જવાબ માટે ઉપર જોવું નીચે નહિ
ઉત્ક્રાંતિ શીખવે છે કે ધીમે ધીમે થયેલા ફેરફારોથી આપણે પ્રાણીના ઉચ્ચ પ્રકારમાં પરિણમ્યા. બીજી તર્ફે, બાઇબલ કહે છે કે માણસજાત શરૂઆત દૈવી પ્રતિમા પ્રમાણે સંપૂર્ણ થઈ હતી, પરંતુ ત્યાર પછી થોડા જ સમયમાં અપૂર્ણતા આવી અને આપણી પડતી થવાની શરૂઆત થઈ.
આપણા અસલ માબાપ આદમ અને હવાએ નૈતિક સ્વતંત્રતા શોધી અને દેવને સ્વેચ્છાએ અનાજ્ઞાંકિત બનીને પોતાના અંતઃકરણને જખમી કર્યું ત્યારે, તેઓ પોતે પોતાની બગડતી જતી પરિસ્થિતિ માટે જવાબદાર બન્યા. જાણે કે તેઓએ જાણીજોઈને કાર એવી રીતે હંકારી જે દેવના નિયમોરૂપી રક્ષણાત્મક વાડ તોડી આપણે હમણાં જ્યાં છીએ એ માંદગીની પીડા, વૃદ્ધાવસ્થા, અને મરણ, તેમ જ જાતિય પૂર્વગ્રહ, ધાર્મિક ધિક્કાર અને ભયંકર યુદ્ધોના ઊંડાણમાં જઈ પડી.—ઉત્પત્તિ ૨:૧૭; ૩:૬, ૭.
પ્રાણીઓની કે ખામીવાળી આનુવંશિકતા?
અલબત્ત, બાઇબલ વૈજ્ઞાનિક ભાષામાં સમજાવતું નથી કે આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે તેઓના સંપૂર્ણ શરીરને શું થયું. ગાડીના માલિકની માર્ગદર્શિકા સ્વયં સંચાલિત ઇજનેર નથી તેમ, બાઇબલ વૈજ્ઞાનિક પુસ્તક નથી. પરંતુ માલિકની માર્ગદર્શિકાની જેમ, બાઇબલ ચોકસાઈભર્યું છે; એ કાલ્પનિક કથા નથી.
આદમ અને હવાએ દેવના નિયમની રક્ષણાત્મક દીવાલ તોડી નાખી ત્યારે, તેઓની જીવરચનાને નુકશાન થયું. ત્યાર પછી, તેઓની ધીમે ધીમે મરણ તરફ પડતી થવા માંડી. વારસાગતના નિયમથી, પોતાનાં બાળકો, માનવ કુટુંબોને અપૂર્ણતા વારસામાં મળી. આ રીતે, તેઓ પણ મરણ પામશે.—અયૂબ ૧૪:૪; ગીતશાસ્ત્ર ૫૧:૫; રૂમી ૫:૧૨.
દુઃખદપણે, આપણા વારસામાં પાપ તરફ ઢળેલા વલણનો સમાવેશ થાય છે, જેમાં સ્વાર્થીપણું અને અનૈતિકતા દેખાય છે. અલબત્ત, જાતીયતા એની જગ્યાએ યોગ્ય છે. દેવે પ્રથમ માનવ યુગલને આજ્ઞા આપી: “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો.” (ઉત્પત્તિ ૧:૨૮) અને એક પ્રેમાળ ઉત્પન્નકર્તા તરીકે, એ આજ્ઞા પાળવી પતિપત્ની માટે આનંદરૂપ બનાવી. (નીતિવચન ૫:૧૮) પરંતુ માનવીય અપૂર્ણતા જાતીયતાનો દુરઉપયોગ કરવા દોરી ગઈ. હકીકતમાં, આપણે સર્વ જાણીએ છીએ તેમ, અપૂર્ણતા આપણા મન અને શરીરના કાર્યનો સમાવેશ કરતા, આપણા જીવનના દરેક પાસાઓને અસર કરે છે.
