પ્રવાસમાં વિપત્તિઓ - કઈ રીતે ટાળી શકાય?
રજાઓનો સમયગાળો—તમારા મનમાં કયા વિચારો આવે છે? સૂર્યપ્રકાશવાળા કિનારાઓ પર આરામ, સાથે છાંયો આપતા ભરાવદાર ખજૂરીનાં ઝાડ? કે કદાચ તાજી ઠંડી, સ્વચ્છ પહાડની હવાનો આનંદ?
તો પણ, તમને શક્ય ખરાબ હવામાન, વિમાની મથક પર વિલંબ, મુસાફરીમાં બીમારી, અને એવી બાબતો વિષે ચિંતા થઈ શકે. તમે ગમે તે વિચારતા હોવ, તમે તમારી રજાઓનો શક્ય એટલો આનંદ ઉઠાવવા શું કરી શકો?
સારી તૈયારી કરો
શાણા પ્રવાસીઓ પહેલેથી યોજના કરે છે. તેઓ મુસાફરી અને સ્વાસ્થ્યના દસ્તાવેજો મેળવે છે જેથી તેઓ મુસાફરી શરૂ કરે એ પહેલાં એ યોગ્ય રીતે હાથમાં હોય. સ્વાસ્થ્ય જોખમો વિષે તપાસ કરવાથી એનો સામનો કરવા પહેલેથી કઈ દવાઓ લેવી તે નક્કી કરવામાં મદદ મળે છે.
એવાં સ્થળોએ જવાની તૈયારી કરતી વખતે કે જ્યાં મલેરિયા સામાન્ય હોય, ઘણા ત્યાં જતા પહેલાંના થોડા દિવસોથી મલેરિયાથી બચાવનાર દવાઓ લેવાનું શરૂ કરે છે. જો કે, સલામતી તરીકે, હંમશા એ સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની પૂરેપૂરી રજાઓ દરમિયાન અને ચાર અઠવાડિયા પછી પણ આવી દવાઓ ચાલુ રાખી શકે. કારણ કે મલેરિયા પરોપજીવીઓ લાંબા સમય સુધી શરીરમાં ઈંડાં સેવવાની ક્રિયા ચાલુ રાખે છે. પરંતુ બીજી સાવચેતી રાખવી પણ મહત્ત્વની છે.
લંડન સ્કૂલ ઑફ હાઈજીન અને ટ્રાપીકલ મેડિસીનના ડૉ. પોલ ક્લાર્ક સલાહ આપે છે: “જીવજંતુઓને દૂર ભગાડનાર ક્રીમ ચામડી કે હાથના કાંડા અને પગે લગાવવી, મચ્છરદાની બાંધવી અને વીજળીથી ચાલતી જંતુનાશક અગરબત્તીઓનો ઉપયોગનું પણ એટલું જ મહત્ત્વ છે.” આ પ્રકારનાં સાધનો તમે રજાઓ માટે જાવ તે પહેલાં ખરીદી લો એ સૌથી સારૂ છે.
પ્રવાસમાં બીમારી કોઈપણ મુસાફરીની મઝા મારી નાખે છે. કયાં કારણોસર? એક સંશાધનકર્તા દાવો કરે છે કે અપરિચિત બાબતો આવવાથી મગજ વધુ ભારણ અનુભવે છે ત્યારે જીવ ગભરાય છે. વહાણની ગતિ, વિમાનનું કંપન, અથવા તમારી કારના એન્જિનનો ગણગણાટ, જેવાં કારણોસર આ સમસ્યા પેદા થાય તો, તમારું ધ્યાન કોઈ સ્થિર બાબત પર કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરો, કદાચ ક્ષિતિજ કે રોડ પર તમારું ધ્યાન લગાવી શકો. સારા હવાઉજાસ સારા-એવા આક્સિજન પૂરા પાડી શકે. જીવ ગભરાવાના ગંભીર કિસ્સામાં, એ માટેની એન્ટીહિસ્ટામિન દવાઓ એનાં લક્ષણોને ઓછા કરવામાં મદદ કરી શકે. જો કે, સાવચેતીના શબ્દો યોગ્ય છે: શક્ય આડઅસરથી સાવધ રહો, જેવી કે ઘેન, કેમ કે અમુક સંજોગોમાં એ તમારી સલામતીને જોખમ પેદા કરી શકે.
