રૉબોટ મંગળગ્રહની - શોધ કરે છે
માર્સ પાથફાઈન્ડર અંતરિક્ષયાનને કેપ કનેવરલ, ફ્લોરિડામાં ઉડાણમથકેથી છોડવામાં આવ્યું ત્યારે હું મારા કુટુંબ સહિત ઉત્સુકતાથી જોઈ રહ્યો હતો. અમને નવાઈ લાગતી હતી કે “શું એ મંગળગ્રહ પર સહી-સલામત ઉતરશ? કઈ નવી શોધ થશે?”
પાથફાઈન્ડરની સફળતાની ચિંતાનું કારણ અમુક હદે મંગળગ્રહના પાછળના બે મિશન નિષ્ફળ રહ્યા હતા, જે માર્સ ઓબસર્વર અને માર્સ ૯૬ દ્વારા કરવામાં આવ્યા હતા. વધુમાં, પાથફાઈન્ડરને બહુ કઠિન ઉતરાણ કરવાનું હતું.
અંતરિક્ષયાન દર કલાકે લગભગ ૨૭,૦૦૦ કિલામીટરની ઝડપ મંગળના હવામાનને છેદવા લાગ્યું. એની ઝડપ ઓછી કરવા એક પરેશૂટ ખોલીને સપાટીથી લગભગ ૯૮ મીટર નીચે આવ્યા પછી, એને વધુ ધીમુ બનાવવા અંતરિક્ષયાન છોડ્યું. એ દરમિયાન, મોટી હવાઈ સંરક્ષણ ગાદીન ગેસથી ભરીને અવકાશયાન માટે હવા-થેલિઓ પૂરી પાડવામાં આવી હતી. જુલાઈ ૪, ૧૯૯૭એ, એક કલાકની ૬૫ કિલામીટરની ઝડપ, માર્સ પાથફાઈન્ડર મંગળગ્રહની સપાટી પર ઉતર્યું.
પ્રથમ ઝાટકો લાગ્યાથી અંતરિક્ષયાન લગભગ ૧૫ મીટર ઉછળ્યું. મોટા હલકા દડાની જેમ ૧૪-૧૫ વખત ઉછળીને પછી અટકી ગયું. પછી હવા થેલીઓ સંકોચાઈ ગઈ અને અંદર ખેંચાઈ ગઈ. જો કે પાથફાઈન્ડરન એવી રીતે રચવામાં આવ્યું હતું કે ખામી આવે તો પોતાની જાતે સુધારી લે છતાં એ ઊભી સ્થિતિમાં ઉતર્યું. છેવટે, એણે પોતાની ફુલ જેવી પાંખડી ખોલી અને વૈજ્ઞાનિક ઉપકરણ, રેડિયો એન્ટેના, સોલર પેનલ, અન સોજર્નર નામનું યંત્ર દેખાવા લાગ્યું.
મંગળગ્રહ પર શોધ
જલદી જ પાથફાઈન્ડરના કેમરાએ આસપાસની ભૂરચનાનું સર્વેક્ષણ કર્યું. ક્રૂસે પ્લાનિટ્યા અર્થાત “સોનાનું મેદાન” નામના પહોળા મેદાનમાં, એરીસ વાલિસ, કે “મંગળ ખીણ” નામના વિસ્તારની પાસે ઉતરેલા પાથફાઈન્ડરે એક ખડક, મુલાયમ સપાટી અને દૂર પહાડો જોયા—સાજર્નર દ્વારા તપાસ કરવા માટે એકદમ આદર્શ. લંબાઈમાં ૬૫ સન્ટિમીટર, આ નાના કુશળ રૉબોટને પોતાના કેમરાથી ફોટાઓ લઈને શોધ કરવાની હતી અને સ્પેક્ટ્રોમીટરથી તેના ખડકો અને માટીમાંના રસાયણ તત્વોની માત્રા માપવાની હતી.
આ મિશનના વૈજ્ઞાનિકો અને ઇજનરોએ સાજર્નર દ્વારા શોધખોળ શરૂ કરી. કેમ કે રેડિયો સંકેતોને પૃથ્વી અને મંગળગ્રહની વચ્ચે મુસાફરીમાં ઘણી મિનિટો લાગે છે, તેથી મિશન ચલાવનારાઓ સાજર્નરને ખુદ ચલાવી શકતા ન હતા. તેથી મંગળગ્રહની ભૂમિના જોખમમાંથી બચવા માટે સાજર્નર પોતાની ક્ષમતા પર વધુ નિર્ભર હતું. તેણે પોતાના માર્ગમાં આવતા ખડકોના આકાર અને સ્થિતિ નક્કી કરવા લેસર કિરણોનો ઉપયોગ કર્યો. પછી ખડકો નાના હોય તો, તેનું કૉમ્પ્યુટર તેને બતાવે કે એની ઉપરથી જાય, પરંતુ ખડક ખૂબ મોટો હોય તો કૉમ્પ્યુટર તેને બતાવે છે કે રસ્તો બદલી નાખે.
