તે જ કંપનીમાં પાર્ટ-ટાઈમની નોકરી મળી ગઈ અને તેનો તણાવ ઘટ્યો. તેના આશ્ચર્ય વચ્ચે, દરેક કલાકનો તેનો પગાર વધારી દેવામાં આવ્યો.
વ્યવસાયિક કે શારીરિક ચિકિત્સક તમને એવી રીતો શોધવામાં મદદ કરી શકે જેથી તમે તમારા શરીરને વધુ તણાવ આપ્યા વગર તમારું કામ કરી શકાય. લીસાએ જોયું કે હાથાવાળી ખુરશીના ઉપયોગથી ફાયદો થયો. એ ભલામણ કરવામાં આવી હતી કે ઈવોને ફક્ત બીજી ખુરશી જ નહિ પરંતુ બીજુ ટેબલ પણ મંગાવવું. પરંતુ નોકરી બદલવી જરૂરી જ બને તો, એવી આડતો છે જે તમને સહાય કરી શકે.
તમે કઈ રીતે મદદ કરી શકો
કુટુંબનું દરેક સભ્ય, અરે નાનરાંઓ પણ, FMS વિષે જાણી શકે અને સમજી શકે કે FMSનો દર્દી તંદુરસ્ત દેખાય છે પરંતુ, તેને ગંભીર બીમારી છે, જે દર્દ અને થકાવટનાં કારણો બને છે. સારો વાતચીત સંચાર પણ મહત્ત્વનો છે. જેની કહે છે: “અમારે વખતો વખત કૌટુંબિક ચર્ચા હોય છે એ જોવા માટે કે કઈ રીતે દરેક જણ મદદ કરી શકે.” દર્દી માટે એ શીખવું જરૂરી છે કે કઈ રીતે કામ પણ કરવું અને શક્તિ પણ બચાવવી, જે FMSની સાથે સફળતાપૂર્વક જીવવા માટે મહત્ત્વનું છે. એ માટે બીજાઓના સહકાર સાથે ડહાપણ પણ જરૂરી છે. એમાં પણ વ્યવસાયિક ચિકિત્સક મદદરૂપ પુરવાર થઈ શકે.
પહેલેથી ધારણા કર્યા વગરના “સાંભળનાર” બનવાથી તમે FMS થયેલ મિત્રને મદદ કરી શકો છો. ઉત્તજનેકારક વાતચીત કરવાનો પ્રયત્ન કરો, ફક્ત ફાઈબ્રોમાએલજિયા વિષે જ વાત ન કરો. શું કહેવું અને શું ન કહેવું? સૂચના માટે, પાન ૨૩ પરનું બોક્ષ જુઓ. તમને FMS હોય તો, અલગ અલગ વ્યક્તિ સાથે વાત કરો, જેથી એક જ વ્યક્તિ સાંભળીને થાકી ન જાય. અને યાદ રાખો, દરેક વ્યક્તિ દરેક સમયે તમારા FMS વિષે ધ્યાનથી સાંભળવાનું ઇચ્છશે નહિ.
ફેરફારોથી ટેવાવું
કેટલાક કિસ્સાઓમાં, ખાસ કરીને બળજબરીથી કરવામાં આવેલા ફેરફારોથી આપણે ચીડાઈ જઈએ છીએ. પરંતુ એક શારીરિક ચિકિત્સક, જેમણે FMSથી પીડાતા લગભગ સો જેટલા દર્દીઓને મદદ કરી છે, તે આપણને જણાવે છે: “હું તેઓને એ સમજાવવા પ્રયત્ન કરું છું કે તેઓએ પોતાની સ્થિતિને સ્વીકારવાની જરૂર છે. તેઓએ પોતાના જીવનમાં થોડું પરિવર્તન પણ કરવાની જરૂર છે અને થોડા સમય માટે ફાયદો થતો ન જણાય અથવા હાલત વધુ ખરાબ બને તો તેઓએ નિરાશ થવું જોઈએ નહિ. પોતાની દેખભાળ, જ્ઞાન, સમજણશક્તિ, અને કસરત દ્વારા તે FMSના નિયંત્રણ હેઠળ આવવાને બદલે એના પર નિયંત્રણ રાખી શકે છે.”