લાંબી હવાઈ યાત્રાને એના પોતાના સ્વાસ્થ્ય ભયો હોય છે, જેમ કે નિર્જલીકરણ. કેટલાક માટે, લાંબા સમય માટે બિનપ્રવૃત્ત અને સતત બેસી રહેવું પગમાં લોહી જામી જવાના જોખમને વધારી શકે. જામી ગયેલું લોહી એના મૂળ સ્થાનથી ખસીને ફેફસાં કે હૃદય સુધી પહોંચ તો, પરિણામો ખાસ કરીને ભયજનક બની શકે. તેથી, લાંબા ઉડાણ સમયે કેટલાક માટે બઠકો વચ્ચેની જગ્યાએ ચાલીને કે બેઠા હોય ત્યારે કૂલા કે પગની સ્થિતિને બદલીને કસરત કરવી જરૂરી બની શકે. નિર્જલીકરણને આછું કરવા, આલ્કોહોલ વગરનાં પીણાં ભરપૂર પીઓ.
ઉપરની બાબતાએ ઉડાણ વિષ તમારા ભય વધાયા? એમ હાય તા, હકીકતમાં દિલાસા પામવા જોઈએ કે ઉડાણ તુલનાત્મક રીતે સલામત છે. એ મોટરસાયકલ ચલાવવા કરતાં ૫૦૦ વખત સલામત છે અને મોટરની મુસાફરી કરતાં ૨૦ વખત સલામત છે! જો કે બીજાઓ જણાવે છે કે આ આંકડાઓ કિલામીટરની મુસાફરીની સરખામણી પર આધારિત છે અને મુસાફરીના માર્ગ દરમિયાનના યોગ્ય સમય પર આધારિત નથી.
નાનાં બાળકો સાથે મુસાફરી કરવી ખાસ પડકારો રજૂ કરે છે. “લશ્કરી ઝુંબેશ જેટલી જ ચોકસાઈથી તમારી મુસાફરીની યોજના કરો,” પ્રસારક કેથી આર્નોલ્ડ સલાહ આપે છે. તમે એટલી તૈયારી ન કરી શકો તો પણ, સાથે પુસ્તકો, રમતા, અથવા બાળકોના રસને જાગૃત કરે એવી અન્ય સામગ્રી પણ લઈ જઈ શકો. એ આખા કુટુંબ માટે મુસાફરી વધુ આનંદદાયક બનાવશે.
તમે પહોંચો ત્યારે
‘હું ત્યાં રહેવાનો આનંદ માણવાનું શરૂ કરું તે પહેલાં ગોઠવાતા મને ચાર કે પાંચ દિવસ લાગે છે,’ એવું વિવેચન ઘણા મુસાફરો કરતા હોય છે. સાચું, નવા વાતાવરણમાં અનુકૂળ થવામાં સમય લાગે છે. તેથી તમે ત્યાં પહોંચા પછી પહેલા કે બીજા દિવસે ત્યાંથી જવામાં ઉતાવળ ન કરવી ડહાપણ ભરેલું બની શકે. તમારા શરીર અને મનને જુદા વાતાવરણ પ્રમાણે ગોઠવાવા દો. એમાં નિષ્ફળ જવું તણાવ પેદા કરી શકે અને તમારી રજાઓ તમને જે ખુશી આપી શકે એને જતી કરવાનું કારણ બની શકે.