સાહસ અને શોધ
વર્તમાન પત્રો અને સામયિકોમાં છપાયેલ અહેવાલોએ પાથફાઈન્ડર દ્વારા લેવામાં આવેલી મંગળગ્રહની સપાટીના ફોટાઓથી કરોડો લોકોને ખુશ કરી દીધા. મંગળગ્રહના નવાં દૃશ્યો આવતા ગયા તેમ, ફરતી બટરી-કારનાં કામો જોઈને પૃથ્વીના લોકોએ રોમાંચ અનુભવ્યો, ખડક અને પહાડી ભૂરચનાનાં રંગીન ચિત્રોને જોઈને લોકોની જિજ્ઞાસા વધી. અને મંગળના આકાશમાં વાદળો અને સૂયાસ્તના દૃશ્યને જોઈને લોકો રોમાંચિત થઈ ગયા. મિશનના પહેલા મહિના દરમિયાન, અંતરિક્ષયાનની પ્રવૃત્તિમાં રસ બતાવનાર લોકોએ ઈંટરનેટ પરના પાથફાઈન્ડરના વેબ પેજને ૫૦ કરોડથી વધુ વાર “હિટ” કર્યો.
પાથફાઈન્ડરે વિગતોનો ઢગ ખડકી દીધો, એટલી અપેક્ષા તો મિશનના વૈજ્ઞાનિકાએ પણ રાખી ન હતી. એ તેણે ૦ ડિગ્રી સેલ્સિયસથી -૮૦ ડિગ્રી સેલ્સિયસના ઠંડા તાપમાન હોવા છતાં કર્યું. આ મિશને શું પ્રગટ કર્યું?
કેમરા અને ઉપકરણોએ પહાડો, માટી, અને હવામાં ઉડનારી રસાયણ મિશ્રણ ધૂળ, રંગ, અને તત્ત્વો શોધ્યા, જેનાથી સંકેત મળે છે કે મંગળગ્રહ પર જટિલ ભૂવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ થઈ છે. આસપાસની ભૂરચનામાં નાના નાના ઢગલાઓએ ઉત્તર-પૂર્વની હવાઓ દ્વારા ભૂરી ભૂરી રેતી ભેગી થવાનો પુરાવો આપ્યો છે. આકાશમાં સવાર થતા પહેલાના વાદળ દેખાયા જે પાણીના બરફના કણોથી બનેલાં હતાં. જેમ જેમ વાદળો વિખરાયા અને અને સવાર થઈ તેમ, વાતાવરણમાં બારીક ધૂળ હોવાને કારણે આકાશમાં લાલી છવાઈ ગઈ. પ્રસંગોપાત્ત, ધૂમ્મર, પવન અને ધૂળના વંટાળિયો અંતરિક્ષયાનની ઉપરની પસાર થઈ જતો.
માર્સ પાથફાઈન્ડરે તો એવો અનુભવ કરાવ્યો છે કે જે શાબ્દિક અર્થમાં જાણે કે અલૌકિક છે. યુનાઈટેડ સ્ટેટ્સ અને જાપાન આવતા દર્શકોમાં મંગળગ્રહના વધુ મિશનોની યોજના બનાવી રહ્યા છે. તેના પછી એક ભ્રમણકરનાર અંતરિક્ષયાન, માર્સ ગ્લોબલ સર્વેયર મંગળ પર પહોંચી ચૂક્યું છે જેથી વધુ વૈજ્ઞાનિક શોધ કરી શકે. ખરેખર, અમે અંતરિક્ષયાનમાં લગાવેલા કેમરાથી મંગળની સફર કરીએ છીએ તેમ તેમ, એ લાલ ગ્રહથી વધુ સારી રીતે પરિચિત થઈ જઈશું.—આભાર.
[Caption on page ૨૪]
ઊડવું ઊતરવું મંગળ પર
[Caption on page ૨૫]
બધા ફોટાઓ: NASA/JPL