ટેલિવિઝન - કેટલું જોખમકારક છે?
ડિસેમ્બર ૧૮, ૧૯૯૭ના વર્તમાનપત્રના મથાળાએ અહેવાલ આપ્યો કે જાપાન, ટોકિયોમાં ટેલિવિઝન કારટૂને ઘણા લોકોને બીમાર કર્યા. હજારોને હાસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ધ ન્યૂયાર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો, “કેટલાંક બાળકોને લાહીની ઊલટી થઈ અને બીજાઓને ખેંચ આવી કે બેભાન થઈ ગયા. ડૉક્ટરો અને માનસશાસ્ત્રીઓ ચેતવણી આપે છે કે આ ઘટના આપણને હેરત પમાડે છે કે વર્તમાન સમયનાં અમુક ટેલિવિઝન કાયક્રમો બાળકોને કઈ નુકશાનકારક અસર પહોંચાડી શકે.”
ન્યૂયાર્ક દૈનિક સમાચારે કહ્યું: “ગઈકાલે ટીવી કારટૂનમાં કદરૂપા પ્રાણી જેવા પાત્રએ પોતાની લાલ આંખો ચમકાવી ત્યારે આખ દેશમાંનાં હજારો બાળકોને તાણ આવી બેભાન થઈ ગયા, એનાથી જાપાનમાં હાહાકાર મચી ગયો.
“લગભગ ૬૦૦ બાળકો અને થોડાક પુખ્ત વયનાઓ ટીવી કારટૂન . . . જોયા પછી મંગળવાર રાત્રે તાત્કાલિક સારવાર રૂમમાં ખસેડવામાં આવ્યા હતા.” કેટલાક શ્વાસની તકલીફવાળાને ઇન્સેનટિવ કેર યુનિટમાં ખસેડવામાં આવ્યા હતા.
આઠ વર્ષની બાળકીની માતા, યુકીકો ઈવાસાકીએ સમજાવ્યું: “મારી દીકરી બેભાન થઈ ગઈ ત્યારે મને આઘાત લાગ્યા. મેં તેની પીઠ પર થપથપાવ્યું ત્યારે જ તેણે શ્વાસ લેવાનું શરૂ કર્યું.”
બાળકો માટેના કાયક્રમનો ટેલિવિઝન નિર્માતા સમજાવી શક્યા ન હતા કે કઈ રીતે એક કારટૂન ટૅકનિક જે તે કહે છે કે “હજારો વખત” બતાવવામાં આવી છે એવી હાનિકારક, હિંસક પ્રતિક્રિયા માટે જવાબદાર હોય શકે.
ટેલિવિઝન જોવાની જોખમકારક અસરથી સજાગ બનીને, કેટલાંક માબાપે કાળજીપૂર્વક ટીવી જોવાના કે પોતાના ઘરમાંથી ટીવી કાઢી નાખવાના સલાહસૂચન આપ્યા. યુ.એસ.એ., ઍલન ટેક્સસમાંના એક માબાપે નોંધ્યું કે તેમના ઘરમાંથી ટીવી કાઢી નાખ્યું એ પહેલાં, તેમનાં બાળકો “ઓછું ધ્યાન આપનાર, તામસી, સહકારની ખામીવાળા અને ક્રમિક કંટાળો” બતાવતા હતા. તે સમજાવવાનું ચાલુ રાખે છે: “આજે, અમારા પાંચેય બાળકોમાંના લગભગ દરેક—૬થી ૧૭ વર્ષની વયના છે તેઓ—એકદમ હોંશિયાર વિદ્યાર્થીઓ છે. ટીવી કાઢી નાખ્યા પછી, તેઓએ રમતગમત, વાંચન, કળા, કૉમ્પ્યુટર વગેરેનો સમાવેશ કરતાં વિવિધ વિષયમાં ઝડપથી રસ વિકસાવ્યો.
“લગભગ બે વર્ષ પહેલાં, ખાસ કરીને એક યાદગાર બનાવ બન્યો. મારો દીકરો એ સમયે ૯ વર્ષનો હતો, તે એક મિત્રના ઘરે પાર્ટી માટે ગયો હતો અને રાત્રે ત્યાં જ રહેવાનો હતો, ત્યાંથી તેણે ફોન કર્યો કે મને જલદી આવીને લઈ જાવ. હું તેને લેવા ગઈ ત્યારે પૂછ્યું શું થયું, તેણે કહ્યું, ‘એ બહુ કંટાળાજનક હતું. તેઓ બધાને બેસીને ટીવી જ જોવું હતું!’”