એક અંદાજ અનુસાર, દર વર્ષે જગતવ્યાપી કરોડો લોકો બીજા દેશોની મુસાફરી કરે છે, એમાંથી ઓછામાં ઓછા અડધા કોઈને કોઈ પ્રકારની બીમારી કે નુકશાન ભોગવે છે. તેથી, પ્રવાસીઓનું આરોગ્ય (અંગ્રેજી)ના તંત્રી ડૉ. રીચાર્ડ ડાવુડ સમજાવે છે, “કોઈપણ મુસાફરે પોતાના સ્વાસ્થ્યનો બચાવ કરવામાં લાપરવાહી ના બતાવવી જોઈએ.” કેમ કે મુસાફરના શરીરને હવામાન, ખોરાક, અને પાણીમાંના વિષાણુઓ સાથે ગોઠવાવાની જરૂર છે, તેથી શરૂઆતના થોડા દિવસ દરમિયાન તમે જે ખાવ છો તેના પર ખાસ કાળજી રાખવાની જરૂર છે.
“કદી એમ માની ન લેવું જોઈએ કે ખોરાક સલામત હશે.” ડૉ. ડાવુડ ચેતવણી આપે છે, “જ્યાં સુધી કે એ ખબર ન હોય કે એ તાજો તથા પૂરેપૂરો રાંધવામાં આવ્યો છે—માંસના કિસ્સામાં, લાલ રંગ ના રહેવો જોઈએ.” તો પણ, ગરમ ખોરાક પણ સુરક્ષિત છે એમ માની લેવું જોઈએ નહિ. તેથી, “ખાતરી કરી લો કે આજ બપોરના ખોરાક ગઈ કાલે રાતના વધેલા તો નથીને, જેને બીજી વખત ગરમ કરવામાં અને ફરી પીરસી દેવામાં આવ્યો છે.”
આમ, તમે એવી જગ્યાએ રજા ગાળવા ગયા હો જે તમે જ્યાં રહો છો એનાથી તદ્ન ભિન્ન હોય તો, તમને જ્યારે, જ્યાં, અને જે ખાવું હોય એ જ હંમશા મળી શકશે નહિ. પરંતુ મરડાથી બચવા એટલું કરવું મોટી બાબત નથી. અહેવાલ આપવામાં આવ્યો છે કે આંતરરાષ્ટ્રીય મુસાફરોમાંના પાંચમાંથી બે મરડાથી પીડાયા છે.
પીવાની બાબતમાં, સ્થાનિક રીતે જે પ્રાપ્ય હોય એના કરતાં બાટલીનું પાણી વધુ સલામત હોય છે. છતાં, સમસ્યાઓથી બચવા, બોટલ અને ડબ્બાના પીણાંને તમારી સામે ખોલાવવા સારું છે. બરફથી પણ દૂર રહેવું ડહાપણ ભરેલું છે. તમને ખબર ન હોય કે એ સલામત છે ત્યાં સુધી તેને શંકાની દૃષ્ટિએ જ જુઓ.
યાદગાર વકેશન માટે જરૂરી
પોતાના વાચકોનું સર્વેક્ષણ કર્યા પછી, એક પ્રવાસી તંત્રીએ અહેવાલ આપ્યો: “રજાઓ સારી કે ખરાબ જાય એમાં હવામાન મહત્ત્વનું છે, પરંતુ એનાથી પણ વધુ મિત્રો મહત્ત્વના હોય છે.” હકીકતમાં, “સારી સંગત”ને રજાઓની મઝા લેવા માટે જરૂરી ઘટક માનવામાં આવે છે, તેમાંય એને “આરામદાયક હોટલ, મુશ્કેલી વિનાની મુસાફરી, સારા ખોરાક અને જોવાલાયક સ્થળોથી પણ વધુ જરૂરી” માનવામાં આવી છે.
