બાઇબલમાં રહેલો ખજાનો | ઝખાર્યા ૧-૮
યહુદી માણસના ઝભ્ભાની કોરને મજબૂતીથી પકડો
દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દસ માણસો કોઈ એક યહુદી માણસની ઝભ્ભાની કોર પકડીને કહેશે: “અમે તારી સાથે આવીશું.” આ છેલ્લા દિવસોમાં, અભિષિક્તો સાથે મળીને યહોવાની ઉપાસના કરવા માટે દરેક પ્રજાઓમાંથી લોકો ભેગા થઈ રહ્યા છે
કઈ અમુક રીતો દ્વારા બીજા ઘેટાંના લોકો અભિષિક્તોને ટેકો આપે છે?
તેઓ પૂરા દિલથી પ્રચારકામમાં ભાગ લે છે
દુનિયાભરમાં ચાલી રહેલા કામને ટેકો આપવા તેઓ રાજીખુશીથી દાનો આપે છે