તે મારા પ્રેમમાં ન હોય તો?
“હું ચિંતા કરું છું અને મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છું. હું તેના પ્રેમમાં છું. પરંતુ હું મારા પ્રત્યેની તેની લાગણીઓ જાણતી નથી. હું શું કરું? શું હું જઈને તેને કહું કે, ‘હું તેને પ્રેમ કરું છું’? ના, ના, હું એમ કરી શકતી નથી! બીજાઓ મારા વિષે શું કહેશે?”—હુડા.a
હુ ડૉ, એક યુવાન લેબનીઝ સ્ત્રી, કોઈકના પ્રેમમાં હતી કે જે તેને પ્રેમ કરતો ન હતો. એ સામાન્ય સમસ્યા છે. ઝેના નામની બીજી યુવાન સ્ત્રીને એવો જ અનુભવ થયો હતો. તે યાદ કરે છે: “હું તેને દરરોજ જોતી હતી કારણ કે તે અમારો પાડોશી હતો. તે ઘણો આકર્ષક અને દેખાવડો હતો. તેથી હું તેના પ્રેમમાં પડી.”
અલબત્ત, કોઈના માટે તીવ્ર લાગણીઓ હોવી એમાં કંઈ જ ખોટું નથી—એમ માનીને કે તે વ્યક્તિ એક ખ્રિસ્તી સાથે લગ્ન કરી શકે એવી છે. (નીતિવચન ૫:૧૫; ૧ કોરીંથી ૭:૩૯) યુવાન સ્ત્રીની લગ્ન કરવાની અને કુટુંબ ધરાવવાની ઇચ્છા ખોટી નથી. પરંતુ તમે અયોગ્ય વ્યક્તિ સાથે પ્રેમમાં પડો કે જે તમારી લાગણીઓથી અજાણ હોય—કે તમારા પ્રેમમાં ન હોય તો શું?
પ્રેમરોગ થવાની પીડા
હુડાની જેમ, તમને પણ લાગી શકે કે તમે લાગણીમય વાવાઝોડાથી ઘેરાય ગયા છો. આનંદદાયક લાગણીમય રોમાંચ જલદી જ નિરાશામાં પણ ફેરવાઈ જઈ શકે. ઝેનાએ કહ્યું, “કેટલીક વખત હું દુનિયાની સૌથી સુખી છોકરી હાઉં એવું લાગતું, અને કેટલીક વખત સૌથી ઉદાસ થઈ જતી.” એકપક્ષીય પ્રેમ ચિંતા, ઊંઘ વગરની રાત્રિઓ, અને ઉદાસીનતાનો ઉદ્ભવ બની શકે.
નીતિવચન ૧૩:૧૨માં બાઇબલ કહે છે: “આશાનું ફળ મળવામાં વિલંબ થયાથી અંતઃકરણ ઝુરે છે.” અને અપેક્ષાઓ બિલકુલ વાસ્તવિક બનતી નથી ત્યારે, એ વ્યક્તિને ઉજાડી શકે! તમે પોતાને હર વખત એ વ્યક્તિ વિષે જ વિચાર કરતા, તેના વિષેના નજીવા સમાચાર પણ સાંભળવા ઉત્સુક જોશો. તમે તેનું ધ્યાન ખેંચવા કંઈને કંઈ તરકીબો અથવા તેની સાથે રહેવા બહાના શોધતા હોય શકો. અને તમે તેની આસપાસ હોવ ત્યારે, તમે સામાન્ય રીતે વર્તવામાં મુશ્કેલી અનુભવી શકો.
બાબતો ખાસ કરીને ગૂંચવણભરી બની શકે જ્યારે તમે જેન ચાહતા હોવ તે અમુક સમય બધાની વચ્ચે તમારા પર ખૂબ ધ્યાન આપે અન બીજા સમય એવું બતાવ કે તેને તમારામાં કોઈ રસ નથી. અને તમે તેને કોઈ બીજી વ્યક્તિ પર વધુ ધ્યાન આપતા કે થાડું પણ માયાળુપણું બતાવતા અને બીજાઓ પ્રત્યે વિવેકી બનતા જુઓ તો, એ તમને ઈર્ષાળુ બનાવી શકે. બાઇબલ કહે છે: “ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે; પણ અદેખાઈની સામે કોણ ટકી શકે?”—નીતિવચન ૨૭:૪.