પરંતુ અપૂર્ણતા આપણી નૈતિક સૂઝને ઓછી કરી નાખતી નથી. આપણે ખરેખર ઇચ્છતા હોઈએ તો, આપણે “નિર્ણયો પર કાબૂ” મેળવી શકીએ અને પાપમાં લઈ જતા વલણ વિરૂદ્ધ લડત આપી જીવનના ફાંદા નિવારી શકીએ. અલબત્ત, કોઈ પણ અપૂર્ણ માનવજાત સંપૂર્ણ રીતે પાપ સામે સફળ લડત આપી શકે નહિ, અને દેવ માયાળુપણે એ બાબતને ધ્યાનમાં રાખે છે.—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪; રૂમી ૭:૨૧-૨૩.
શા માટે આપણે મરવું નથી
બાઇબલ બીજી સમસ્યા પર પણ પ્રકાશ પાડે છે કે જેની ઉત્ક્રાંતિ સંતાષપૂવર્ક સમજણ આપતી નથી: મરણ સ્વાભાવિક અને અનિવાર્ય દેખાતું હોય શકે છતાં પણ, સામાન્ય માણસજાત મરણ સ્વીકારવા તૈયાર નથી.
બાઇબલ બતાવે છે તેમ, દેવને અનાજ્ઞાંકિતતા પાપથી મરણ લાવે છે. આપણા અસલ માબાપ આજ્ઞાધિન રહ્યા હોત તો, તેઓ પોતાનાં બાળકો સાથે હંમશના માટે રહ્યા હોત. હકીકતમાં, દેવે માણસજાતના મનમાં કાયક્રમિત હંમશના માટે જીવવાની ઇચ્છા રાખી હતી. ન્યૂ ઇન્ટરનેશ્નલ વર્શન અનુસાર સભાશિક્ષક ૩:૧૧ કહે છે, “તેણે તેઓનાં હૃદયમાં સનાતનપણું મૂક્યું છે.” તેથી, તેઓની મરણની શિક્ષાએ માણસોમાં આંતર વિગ્રહ, સતત વિસંવાદ ઊભો કર્યો છે.
આ આંતર વિગ્રહને હલ કરવા અને જીવવાની કુદરતી આકાંક્ષાને સંતાષવા, માણસજાત આત્માના અમરપણાના સિદ્ધાંતમાંથી માંડીને પુનર્જન્મની માન્યતા જેવી સર્વ પ્રકારની માન્યતાઓ ઉપજાવી કાઢી છે. વૈજ્ઞાનિકો વૃદ્ધાવસ્થાના રહસ્યનું સંશોધન કરે છે કારણ કે તેઓ પણ મરણ દૂર કરવા અથવા ઓછામાં ઓછું અટકાવવા ઇચ્છે છે. નાસ્તિક ઉત્ક્રાંતિવાદીઓ અનંતજીવનની ઇચ્છાને ઉત્ક્રાંતિવાદની યુક્તિથી કે પ્રપંચથી કાઢી નાખે છે, કારણ કે એ, માનવ ફક્ત ચડિયાતું પ્રાણી છે, એવી તેઓની માન્યતાની વિરુદ્ધ જાય છે. બીજી તર્ફે, બાઇબલ બતાવે છે કે મરણ શત્રુ છે, એ આપણી હંમશ માટે જીવવાની કુદરતી આશાના સુમેળમાં છે.—૧ કોરીંથી ૧૫:૨૬.
તોપછી, શું આપણાં શરીરો એવાં કોઈ સૂચનો આપે છે કે આપણને હંમશ જીવવા માટે બનાવવામાં આવ્યા હતા? એનો પ્રત્યુત્તર છે હા! ફક્ત માનવ મગજ આશ્ચર્ય પમાડે એવા પુરાવા આપે છે કે આપણે જીવીએ છીએ એના કરતાં વધારે જીવવા બનાવવામાં આવ્યા છે.
