વિશ્વ નિહાળતા
કિરણોત્સર્ગી રત્નો
બેન્ગકોકમાં એક વેપારીને રત્નપથ્થરો વેચવામાં આવ્યા, એ કિરણોત્સર્ગી હતા એ જાણ્યું ત્યારે તરત આંતરરાષ્ટ્રીય વેપાર સતર્ક બન્યો. સાહબુદ્દીન નીઝામુદ્દીન, એક અનુભવી રત્ન વેપારી છે અને મોકાનો લાભ લઈ સોદા કરી લે છે. તેથી, એક ઇન્ડોનેશ્યન વેપારીએ તેને બિલાડીની આંખો જેવાં ૫૦ રત્નો સામાન્ય કરતાં ઓછી કિંમતે ઑફર કર્યા ત્યારે, તેણે તરત સાદો કરી લીધો. “દરેકને ચોકલેટ જેવો રંગ હતો જેની વચ્ચે ખાસ સપ્તરંગી પ્રકાશ હતો જેમાં બીલાડીની કીકી જેવી ઝલક હતી,” એશિયાવીક અહેવાલ આપે છે. તેમ છતાં, રત્નોની ચમકનો ઉદ્ભવ કંઈક બીજો જ હતો. તેના રંગને વધારવા માટે તેને કિરણોત્સર્ગી કરવામાં આવ્યો હતો જેથી એની કિંમત વધી શકે. હોંગકોંગમાં, એક ઝવેરાતના મેળામાં એક વધુ પથ્થર મળ્યો જે એશિયાઈ વિકિરણ સુરક્ષા સીમાથી ૨૫ ગણો વધુ હતો. “અત્યાર સુધી આ સમસ્યા ફક્ત કેટ્સ-આઈ કિર્સોબેરિલ સાથે શરૂ થઈ છે,” સામયિક કહે છે.
વાંચનની ટેવો
સરેરાશ બ્રાઝિલવાસીઓ વર્ષમાં ૨.૩ પુસ્તકો જ વાંચ છે, જરનલ દે ટારડે અહેવાલ આપે છે. શાળા છોડ્યા પછી, મોટા ભાગના બ્રાઝિલવાસીઓને પુસ્તકો સાથે કોઈ સંબંધ રહેતો નથી. ઓટાવીનો દે ફ્યોરા, સંસ્કૃતિના કારભારનો સક્રેટરી કહે છે, “ખરેખર સમસ્યા એ છે કે બ્રાઝિલમાં વંચાતાં પુસ્તકોના ૬૦ ટકા” શાળામાં બાળકો માટેના “પાઠ્યપુસ્તકો છે.” “બાકીના ૪૦ ટકામાં, મોટા ભાગનાં ધાર્મિક અને ગુપ્ત પુસ્તકો, જાતીયતા વિષે પુસ્તકો, અથવા સ્વ-મદદનાં પુસ્તકો હોય છે.” વર્તમાનપત્ર કહે છે. વાંચન ટેવો સંબંધી, દ ફાઈરે અવલાકે છે: “બાળકો કુટુંબમાં, શાળામાં, અને ટીવીની આસપાસ ભેગાં મળે છે. કુટુંબમાં વાચકો ન હોય તા, તેઓ પ્રોત્સાહન મેળવશે નહિ.” તે ઉમરે છે: “ટીવી સંબંધી, વાંચવાનું પ્રોત્સાહન આપવું મોટા ભાગની ચેનલોની છેલ્લી ચિંતા છે.”
ગરીબી અને વાતાવરણ
આર્થિક વૃદ્ધિ હોવા છતાં, હજુ પણ જગતવ્યાપી ૧.૩ અબજ કરતાં વધુ લોકો દિવસના બે ડૉલર કરતાં ઓછાથી નિભાવે છે. યુએનનો એક અહેવાલ કહે છે, ગરીબી હટતી નથી પરંતુ વધતી જાય છે. આજે એક અબજથી વધુ લોકો ૨૦, ૩૦ કે ૪૦ વર્ષ પહેલાં જેટલું કમાતા હતા એના કરતાં આછું કમાય છે. બદલામાં, એ પર્યાવરણના વિનાશમાં ફાળો આપે છે કારણ કે “ગરીબીના કારણે પોતાની જરૂરિયાતા પૂરી કરવા પ્રાકૃતિક સાધનોનો તાત્કાલિક ઉપયોગ કરવામાં આવે જે લાંબા સમયના સંરક્ષણના કોઈ પણ પ્રયત્નને અઘરો બનાવે છે,” યૂનેસ્કા સૉર્સસ સામયિક જણાવે છે. “વર્તમાન દરોમાં, કરેબિયનનું જંગલ ૫૦ વર્ષથી પહેલાં સંપૂર્ણ રીતે અદૃશ્ય થઈ જશે . . . રાષ્ટ્રીય સ્તર પર સ્થિતિ એથી પણ વધુ ખરાબ છે: ફિલીપીનું જંગલ ૩૦ વર્ષ, અફગાનિસ્તાનનું ૧૬ વર્ષ અને લેબનનનું ૧૫ વર્ષમાં ખલાસ થઈ જશે.”