હુડાએ કબૂલ્યું: “મેં એવી અવર્ણનીય કડવી ઈર્ષા અનુભવી કે જો મેં એ વલણ બદલ્યું ન હોત તો, મારું મગજ ગાંડું બની ગયું હોત.” સ્વ-ધિક્કારની લાગણીઓ પણ પરિણમી શકે. હુડાએ કહ્યું: “જે મને પ્રેમ કરતો ન હતો એવા કોઈકના પ્રેમમાં પડવા માટે અને પોતાને દુઃખી કરવા માટે મેં પોતાનો જ વાંક કાઢ્યો.”
પશ્ચિમી દેશોમાં કે જ્યાં યુવાન સ્ત્રી યુવાન પુરુષ સમક્ષ વાત કરવામાં અને પોતાની લાગણીઓને વ્યક્ત કરવામાં મુક્ત હોઈ શકે છતાં, બધી સ્ત્રીઓ એવું વલણ ધરાવતી નથી. અને કેટલીક સંસ્કૃતિઓમાં, એને અયોગ્ય ગણવામાં આવ છે અથવા છોકરીની આવી પહેલને અનુચિત પણ ગણવામાં આવે. તો પછી, તમે જેના પ્રેમમાં પડ્યા હો તે તમને સામે પ્રેમ ન કરતો હોય તો તમે શું કરી શકો?
તમારી લાગણીઓન કાળજીપૂર્વક તપાસવી
પ્રથમ, તમારી લાગણીઓને શાંતિથી અને હતુપૂર્વક તપાસવાના પ્રયત્ન કરો. બાઇબલ ચેતવણી આપે છે: “જે માણસ પોતાના હૃદય પર ભરોસો રાખે છે તે મૂર્ખ છે.” (નીતિવચન ૨૮:૨૬) શા માટે? કારણ કે હૃદયનો ન્યાય વારંવાર ગેરમાર્ગે દારે છે. (યિમયાહ ૧૭:૯) અને આપણે જેને પ્રેમ કહેતા હોઈએ એ બીજું જ કંઈક હોઈ શકે. “મને ધ્યાન અને પ્રેમની જરૂર છે,” હુડા કબૂલ છે. “મને કોઈના પ્રેમ અને કાળજીની જરૂર હતી. બાળપણથી મેં ક્યારેય પ્રેમ મેળવ્યો નથી. એણે મને ઊંડી રીતે અસર કરી.” તમે બિનપ્રેમાળ કે અસભ્ય કૌટુંબિક વાતાવરણમાંથી આવ્યા હોય તો, તમે પ્રેમ અને સ્વીકારના ભૂખ્યા હોય શકો. પરંતુ શું એનો જવાબ રોમાંચિત સંબંધ છે?
દુઃખદપણે, જે લોકો દુઃખી અને એકલાપણું અનુભવ છે, તેઓ મોટા ભાગે સારા લગ્ન સાથી બનતા નથી. તેઓ જેની અત્યંત જરૂર અનુભવે છે એ મેળવવાની અપક્ષા રાખીને લગ્નાવસ્થામાં પ્રવેશે છે. તેમ છતાં, સુખીપણું આપવાથી આવે છે, લેવાથી નહિ. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) અને સ્ત્રી પોતાના માટે વાજબી સંતાષ ઇચ્છે અને ‘પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર લક્ષ રાખે’ તો, તે લગ્નને વધુ સારી રીતે હાથ ધરવા તૈયાર થાય છે.—ફિલિપી ૨:૪.