હંમશ માટે જીવવા બનાવવામાં આવ્યા
મગજનું વજન કંઈક ૧.૪ કિલોગ્રામ છે, અને એ ૧૦ અબજથી ૧૦૦ અબજ જ્ઞાનતંતુઓ ધરાવે છે, કહેવામાં આવે છે કે એમાંના કોઈ પણ બે સરખા હોતા નથી. દરેક જ્ઞાનતંતુ મગજમાં અતિ વિશાળ સંખ્યામાં વિવિધ સરકીટ કે રસ્તા બનાવીને બીજી ૨,૦૦,૦૦૦ જ્ઞાનતંતુઓ સાથે વાતચીત કરી શકે છે. અને એટલું પૂરતું ન હોય એમ, વૈજ્ઞાનિક અમેરિકન (અંગ્રેજી) કહે છે, એના પોતામાં જ “દરેક જ્ઞાનતંતુ એક જટિલ કૉમ્પ્યુટર છે.”
મગજમાં અનેક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે જે જ્ઞાનતંતુઓની પ્રક્રિયાને અસર કરે છે. અને મગજમાં એક સૌથી શક્તિશાળી કૉમ્પ્યુટર કરતાં પણ અતિશય જટિલ છે. ટોની બુઝેન અન ટેરન્ટસ્ ડિક્સન લખે છે, “દરેક માથામાં, પ્રચંડ ક્ષમતા હોય છે, એક કાર્યકુશળ અંગ, જેની ક્ષમતા આપણે શીખીએ તેમ અનિશ્ચિતપણ વધતી જ જાય છે.” પ્રાધ્યાપક પોએટર ઓનોખીનને ટાંકીને, તેઓ ઉમરે છે: “પોતાના મગજનો સંપૂર્ણ ઉપયોગ કર્યો હોય એવો હજુ સુધી એક પણ માણસ અસ્તિત્વ ધરાવતો નથી. આથી આપણે માનવ મગજની ક્ષમતાનો કોઈપણ ધૂંધળો અંદાજ પણ સ્વીકારતા નથી. એ અમર્યાદિત છે.”
આ આશ્ચર્યજનક હકીકતો ઉત્ક્રાંતિવાદને જડબાતોડ જવાબ આપે છે. ઉત્ક્રાંતિવાદ શા માટે સાધારણ ગુફાવાસી માટે કે આજના ઉચ્ચ શિક્ષિત જન માટે પણ એક એવા અંગની “રચના” કરે, જેમાં અનંત વર્ષો કાર્ય કરવાની ક્ષમતા હોય? સાચે જ, એ ફક્ત અનંતજીવનની જ સમજણ આપે છે! પરંતુ આપણા શરીર વિષે શું?
સમારકામ અને નવીનીકરણ—મન અને શરીરની મુસાફરી (અંગ્રેજી) પુસ્તક બતાવે છે: “જે રીતે હાડકાઓ, માંસપેશીને નુકશાન થાય છે અને અંગો એમની જાતે જ સારા થઈ જાય છે, એ સાચે જ ચમત્કાર છે. અને આપણ એના વિષે વિચારવા સમય લઈએ તો, આપણને ચામડી અને વાળ અને નખ—તેમજ શરીરના બીજા ભાગોની—સુધારણાની ઊંડાણકારકની આશ્ચર્યમુગ્ધ નિશ્ચિંતતા જોવા મળશે: એ દિવસના ૨૪ કલાકના અવિરતપણે કામ કરે છે, શાબ્દિક રીતે કહેતા, આપણા જીવન દરમિયાન ઘણી વાર એ આપણું જીવરસાયણિકપણે નવીનીકરણ કરે છે.”
દેવના નિયુક્ત સમય, સ્વ-નવીનીકરણની આ અદ્ભુત પ્રક્રિયા અનંતકાળ સુધી ચાલુ રાખવી તેમના માટે કોઈ સમસ્યા નહિ હોય. ત્યાર પછી છેલ્લે, ‘મરણનો નાશ થશે.’ (૧ કારીંથી ૧૫:૨૬) પરંતુ સાચે જ સુખી થવા, આપણને અનંતજીવન કરતા વધારેની જરૂર છે. આપણને શાંતિ—દેવ અને આપણા સાથી માણસજાત સાથેની શાંતિની જરૂર છે. લોકો સાચે જ એકમેકને પ્રેમ કરશે ત્યારે એવા અનુભવ કરી શકાશે.