પરંતુ રજાઓ વખતે તમને હિતકર નવા મિત્રો ક્યાંથી મળી શકે? વારુ, એને શોધવાનો એક માર્ગ છે કે એ દેશની વૉચ ટાવર સોસાયટીની શાખામાં પહેલથી લખો કે તમે ક્યાં રજા ગાળવાનું વિચારી રહ્યા છો. તેઓ તમને તમે રહેવાના હોવ એની નજીકના યહોવાહના સાક્ષીઓના રાજ્યગૃહનું સરનામું અને સભાઓનો સમય બતાવશે. એવા જ અમુક કાર્યાલયના સરનામાઓ આ સામયિકના પાન પ પર આપવામાં આવ્યા છે અને વધુ સૂચી યહોવાહના સાક્ષીઓની તાજેતરની યરબુકમાં છે.
રજાની મઝા લેવા અને જેનાથી પશ્ચાત્તાપ થાય એવી બાબતોથી બચવા, એ ડહાપણ ભરેલું છે કે બાઇબલની શાણી સલાહને માનીએ: “ભૂલશા મા; દુષ્ટ સોબત સદાચરણન બગાડે છે.” (૧ કારીંથી ૧૫:૩૩) તમને કોઈ એકાંત સ્થળે રજા ગાળતી વખતે કોઈ એવી ઇચ્છા પેદા થાય કે જે ખ્રિસ્તી ધોરણોને અને આચરણોને રદ કરતી હોય તો, ડહાપણભરી રીતે એને એક નબળાઈ સમજો અને એ ઇચ્છા સામે લડવા દૈવી મદદ માંગો. માબાપોએ પણ પોતાનાં બાળકોની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાની જરૂર છે. યાદ રાખો, તમે જ્યાં પણ હોવ, આ ‘સંકટના છેલ્લા સમયો’ છે.—૨ તીમોથી ૩:૧.
તમારું કુટુંબ તમારી સાથે રજાઓમાં હોય તો, એવું ન થવા દો કે માતા સામાન્ય રીતે ઘરમાં જે કરે છે એ જ બધુ અહીં કરશે. દરરોજના કામમાં સહાય કરવા તૈયાર રહો. સહકારનો આત્મા બતાવો. આવું વલણ દરેકની રજાઓના આનંદ માણવામાં ફાળો આપશે.
શું તમારી રજાઓ આનંદદાયક હશે? અમુક પસંદગીના ફોટાઓ, પોસ્ટકાર્ડ, નિશાનીઓ અને કેટલીક સ્થાનિક કલાકૃતિઓ ચોક્કસ મનમાં એ મીઠી યાદો લાવશે. પરંતુ ખાસ કરીને નવા શોધેલા મિત્રો વધુ યાદ રહેશે એમાં કોઈ શક નથી. તેઓ સાથે સંપર્કમાં રહો. એકબીજાના રસપ્રદ અનુભવોના પત્રથી સહભાગી થાઓ. તમારી રજાઓને ખરેખર આનંદિત બનાવવાના ઘણા રસ્તાઓ છે.
રજાઓમાં યાદ રાખવાના કેટલાક મુદ્દાઓ
તમે જાવ તે પહેલાં
• મુસાફરી અને સ્વાસ્થ્ય સંબંધી જરૂરી બધા દસ્તાવજો સાથે રાખો
• દર્દ નિવારક દવાઓનો પુરવઠો મેળવી લો
મુસાફરી દરમિયાન
• લાંબા ઉડાણ સમયે બિન આલ્કોહોલયુક્ત પીણાં ભરપૂર પીઓ અને થોડી કસરત કરતા રહો
• નાનેરાઓ માટે રસપ્રદ સામગ્રી સાથે લઈ જાઓ
પહોંચ્યા પછી
• તમારા શરીર અને મનને ગોઠવાવા સમય આપો
• તમારા આહારને સલામત ખોરાક અને પીણાં સુધી મર્યાદિત રાખો
• નૈતિક સતર્કતા જાળવી રાખો
• કુટુંબના અન્ય સભ્યો સાથે દરરોજના કામમાં સહભાગી થાઓ
[Caption on page ૧૪]
રજાઓ ગાળતી વખતે, તમારી સંગત પર ધ્યાન આપો