ગીર્દીમાં વર્ષા
ઇટાલીનાં મુખ્ય શહેરોના રહેવાસીઓ પોતાના ઘરથી કામ કે શાળામાં જતા કે આવતા ઘણો સમય વીતાવે છે. કેટલો સમય? ઇટાલિયન પર્યાવરણીય સંઘ, લેગામબીઅન્ટ અનુસાર, નેપલ્ઝના નાગરિકો દરરોજ ૧૪૦ મિનિટ મુસાફરી કરે છે. ૭૪ વર્ષનું સરેરાશ આયુષ્ય ધારવામાં આવે તો, નેપલ્ઝવાસી પોતાના જીવનના ૭.૨ વર્ષ મુસાફરીમાં ગુમાવે છે. એક રૂમી, જે દરરોજ ૧૩૫ મિનિટ મુસાફરી કરે છે, તેથી કુલ ૬.૯ વર્ષ ગુમાવે છે. બીજાં શહેરોમાં પણ પરિસ્થિતિ એના જેટલી જ ખરાબ છે. બાલોન્યાના લોકો ૫.૯ વર્ષ અને મિલનના લોકો ૫.૩ વર્ષ ગુમાવે છે, વર્તમાનપત્ર લા રિપબ્લિકા અહેવાલ આપે છે.
લાંચનો અંત શોધવો
ચીનમાં એ હુઈલુ; કેન્યામાં, કીટુ કીડોગો છે. મેક્સીકોમાં ઊના મોરડીડા; રશીયામાં, ફીટકા; અન મધ્ય પૂર્વ, બક્શીશ શબ્દાવલિ ઉપયોગ કરે છે. ઘણાં રાષ્ટ્રામાં લાંચ એ જીવનનો માર્ગ છે, અને કેટલીક વખત એ ધંધો કરવાની, કેટલીક સામગ્રી પેદા કરવાની, કે ન્યાય મેળવવાની એક માત્ર રીત છે. તેમ છતાં, તાજેતરમાં, ૩૪ દેશોએ આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવહારમાંથી લાંચને કાઢી નાખવાના ધ્યેયથી કોલકરાર પર સહી કરી. તેઓએ એમાં ઈકોનોમિક કોર્પોરેશન અને ડેવલપમેન્ટ માટેની સંસ્થા, સાથે આરજેન્ટિના, બ્રાઝિલ, બલ્ગેરિયા, ચીલી, અને સ્લોવાકીયાના ૨૯ સભ્યોનો સમાવેશ કર્યો. જગતની પ્રમુખ આર્થિક સંસ્થાઓ—વર્લ્ડ બૅંક અને આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડ—પણ સરકારી ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં પગલાં લઈ રહી છે. આ પગલાં ત્યારે લેવામાં આવ્યા જ્યારે વિશ્વબૅંકના એક સર્વેક્ષણે બતાવ્યું કે ૬૯ દેશોમાં ૪૦ ટકા વેપારો લાંચ આપી રહ્યા હતા. આ બે સંગઠન હવે એ બે દેશાની આર્થિક મદદ બંધ કરવાની પરવાનગી આપે છે જે લાંચને નજર અંદાજ કરે છે.
ધૂમ્રપાન કાયમી નુકસાન પહોંચાડે છે?
તાજેતરનો અભ્યાસ કહે છે કે ધૂમ્રપાનથી ધમનીઓને કાયમી નુકસાન પહોંચી શકે છે. ધ જરનલ ઑફ ધી અમેરિકન મડિકલ એસોશિએશનમાં સંશોધકોએ અહેવાલ આપ્યો કે સિગારેટ પીવી અને એના ધુમાડા લેવા પણ ધમનીઓને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. અભ્યાસમાં ૪૫થી ૬૫ વર્ષના ૧૦,૯૧૪ પુરુષો અનો સ્ત્રીઓ પર ધ્યાન આપવામાં આવ્યું. આ સમૂહમાં એવા લોકોનો સમાવેશ થતો હતો જે સિગારેટ પીવે છે, જેઆએ સિગારેટ છોડી દીધી છે, જેઓ સિગારેટ નથી પીતા પરંતુ સામાન્ય રીતે તેના ધુમાડાની આસપાસ રહે છે, અને જેઓ સિગારેટ પણ પીતા નથી અને એના ધુમાડાની આસપાસ પણ રહેતા નથી. અલ્ટ્રાસાઉંડનો ઉપયોગ કરીને સંશોધકોએ એ લોકોની ચક્રીય ધમનીની જાડાઈ માપી. એ જાડાઈને ત્રણ વર્ષ પછી ફરી માપવામાં આવી.
અપેક્ષા રાખી હતી તેમ, નિયમિત સિગારેટ પીનારાઓની ધમનીઓનું જાડાઈપણું ઘણું વધી ગયું હતું—૩૩ વર્ષોથી દરરોજ લગભગ એક પેકૅટ પીતા હતા, તેઓનું તો ૫૦ ટકા વધ્યું હતું. સિગારેટ છોડી દીધી હતી તેઓની ધમનીઓ પણ સંકાચાઈ હતી, અને એ સંકોચન કદી સિગારેટ નહીં પીનારાઓની સરખામણીમાં ૨૫ ટકા વધુ ઝડપથી થઈ હતી—જેમાંના કેટલાકે તો ૨૦ વર્ષ પહેલાં છોડી દીધી હતી. જેઓ સિગારેટ પીતા નથી પરંતુ એના ધુમાડાની આસપાસ રહે છે તેઓની ધમનીઓમાં એવા લોકોથી ૨૦ ટકા વધુ સંકોચન જોવામાં આવ્યું જેઓ આ ધુમાડાની આસપાસ નથી આવતા. અભ્યાસ અનુસાર, સિગારેટના ધુમાડાની આજુબાજુ રહેવાથી દર વર્ષે ફક્ત અમેરિકામાં જ લગભગ ૩૦,૦૦૦થી ૬૦,૦૦૦ મૃત્યુનું કારણ માનવામાં આવે છે.