પ્રેમ પર નભતી નવી દુનિયા
પહેલો યોહાન ૪:૮ કહે છે, “દેવ પ્રેમ છે.” તેથી પ્રેમ શક્તિશાળી છે—ખાસ કરીને યહોવાહ દેવનો પ્રેમ—કે જે પાયારૂપ કારણ છે કે શા માટે આપણે હંમેશ માટે જીવવાની આશા રાખી શકીએ. યોહાન ૩:૧૬ કહે છે, “કેમકે દેવ જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.”
અનંતજીવન! કેવી અદ્ભુત આશા! પરંતુ આપણને વારસામાં પાપ મળેલું હોવાથી, આપણને જીવનનો અધિકાર નથી. બાઇબલ કહે છે, “પાપના મૂસારો મરણ છે.” (રૂમી ૬:૨૩) પરંતુ પ્રેમ દેવના દીકરા ઈસુ ખ્રિસ્તને આપણા માટે મરણ પામવા પ્રેર્યા. પ્રેષિત પાઊલ ઈસુ વિષે લખ્યું: “તેણે પોતાનો પ્રાણ આપણી વતી આપ્યો.” (૧ યોહાન ૩:૧૬) હા, તેમણે પોતાનું સંપૂર્ણ માનવ જીવન “ઘણા લોકની ખંડણીને સારૂ” આપ્યું જેથી કે આપણ તેનામાં વિશ્વાસ આચરીએ તો કદાચ આપણા પાપ માફ થાય અને આપણને અનંતજીવનના આનંદ માણી શકીએ. (માત્થી ૨૦:૨૮) બાઇબલ સમજાવે છે: “દેવ પોતાના એકનાએક પુત્રને જગતમાં માકલ્યો, કે આપણે તેનાથી જીવીએ.”—૧ યાહાન ૪:૯.
તો પછી, આપણે દેવ અને તેમના દીકરાએ આપણા માટે બતાવલો પ્રેમનો કેવો પ્રત્યુત્તર આપવો જોઈએ? બાઇબલ કહેવાનું ચાલુ રાખે છે: “વહાલાંઓ, જો દેવે આપણા પર એવો પ્રેમ રાખ્યો, તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ.” (૧ યોહાન ૪:૧૧) આપણે પ્રેમ કરવાનું શીખવું જ જોઈએ, કેમ કે એ દેવની નવી દુનિયાનો મુખ્ય ગુણ હશે. આજે, ઘણા લોકો પ્રેમના મહત્ત્વની કદર કરે છે, જેમ બાઇબલ, દેવના પોતાના શબ્દમાં પણ એના પર ભાર મૂકવામાં આવ્યો છે.
પ્રેમ અને પ્રકૃતિમાં એનું સ્થાન (અંગ્રેજી) પુસ્તકે નોંધ્યું કે પ્રેમ વગર “બાળકોનો મૃત ઉછેર છે.” તોપણ, લોકો મોટા થાય છે ત્યારે પ્રેમની જરૂરિયાતના અંત આવતો નથી. એક માનવ-વૈજ્ઞાનિકે પણ નોંધ્યું કે પ્રેમ “જેમ આસપાસ કક્ષામાં ફરતા ગ્રહો સહિત આપણી સૂર્યમાળાના કેન્દ્રમાં સૂર્ય ઊભા રહે છે તેમ એ બધી માનવી જરૂરિયાતાના કેન્દ્રમાં ઊભી રહે છે. . . . જે બાળકને પ્રેમ નથી આપવામાં આવ્યો તે જીવરાસાયણિકપણે, શરીરવૈજ્ઞાનિકપણે અને મનાવૈજ્ઞાનિકપણે, જે બાળકને પ્રેમ આપવામાં આવ્યો છે તેના કરતાં ઘણું જ જુદું છે.”
સર્વ લોકો એકમેકને સાચે જ પ્રેમ કરશે ત્યારે પૃથ્વી પરનું જીવન કેવું હશે એની શું તમે કલ્પના કરી શકો છો? ફરી કદી પણ કોઈ પણ વ્યક્તિ અલગ રાષ્ટ્રીયતા, બીજી અસંખ્ય જાતિના કે તેના પોતાના કરતાં અલગ ચામડી રંગના હોવાના કારણે પૂર્વગ્રહ રાખશે નહિ! દેવના નિયુક્ત રાજા, ઈસુ ખ્રિસ્તના વહીવટ હેઠળ, બાઇબલ ગીતશાસ્ત્રની પરિપૂણતામાં પૃથ્વી શાંતિ અને પ્રેમથી ભરાઈ જશે:
“હે ઈશ્વર, ઈન્સાફ કરવાનો તારા અધિકાર તું રાજાને આપ. . . . તે લોકોમાંના દીનોનો ન્યાય કરશે, તે દરિદ્રીના દીકરાઓને તારશે, અને જુલમગારને છૂંદી નાખશે. . . . તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે; અને ચંદ્ર જતા રહેશે, ત્યાં સુધી શાંતિ પુષ્કળ થશે. વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી, અને નદીથી તે પૃથ્વીની સીમા સુધી રાજ કરશે. કેમકે દરિદ્રી પોકાર કરે ત્યારે તે તને છોડાવશે; અને દુઃખી, જેના કોઇ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે. તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે, તે દરિદ્રીઓના આત્માઓનું તારણ કરશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧, ૪, ૭, ૮, ૧૨, ૧૩.
દુષ્ટાને દેવની ન્યાયી દુનિયામાં રહેવાની પરવાનગી આપવામાં આવશે નહિ, જેમ બાઇબલ ગીતશાસ્ત્રમાં વચન આપે છે: “કેમકે દુષ્કર્મીઓનો સંહાર થશે; પણ યહોવાહ પર દેશનું વતન પામશે. કેમકે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન જડશે નહિ. નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧.
ત્યાર પછી, પુનરુત્થાનમાં ઉઠેલા મૃત જનોનો સમાવેશ કરતાં સર્વ આજ્ઞાંકિત માણસજાતનાં સર્વ શરીરો અને મનોને સાજા કરવામાં આવશે. છેવટે, દરેક જીવંત દેવની પ્રતિમાનું સંપૂર્ણપણે પ્રતિબિંબ પાડશે. ભરાસા રાખનારાઆ છેવટે, જે સાચું છે એ કરવાની મોટી લડાઈ પૂરી થશે. આપણી જીવન મેળવવાની અને વર્તમાન કઠોર વાસ્તવિકતા વચ્ચેની અસમાનતાના મરણનો પણ અંત આવશે! હા, આ આપણા પ્રેમાળ દેવનું નિશ્ચિત વચન છે: “મરણ ફરીથી થનાર નથી.”—પ્રકટીકરણ ૨૧:૪; પ્રરિતોનાં કૃત્યો ૨૪:૧૫.
એ કારણે, તમે જે સાચું છે એ કરવાની લડત કદી પણ છોડી દેશો નહિ. દૈવી ચેતવણી તરફ ધ્યાન આપો: “વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર.” જીવન કે જે દેવની નવી દુનિયામાં છે જેને બાઇબલ “ખરેખરૂં જીવન” કહે છે.—૧ તીમોથી ૬:૧૨, ૧૯.
તમે બાઇબલમાં વ્યક્ત કરેલા સત્યની કદર કરી શકો: “યહોવાહ તેજ દેવ છે, એમ તમે માનો; તેણે આપણને ઉત્પન્ન કર્યાં છે.” પ્રેમ અને ન્યાયીપણાની યહોવાહની નવી દુનિયામાં જીવન માટે લાયકાત મેળવવા સત્યની કદર કરવી એ મહત્ત્વનું પગલું છે.—ગીતશાસ્ત્ર ૧૦૦:૩; ૨ પીતર ૩:૧૩.
[Caption on page ૯]
માનવીઓ દેવના નિયમરૂપી રક્ષણાત્મક વાડ તોડી, વિનાશક પરિણામોમાં જઈ પડ્યા
[Caption on page ૧૦]
માણસજાત, દેવના શાસન હેઠળ, શાંતિપૂર્ણ નવી દુનિયામાં આનંદ કરશે.
[Caption on page ૧૧]
જીવન કે દેવની નવી દુનિયામાં છે જેને બાઇબલ “ખરેખરૂં જીવન” કહે છે.—૧ તીમોથી ૬:૧૯