પોલીસ અધિકારીની માફી
ટોમ વિલ લેન એ પોલીસ અધિકારી હતો, જેના વિષે એડવર્ડ મિકાલેકે ડિસેમ્બર ૨૨, ૧૯૯૬ના “સજાગ બનો!” (અંગ્રેજી) ના લેખ “આવનાર પરીક્ષણો માટે શક્તિ મળી”માં જણાવ્યું હતું. વૃત્તાંતમાં, મિકાલેકે બતાવ્યું:
“યુ.એસ.એ.માં વૉર્ટન, ટેક્સસનો પોલીસ અધિકારી ગુસ્સાથી સળગી રહ્યો હતો. મને ચોથી વખત જેલમાં લઈ જતી વખતે તે બરાડ્યો: ‘તું શા માટે આજ્ઞા માનતો નથી?’
“‘મને એ કરવાનો પૂરો હક્ક છે,’ મેં તરત જવાબ આપ્યો. એનાથી પોલીસ અધિકારી વધુ ગુસ્સે થયો, અને તે મને કોરડાથી ફટકારવા લાગ્યો. બીજા અધિકારીઓ પણ તેની સાથે જોડાયા અને મને પોતાની બંદૂકાથી ઠોસા મારવા લાગ્યા.”
મેરી પરેસ નામની સ્ત્રી ૧૯૬૦ની શરૂઆતમાં પોલીસ અધિકારી લેન માટે કામ કરતી હતી, તેણે તાજેતરમાં જ લખ્યું: “તે જાણતો હતો કે હું યહોવાહની સાક્ષી હતી. તેણે મને જણાવ્યું કે તેણે એડ મિકાલેકને કેટલો સતાવ્યો હતો. તેણે મને વિનંતી કરી કે હું બીજા સાક્ષીઓને જણાવું કે તેને પોતાના પગલાથી પશ્ચાત્તાપ થાય છે. તેણે મને કહ્યું કે તને ખબર ન હતી કે સાક્ષીઓ સારી રીતે કાયદાને પાળનારા લોકો છે. તે ખરેખર ખૂબ દિલગીર હતો.”
મેરીએ ઉમેર્યું: “જો કે થોડાં વર્ષો પહેલાં પોલીસ અધિકારીનું મૃત્યુ થઈ ગયું છે છતાં, હું આશા રાખું છું કે આ પત્ર તેની માફી વ્યક્ત કરી દેશે.”
પછી તેણે વર્ણવ્યું કે તે કઈ રીતે એક સાક્ષી બની: “ભાઈ મિકાલેકને ૧૯૪૦ની શરૂઆતમાં સતાવવામાં આવ્યા હતા. એ કારણ ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે મારા ઘરે સાક્ષીઓ આવશે તો હું જરૂર સાંભળીશ. તરત જ અમે બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો. મારા પતિ અને હું ૧૯૪૯માં બાપ્તિસ્મા પામ્યા હતા.”
આ એક બીજું ઉદાહરણ છે કે જે બતાવે છે કે ખ્રિસ્તી સિદ્ધાંતો માટે વ્યક્તિ જે સ્થાન લે છે તેનાથી બીજાનાં જીવનો પર કેટલી ભારે અસર પડી શકે છે. દાખલા તરીકે, પ્રથમ સદીમાં પીતર અને અન્ય પ્રેષિતોએ જે હિંમતપૂર્વક સ્થાન લીધું હતું એનાથી કેટલા લોકો પર ઊંડો પ્રભાવ પડ્યો છે?—પ્રેરિતાનાં કૃત્યો ૫:૧૭-૨૯.
[Caption on page ૩૧]
વર્ષ ૧૯૪૦માં, એડ મિકાલેક અને મેરી પેરેસ