ડેવ, જેને FMS છે, તે કહે છે: “જો કે વલણ એવું હોય છે કે જે દિવસ તમને સારું લાગે ત્યારે વધુ કામ કરી લો, પરંતુ ડહાપણ ભરેલું તો એ છે કે તમારી શક્તિ તમે બીજા દિવસે માટે રાખો જેથી સપ્તાહના બીજા દિવસો તમારે પથારીમાં ન વીતાવવા પડે.” હજુ પણ, તમને એવું લાગી શકે કે કોઈ પ્રસંગમાં કે ખાસ અવસરોએ તો જવું જોઈએ અને પીડા વિષે જોયું જશે. પોતાના FMSને છૂપાવવાનો પ્રયત્ન કરવો હંમશા વાજબી નથી, ખાસ કરીને એવા લોકોથી જેઓ તમારી ખરેખર કાળજી રાખે છે. અને રમૂજી સ્વભાવ રાખવાનો પણ પ્રયત્ન કરો. “મને જોવા મળ્યું છે કે ખૂબ હસ્યા પછી કે સારી કોમેડી જોયા પછી મને સારી ઊંઘ આવે છે,” આંડ્રે કહે છે.
એ પણ યાદ રાખા કે યહોવાહ બીજાઓની પ્રવૃત્તિના સ્તર સાથે તમને સરખાવતા નથી પરંતુ તમે જે વિશ્વાસ અને ઊંડો પ્રેમ બતાવો છો એની તે કદર કરે છે. (માર્ક ૧૨:૪૧-૪૪) મહત્ત્વની બાબત એ છે કે તમારી મર્યાદાઓ પ્રમાણે જીવવાનું શીખવું, પોતાનું વધારે પડતું ધ્યાન પણ ન રાખવું અને વધુ લાપરવાહ પણ ન બનવું. ડહાપણ અને શક્તિ માટે યહોવાહ તરફ જુઓ કે જેથી તમે સૌથી સારું કરી શકો. (૨ કોરીંથી ૪:૧૬) અને દેવનું વચન જરાય ભૂલશો નહિ, જે જલદીથી જ આથી પૃથ્વીને બગીચા જેવી બનાવશે જ્યાં “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશાયાહ ૩૩:૨૪) હા, એક દિવસ તમે ફરીથી તંદુરસ્ત હશો!
બાઇબલમાંથી દિલાસો
• યહોવાહ ભાંગેલા હૃદયવાળાઓને બચાવે છે.—ગીતશાસ્ત્ર ૩૪:૧૮.
• યહોવાહ તમને બચાવશે.—ગીતશાસ્ત્ર ૪૧:૩.
• તમે તમારો સર્વ બાજો યહોવાહ પર નાખો; એ તમારી કાળજી લે છે.—ગીતશાસ્ત્ર ૫૫:૨૨; ૧ પીતર ૫:૭.
• તમે યહોવાહની પૂરા-હૃદયની સેવામાં તમારાથી બનતું બધુ જ કરો, એનાથી તે ખુશ થાય છે. ભલે એ સેવા થોડી જ કેમ ન હોય.—માત્થી ૧૩:૮; ગલાતી ૬:૪; કોલોસી ૩:૨૩, ૨૪.
• અમે નાહિંમત થતા નથી.—૨ કોરીંથી ૪:૧૬-૧૮.
શું કહેવું
• તમને અહીં જોઈને ઘણી ખુશી થઈ.
• અહીં આવવામાં તમને ઘણી મહેનત કરવી પડી હશે.
• હું તમને મદદ કરવા હાજર છું. હું તમારા વિષે ચિંતા કરું છું. • તમે જે કરી શકો છો એની હું કદર કરું છું.
શું ન કહેવું
• તમને જે થાય છે એ હું સમજી શકું છું.
• તમે તો તંદુરસ્ત દેખાવ છો. બીમાર કઈ રીતે હોય શકો?
• તમને કંઈ જરૂર હોય તો જણાવજો.
[Footnotes]
a કેટલાંક નામા બદલવામાં આવ્યાં છે.
b સજાગ બના! કાઈ ખાસ પ્રકારના ઊંઘના સહાયકની ભલામણ નથી કરતું, સાથ આ FMS માટે કાઈ ખાસ સારવારની ભલામણ નથી કરતું.
[Caption on page ૨૦]
કાળા ડાઘા જેવાં કેટલાક સંવદનશીલ બિંદુઆ છે જે ફાઈબ્રામાએલજિયાના નિદાનમાં જોવામાં આવ છે
[Caption on page ૨૩]
સારા વાતચીત સંચાર અન કાટુંબિક ચચા અતિ મહત્ત્વની છે