તમે લગ્ન કરવાના દબાણ હેઠળ હો ત્યારે, વિરુદ્ધ જાતિની વ્યક્તિ જરાય પણ રસ બતાવે એની સહેલાઈથી ગેરસમજણ થઈ શકે. કેટલીક વખત યુવાન સ્ત્રીના રામાંસની ઇચ્છા મિત્રો અને કુટુંબ દ્વારા ઉદ્ભવી હોય છે. કેટલાક સમાજોમાં છોકરી લગ્ન કરવા ઉંમરલાયક થાય એટલ તેના લગ્ન માટે દબાણ કરવામાં આવે છે. મધ્ય પૂર્વમાં સ્ત્રીઓ (અંગ્રેજી) પુસ્તક કહે છે: “સ્ત્રી ત્રીસીની નજીક હોય અને હજુ કુંવારી હોય તો, તે પોતાના કુટુંબની મોટી ચિંતાનું કારણ બને છે.” કુટુંબનું માન સમાયેલું હોવાથી, પિતા પાતાની દીકરીઓને બને એટલી જલદી પરણાવી દેવાનો પ્રયત્ન કરી શકે.
તથાપિ, બાઇબલ સિદ્ધાંતો સંસ્કૃતિની ઉપરવટ જાય છે. અને શાસ્ત્રવચનો યુવાન લોકોને તેઓ ‘પુખ્ત ઉંમરʼના થાય ત્યાં સુધી લગ્ન કરવા માટે રાહ જોવાનું કહે છે. (૧ કોરીંથી ૭:૩૬) તેથી, તમને લાગે કે તમારા મિત્રો કે માબાપ તમને લગ્ન કરવાનું દબાણ કરે છે, તો શું? બાઇબલ આપણને જણાવે છે કે દૈવી સુલામી છોકરીએ ‘પોતાના પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તેને ઢંઢાળીને ઉઠાડવો નહિ કે જગાડવો નહિ’ એવી વિનંતી કરી. (ગીતોનું ગીત ૨:૭) કદાચ તમે પોતાને એવી જ મક્કમ રીતે વ્યક્ત કરીને પરિણામ લાવી શકો, ખાસ કરીને જો તમારાં માબાપ દૈવી-ભય રાખનાર હોય.
સત્ય સ્વીકારવું
હજુ પણ, તમને લાગતું હોય કે તમે જેને ચાહો છો, તેના વિષે સત્ય જાણવું જ જોઈએ. એમ કરવું સહેલું નથી અને એ લાગણીમય દુઃખ પણ આપી શકે. પરંતુ શાસ્ત્રવચનો આગ્રહ કરે છે: “સત્ય ખરીદ, અને તેને વેચી ન દે.” (નીતિવચન ૨૩:૨૩) પોતાને પૂછો, ‘હું પ્રેમમાં છું એવું માનવા મારી પાસે કોઈ સારું કારણ છે? તે વ્યક્તિને હું કેટલી હદે જાણું છું? હું તેના વિચારો, લાગણીઓ, મંતવ્યો, ટેવો, સિદ્ધાંતો, ક્ષમતાઓ, સૂઝ, અને જીવનઢબ વિષે શું જાણું છું?’
બીજી વિચારવા જેવી બાબત એ છે કે વ્યક્તિને તમારામાં સાચો રસ છે કે કેમ. ઘણી વખત, સદ્વ્યવહાર અથવા મિત્રતાનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે. “તે દયાળુ બનવા માંગતો હતો,” હુડાએ કહ્યું, “પરંતુ તેના શબ્દો અને કાર્યોનું મેં વ્યક્તિગત રસ તરીકે અર્થઘટન કર્યું કારણ કે હું એ જ ઇચ્છતી હતી. તે મારામાં રસ ધરાવતો ન હતો એ જાણ્યા પછી, મને નીચું જોવા જેવું લાગ્યું. મને લાગ્યું કે હું તેને યોગ્ય ન હતી અને મારામાં કંઈક ખામી હતી.”
