અ મા રા વા ચ કો ત ર ફ થી
મૂત્રપિંડો હું તમને કહેવા માંગુ છું કે “તમારાં મૂત્રપિંડો—જીવન-દાયક ગળણી” (સપ્ટેમ્બર ૮, ૧૯૯૭) લેખથી હું કેટલી પ્રભાવિત થઈ. મારા ડૉક્ટરે મને જણાવ્યું કે મને મૂત્રપિંડની સમસ્યા છે. આ લેખને કારણે, હવે મને લાગે છે કે હું મારી માંદગીમાં ઓછી એકલતા અનુભવું છું.
વી. એમ., યુનાઈટેડ સ્ટેટ્સ
મને મૂત્રપિંડનો રોગ છે કે જે માટે હું ચાર મહિના હૉસ્પિટલમાં હતો. તમારો લેખ વાંચવાથી મને એ સમજવામાં મદદ મળી કે હું મારા શરીરથી કઈ રીતે અજાણ હતો. હવે હું મારી પરિસ્થિતિ વિષે બીજાઓને સારી રીતે સમજાવી શકું છું.
એસ. એચ., જાપાન
આ લેખ એ સમય આવ્યો જ્યારે મારી પત્નીને કહેવામાં આવ્યું કે તેને મૂત્રપિંડનું કેન્સર હતું. નિદાન સમયે અમને આઘાત લાગ્યો, પરંતુ સર્જને અમને મૂત્રપિંડનાં જુદાં જુદાં કાર્યો વિષે સમજાવ્યું ત્યારે અમે સ્પષ્ટપણે સમજી શક્યા હતા. મારી પત્નીને નેફરેક્ટમીની શસ્ત્રક્રિયા કરવામાં આવી અને હવે તે આરામ કરી રહી છે.
જી. એસ., ભારત
ધિક્કાર શૃંખલા “શા માટે આટલા બધો ધિક્કાર? શા માટે આટલો થોડો પ્રેમ?” (ઑક્ટોબર ૮, ૧૯૯૭) અત્યાર સુધી છાપલા લેખોમાં એ સૌથી સારા લેખો હતા. એ લેખોએ મને વધુ સ્પષ્ટ રીતે જોવામાં મદદ કરી કે શા માટે લોકો અજાણ્યાઓ અને જુદી સંસ્કૃત્તિના લોકો પર ભરોસો નથી કરતા.
જે. એમ., યુનાઈટેડ સ્ટેટ્સ
સાંભળવાની ભેટ “તમારી શ્રવણશક્તિ—એક મૂલ્યવાન ભેટ” (ઑક્ટોબર ૮, ૧૯૯૮) લેખ માટે હું તમારી કદર વ્યક્ત કરવા માગું છું. લેખ વાંચ્યા પહેલાં, મેં વિચાર્યું હતું કે હું કાનના જુદા જુદા ભાગ વિષે અને આપણે કઈ રીતે સાંભળીએ છીએ એ વિષે ઘણું જાણું છું. તેમ છતાં, મને ખબર ન હતી કે હું કેટલો બધો અજાણ હતો. પાન ૨૬ પરનું ચિત્ર અદ્ભુત હતું! કાનનું ચિત્ર બનાવવામાં જે બુદ્ધિ વાપરી છે અને પ્રયત્નો કર્યા છે એનાથી આશ્ચર્યમાં પડી ગયો. હું સાચો કાન ઉત્પન્નકરનાર વિષે વિચારીને વધુ આશ્ચર્ય પામ્યો!
એ. એસ., યુનાઈટેડ સ્ટેટ્સ
હું અને મારો મિત્ર બંને તબીબી નિષ્ણાત છીએ, અને અમે અંતઃકરણપૂર્વક માનીએ છીએ કે અમારાં ઘણાં વર્ષોના દુન્યવી અભ્યાસમાં, અમે આવા લેખ ક્યારેય વાંચ્યા નથી કે જેમાં કાનને સાદો અને ચોકસાઈ રીતે વર્ણવ્યો હોય. આ લેખ અમને ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪ના શબ્દો સાથે સહમત બનાવે છે: “ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે.”
એમ. બી. અને ઝેડ. બી., વેનેઝુએલા
હું દારૂડિયા ડ્રાયવરનો ભોગ બન્યો હતો. એક મહિનો બેભાન રહ્યા પછી, જાગ્યો ત્યારે મારું જગત બહેરું બની ગયું હતું. ૧૮ વર્ષ પછી, હજુ પણ હું ખરેખર બહેરો છું, પરંતુ સાંભળવાની સહાયોની મદદથી, હું અમુક માત્રામાં સાંભળી શકું છું. આ સમયસરનો લેખ જેઓ સાંભળી શકે છે, તેઓને જેઓ સાંભળી શકતા નથી તેઓ પ્રત્યે સહાનુભુતિ બતાવવામાં ખરેખર મદદ કરશે.
કે. સી., યુનાઈટેડ સ્ટેટ્સ
જગતનો ભાગ નહિ “બાઇબલનું દૃષ્ટિબિંદુ: ‘જગતનો ભાગ નહિ’—એનો અર્થ શું થાય છે,” (સપ્ટેમ્બર ૮, ૧૯૯૭) લેખ મને ખૂબ જ ગમ્યો. એનો અભ્યાસ કર્યા પછી, મેં બિન-ખ્રિસ્તીઓને માટે “દુન્યવી” વક્તવ્યો ઉપયોગ કરવાનું બંધ કરવાનું નક્કી કર્યું. છેવટે તો, ૩૦ વર્ષો પહેલાં હું પોતે ખ્રિસ્તી ન હતી. જે વ્યક્તિએ પ્રથમ વખત મને બાઇબલનો પરિચય કરાવ્યો ત્યારે, તેણે ઘમંડી વલણ બતાવ્યું હોત તો, હું કદાચ ફરી ક્યારેય સાક્ષીઓ સાથે વાત કરવા માંગતી ન હોત!
બી. જી., યુનાઈટેડ સ્ટેટ્સ
મુશ્કેલી-વિનાનો પારાદેશ હું નવ વર્ષની છું, અને હું “મુશ્કેલી વિનાનો પારાદેશ—જલદી જ એક વાસ્તવિકતા.” (નવેમ્બર ૮, ૧૯૯૭) લેખ માટે તમારો આભાર માનવા માંગુ છું. લેખ ખરેખર મને સ્પર્ષ્યો કારણ કે મારા પિતા બહાર હતા, અને એ રાત્રે માતા અને હું એક બારી ખોલતા પણ ઘભરાતા હતા કેમ કે કોઈક અમારા ઘરમાં પેસી જાય તો. તેથી સર્વ ગુના અને હિંસા કાઢી નાખવા યહોવાહ દેવે કઈ રીતે વચનો આપ્યાં છે એ વિષે વાંચ્યું ત્યારે, મને દિલાસા મળ્યો.
ડી. એમ., યુનાઈટેડ સ્ટેટ્સ