અમારા વાચકો તરફથી
પ્રાણી વૃત્તાંત તમે પ્રકાશિત કરેલાં પ્રાણીઓ વિષેના લેખો વાંચવાનું મને ગમે છે. મેં ક્યારેય પ્લેટિપસ વિષે સાંભળ્યું ન હતું, પરંતુ લેખ “રહસ્યમય પ્લેટિપસ” (જાન્યુઆરી ૮, ૧૯૯૭) વાંચીને હું દંગ થઈ ગયો! એજ અંકમાં, પ્રાણી અને માનવ વચ્ચેની મોહક મૈત્રી વિષેનો લેખ, “એ કુડુએ યાદ રાખ્યું” મારા હૃદયને સ્પર્શી ગયો. માનવીઓ પ્રાણીઓ માટે પ્રેમ અને આદર બતાવે એ કેવું સુંદર છે!
એફ. એ., બ્રાઝિલ
હાર્ટ ઍટેક હું ઘણી આભારી છું કે હું એવા સંગઠન સાથે સંગત ધરાવું છું જે આત્મિક માર્ગદર્શનની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યની પણ કાળજી રાખે છે. “હાર્ટ ઍટેક—શું કરી શકાય?” (જાન્યુઆરી ૮, ૧૯૯૭)માં પ્રકાશિત થયેલ શ્રેણી બતાવે છે કે હૃદયરોગના લક્ષણ કઈ રીતે ઓળખવા. મારા સસરાને આ લક્ષણો દેખાવવા લાગ્યા ત્યારે, અમને ખબર પડી કે એમની સ્થિતિ ગંભીર હોય શકે અને તેમને હૉસ્પિટલે લઈ ગયા. તેમને હાર્ટ ઍટેક હતો; પરંતુ હૉસ્પિટલમાં ૨૪ દિવસ પછી તે ભય મુક્ત હતા.
ઈ. એસ., બ્રાઝિલ
વર્ષ ૧૯૯૫માં મારા પિતા એરોટીક એનેરીજમને કારણે મરણ પામ્યા હતા, તેથી જ્યારે મેં પ્રથમ આ અંકને જોયો ત્યારે મારામાં એ વાંચવાની હિંમત ન હતી. છતાં, મેં એને મહિના પછી વાંચ્યો અને લેખોએ મને દિલાસો આપ્યો કે બીજાઓએ પણ દુઃખોનો સામનો કર્યો છે જે કુટુંબ પર હૃદયની બીમારીથી આવી શકે.
એસ. જે., કૅનેડા
ગયા જુલાઈમાં ઘરઘરના પ્રચાર કાર્ય દરમિયાન મારા પતિ ભાંગી પડ્યા અને હૉસ્પિટલ તરફ દોડ્યા. સુખદ રીતે એ ખતરાની સ્થિતિમાંથી બચી ગયા. તમારો લેખ અમારા માટે ખરા સમયે આવ્યો. એનો ભાગ “કુટુંબોને ટેકો જરૂરી” જોઈને અમે આનંદિત થયા કારણ કે એ અમને લાગતું હતુ એ જ હતું.
એમ. એ., જાપાન
ગયા રવિવારે હું મારા ડાબા હાથમાં સતત દુઃખાવો અનુભવી રહ્યો હતો અને મારી આંગળીઓના ટેરવા જડ થઈ ગયા હતા. મને લાગ્યું કે એ સામાન્ય દુઃખાવો છે. મેં હાર્ટ ઍટેક વિષેનો તમારો લેખ વાંચ્યો ત્યારે, હું ખરેખર સભાન થયો કે હું એ લક્ષણો અનુભવી રહ્યો હતો! હું હૉસ્પિટલના ઈમરજન્સી રૂમમાં ગયો અને ડૉક્ટરોએ જોયુ કે મારા હૃદયની એક મુખ્ય ધમની જામ થઈ ગઈ હતી. બીજે જ દિવસે તેઓએ શસ્ત્રક્રિયા કરી. તમારો એ લેખ ન લખાયો હોત તો એ ઘણું જ શક્ય છે કે અહીં હું આ આભારની નોંધ લખવા હાજર ન હોત!
એન. એસ., યુનાઈટેડ સ્ટેટ્સ
“હાર્ટ ઍટેકનાં લક્ષણો” બૉક્સની હું ખાસ કદર કરું છું. એણે મને એ સમજવામાં મદદ કરી કે તમે અમારી સમસ્યામાં ઊંડો રસ લો છો અને એની સામે લડવા અમને જેની જરૂર છે એ તમે આપો છો.
એમ. બી., સેનેગલ
મારા પિતાને હાર્ટ ઍટેક આવ્યો ત્યારથી અમારા ઘરની પરિસ્થિતિ નાટકીય રીતે બદલાઈ ગઈ. આ મુશ્કેલ ક્ષણો દરમિયાન આ લેખો અમારા માટે મોટો દિલાસો સાબિત થયા.
પી. જી., ઇટાલી
લુઇ પાસ્ચર મારી ઉંમર ૧૨ વર્ષની છે અને હું તમને જણાવવા ઇચ્છું છું કે “લુઇ પાસ્ચર—તેના કાર્યએ શું પ્રગટ કર્યું” (જાન્યુઆરી ૮, ૧૯૯૭)ના લેખની કદર કરું છું. એ વિષે હું મારા વિજ્ઞાનના વિષયમાં ભણી હતી. મેં અહેવાલ તૈયાર કરવામાં આ લેખનો ઉપયોગ કર્યો હતો અને વધારાના દસ ગુણ મેળવ્યા!
એ. પી., યુનાઈટેડ સ્ટેટ્સ