કદાચ તમને પણ એવા અનુભવથી એવું જ લાગતું હોઈ શકે. જો કે, તમે એક વ્યક્તિની નજરમાં યોગ્ય ન હો, એનો અર્થ એવો નથી થતો કે તમે બીજા કોઈની નજરમાં પણ યોગ્ય નહિ હો. સર્વ કરીને, જગતમાં તે એક જ યુવાન માણસ નથી!
દુઃખમાંથી બહાર આવવું
તેમ છતાં, તમારી દુઃખદ લાગણીઓમાંથી બહાર આવવું સમય માંગી લઈ શકે. શું મદદ કરી શકે? એક બાબત એ છે કે ખુલ્લા હૃદયથી સાચા “મિત્ર”—પરિપકવ ખ્રિસ્તી જે તમને સાંભળશે, તેની સાથે વાત કરો. (નીતિવચન ૧૭:૧૭) કદાચ મંડળમાં કોઈ વૃદ્ધ સ્ત્રી હોય તેની સાથે તમે વાત કરી શકો. ખ્રિસ્તી માબાપ પણ મદદ અને ટેકો આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે. ઝેના યાદ કરે છે: “અમારા મંડળમાંની એક ખ્રિસ્તી બહેને મારા દુઃખની નોંધ લીધી અને તે મને મદદ કરવા યોગ્ય વ્યક્તિ હતી. મને તેની સાથે સારું લાગ્યું અને મેં બધું જ જણાવી દીધું. તેણે મને મારાં માબાપને બધું જ કહેવા ઉત્તેજન આપ્યું. તેથી મેં તેઓને વાત કરી, અને તેઓ સમજ્યા અને મને મદદ કરી.”
પ્રાર્થનાની મદદ યાદ રાખો. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) હુડા કહ છે: “યહોવાહને પ્રાર્થના કરવાથી મારા દુઃખ ભૂલવા મદદ મળી. મેં ચાકીબુરજ અને સજાગ બનો! સામયિકામાંથી મદદરૂપ લેખો પણ વાંચ્યા.” વધુમાં, એ મહત્ત્વનું છે કે તમે પોતાને એકલા ન બનાવી દો. (નીતિવચન ૧૮:૧) બીજા લોકો સાથે ભળો. “બીજી બાબત એ છે કે જેણે મને મદદ કરી,” ઝેના યાદ કરે છે, “મેં પોતાને વ્યસ્ત રાખી અને પાયોનિયર [પૂરા સમયની સુર્વાતિક] બની. મેં મંડળની બીજી બહેનો સાથે પણ મારી સંગત વધારી. એણે મને આત્મિકતામાં પ્રગતિ કરવામાં મદદ કરી.”
બાઇબલ ‘પ્રીતિ કરવાના વખત’ વિષે કહે છે, અને યોગ્ય સમયે તમે કોઈકને મળો પણ ખરા જે તમને ચાહતું હોય. (સભાશિક્ષક ૩:૮) યહોવાહ દેવે માનવીઓને લગ્નનો આનંદ માણવાની ઇચ્છા સાથે ઉત્પન્ન કર્યા છે, અને તમે પણ છેવટે આપણા ભવ્ય બનાવનારની આ સુંદર જોગવાઈનો આનંદ માણી શકશો. એ સમય દરમિયાન, તમારા એકલાપણાનાં વર્ષોનો સૌથી સારા ઉપયોગ કરો, જેમાં પાઊલ પ્રેરિત કહે છે તેમ, “નિશ્ચિંત” હોય છે? (૧ કોરીંથી ૭:૩૨-૩૪) કોઈપણ કિસ્સામાં, તમે બાઇબલ વચનની પરિપૂણતામાં ખાતરી રાખી શકો: “તું [યહોવાહ] તારા હાથ ખોલીને સર્વ સજીવાની ઈચ્છાને તૃપ્ત કરે છે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬.
[Footnotes]
a એમાં સંકળાયેલાઓને ખાનગી રાખવા નામો બદલવામાં આવ્યાં છે.
[Caption on page ૨૭]
કેટલીક વખત, દયાળુપણાનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે