માનવ - આપણે કોણ છીએ?
એ વું લાગે છે કે માનવને પોતાને ઓળખવાની સમસ્યા છે. ઉત્ક્રાંતિવાદી રીચર્ડ લકી અવલોકન કરે છે: “સદીઓથી તત્ત્વજ્ઞાનીઓએ માનવજાતિની માનવતાના પાસાનો અભ્યાસ કર્યો છે. પરંતુ આશ્ચર્ય તો એ વાતનું છે કે, માનવતાની ગુણવત્તા પર કોઈ વ્યાખ્યા સહમત થતી નથી.”
તેમ છતાં, કોપેનહેગનનું પ્રાણી સંગ્રહાલય એના પ્રાઈમેટ ઘરના પ્રદર્શન દ્વારા પોતાનો અભિપ્રાય આપે છે. પુસ્તક ૧૯૯૭ બ્રિટાનિકા બુક ઑફ ધ યર સમજાવ છે: “એક ડેનિશ યુગલ મુલાકાતીઓને વાનરો સાથેના પોતાના ગાઢ સંબંધની યાદ અપાવવા પ્રાણી સંગ્રહાલયના હંગામી રહેઠાણમાં રહેવા ગયું.”
સંદર્ભ પુસ્તકો અમુક પ્રાણી અને માનવ વચ્ચે ગાઢ સંબંધના આ પ્રકારના કથનનો ભરોસો આપે છે. દાખલા તરીકે, ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા કહે છે: “માનવ, તેમ જ ચિમ્પાન્ઝી જેવા વાનર, વાંદરાઓ, લીમરો, અને ટાર્સીયસ જેવા સ્તનવાળાં પ્રાણીઓને પ્રાઈમેટ કહેવામાં આવે છે.”
તોપણ, હકીકત એ છે કે, માનવીઓમાં પુષ્કળ અજોડ લાક્ષણિકતાઓ રહેલી છે કે જે પ્રાણીઓમાં નથી. માનવમાં પ્રેમ, અંતઃકરણ, નૈતિકતા, આત્મિકતા, ન્યાય, દયા, વિનોદવૃત્તિ, સર્જનાત્મકતા, સમય વિષે સભાનતા, પોતા વિષે સજાગ, સૌંદર્ય વિષે કદરદાન, ભાવિ માટેની ચિંતા, પઢીઓ પસાર થાય તેમ જ્ઞાન મેળવવાની ક્ષમતા, અને મરણ આપણા અસ્તિત્વનો અંત નથી એવી આશા છે.
પ્રાણીઓ અને આ લાક્ષણિકતાઓ વચ્ચે સેતુ બાંધવાના પ્રયત્નમાં, કેટલાક ઉત્ક્રાંતિવાદ તરફ ચીંધ છે, જે ઉત્ક્રાંતિ, મનોવિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનું મિશ્રણ કરે છે. શું ઉત્ક્રાંતિવાદ માનવ વિષેની મૂંઝવણ પર માહિતી આપે છે?
જીવનનો હેતુ શું છે?
ઉત્ક્રાંતિવાદી રોબર્ટ રાઈટ કહે છે, “ઉત્ક્રાંતિવાદ રજૂ કરવું એકદમ સહેલું છે. બીજા કોઈ પણ અંગોની જેમ માનવ મન, ભાવિ પઢીને આનુવંશિકતા પસાર કરવાના હેતુ માટે બનાવવામાં આવ્યું હતું; એ જે લાગણીઓ અને વિચારો ઉત્પન્ન કરે છે એને આ શબ્દાવલિમાં સારી રીતે સમજી શકાય છે.” બીજા શબ્દોમાં, આપણા સમગ્ર જીવનનો હેતુ, આપણા આનુવંશિકતા અને આપણા મન અનુસાર વંશવૃદ્ધિ છે.
ખરેખર, ઉત્ક્રાંતિવાદ અનુસાર, “મોટા ભાગના માનવમાં માત્ર કઠોર આનુવંશિક સ્વાર્થ જ સમાયેલો છે.” નૈતિક પ્રાણી (અંગ્રજી) પુસ્તક કહે છે: “કુદરતી રીતે જ માણસો અસંખ્ય સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ રાખવાનું ‘ઇચ્છે’ છે.” આ ઉત્ક્રાંતિવાદની માન્યતા અનુસાર, અમુક સંજોગો હેઠળ સ્ત્રીઓ માટે અનૈતિકતા સામાન્ય બાબત ગણવામાં આવે છે. માબાપના પ્રેમને પણ આનુવંશિક પ્રેરણા તરીકે જોવામાં આવે છે, જે બાળકોના બચાવની ખાતરી આપે છે. આ રીતે, એક મંતવ્ય અનુસાર, માનવ કુટુંબોની અનંતતા માટે આનુવંશિક વારસાના મહત્ત્વ પર ભાર આપે છે.
કેટલાંક સ્વ-મદદનાં પુસ્તકો હવે ઉત્ક્રાંતિવાદની નવી લહેર પર સવાર છે. તેમાંનું એક માનવ પ્રકૃતિને “ચિમ્પાન્ઝી, ગોરીલા, કે બબુનની પ્રકૃતિથી બહુ અલગ નથી,” એવું વર્ણન કરે છે. તે એ પણ બતાવે છે: “એ ઉત્ક્રાંતિની બાબત આવે છે ત્યારે, . . . પ્રજોત્પત્તિનું મહત્ત્વ છે.”
બીજી તર્ફે, બાઇબલ શીખવે છે કે દેવે માનવને ફક્ત પ્રજોત્પત્તિ ઉપરાંત બીજા હેતુ માટે પણ ઉત્પન્ન કર્યું હતું. આપણને દેવના “સ્વરૂપ” અને તેમના ગુણો, ખાસ કરીને પ્રેમ, ન્યાય, ડહાપણ અને શક્તિનું પ્રતિબિંબ પાડવાની ક્ષમતા સાથે બનાવ્યા. અગાઉ ઉલ્લેખવામાં આવેલી માનવીઓની અજોડ લાક્ષણિકતાઓને ઉમેરતાં, એ સ્પષ્ટ બને છે કે શા માટે બાઇબલ માનવીઓને પ્રાણીઓથી ચડિયાતા બતાવે છે. હકીકતમાં, બાઇબલ બતાવે છે કે દેવે માનવને ફક્ત હંમશ માટે જીવવાની ઇચ્છા સાથે જ નહિ, પરંતુ દેવની ન્યાયી નવી દુનિયાની પરિપૂર્ણતાનો આનંદ માણવાની ક્ષમતાવાળું પણ બનાવ્યું હતું.—ઉત્પત્તિ ૧:૨૭, ૨૮; ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧, ૨૯; સભાશિક્ષક ૩:૧૧; યાહાન ૩:૧૬; પ્રકટીકરણ ૨૧:૩, ૪.
આપણ જે માનીએ એની અસર પડે છે
સાચુ મંતવ્ય બાંધવું કંઈ સિદ્ધાંત માત્ર નથી, કેમ કે આપણે આપણા ઉદ્ભવ વિષે જે માનીએ એની આપણા જીવન પર અસર પડી શકે. ઇતિહાસકાર એચ. જી. વેલ્સે, ૧૮૫૯માં ચાલ્સ ડાર્વિનના જૂથપ્રકારના ઉદ્ભવ (અંગ્રેજી) પુસ્તક પ્રકાશિત થયા પછી ઘણા નિષ્કષ નોંધ્યા.
“ખરેખર નીતિભ્રષ્ટતાની શરૂઆત. . . . વર્ષ ૧૮૫૯ પછી લોકોએ વાસ્તવમાં વિશ્વાસ ગુમાવ્યો. . . . ઓગણીસમી સદીના અંતે પ્રચલિત લોકોએ માન્યું કે તેઓ અસ્તિત્વ માટેના સંઘર્ષથી સફળ થયા છે, જેમાં મજબૂત અને લુચ્ચા લોકો, નબળાં અને નિખાલસને હરાવે છે. . . . તેઓએ નક્કી કર્યું કે માનવ, ભારતના શિકારી કૂતરાની જેમ એક સામાજિક પ્રાણી છે. . . . તેઓને એ યોગ્ય લાગ્યું કે માનવરૂપી મોટાં કૂતરાં બીજા લોકો પર દાદાગીરી કરી અને કાબૂ ધરાવે છે.”
સ્પષ્ટપણે, આપણે ખરેખર કોણ છીએ એ વિષેનું સાચું દૃષ્ટિબિંદુ મેળવીએ, એ મહત્ત્વનું છે. કેમ કે, એક ઉત્ક્રાંતિવાદીએ પૂછ્યું: “સરળ જૂના ડાર્વિનવાદે . . . પશ્ચિમ સંસ્કૃતિનાં નૈતિક મૂલ્યો નબળાં કર્યાં છે તો, [ઉત્ક્રાંતિવાદની] નવી આવૃત્તિમાં તરબોળ થશે ત્યારે શું થશે?”
આપણે આપણા ઉદ્ભવ વિષે જે માનીએ એમાં આપણા જીવનના ખરા-ખોટાનાં પાયારૂપ મંતવ્યોને અસર થતી હોવાથી, આપણે આ સમગ્ર પ્રશ્નને ધ્યાનપૂર્વક તપાસીએ એ મહત્ત્વનું છે.
[Caption on page ૪]
ઇતિહાસકાર એચ. જી. વેલ્સે, ૧૮૫૯માં ચાર્લ્સ ડાર્વિનના જૂથપ્રકારનો ઉદ્ભવ (અંગ્રેજી) પુસ્તક પ્રકાશિત થયા પછી ઘણા નિષ્કર્ષ નોંધ્યા: “ખરેખર નીતિભ્રષ્ટતાની શરૂઆત. . . . વર્ષ ૧૮૫૯ પછી લોકોએ વાસ્તવમાં વિશ્વાસ ગુમાવ્યો.”