કોનું સ્વરૂપ—દેવનું કે પ્રાણીનું?
પ્રથમ માણસ આદમને “દેવના દીકરા” કહેવામાં આવ્યા. (લુક ૩:૩૮) કોઈ પ્રાણીએ કદી પણ એવા લહાવાનો આનંદ માણ્યો નથી. તોપણ, બાઇબલ બતાવે છે કે માણસો અને પ્રાણીઓમાં અસંખ્ય બાબતો સમાન છે. દાખલા તરીકે, મનુષ્ય અને પ્રાણીઓ બંને જીવ છે. દેવે આદમને બનાવ્યો ત્યારે, ઉત્પત્તિ ૨:૭ કહે છે, “માણસ સજીવ પ્રાણી થયું.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) પહેલા કોરીંથી ૧૫:૪૫ સહમત થાય છે: “પહેલો માણસ આદમ સજીવ પ્રાણી થયો.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) માનવ પોતે જીવ છે, એ કંઈ એનાથી અલગ વસ્તુ નથી જે મરણ સમયે બચે છે.
પ્રાણીઓ વિષે, ઉત્પત્તિ ૧:૨૪ કહે છે: “પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્યપશુઓ તથા પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે, તેઓને પૃથ્વી ઉપજાવો.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) જોકે આપણને દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન કરવામાં આવ્યા છે એવું બતાવીને માનવીઓનું ગૌરવ વધાર્યું છે એ જ સમયે, બાઇબલ આપણને પ્રાણીઓ સાથે, પાર્થિવ જીવ તરીકેના આપણા નમ્ર સ્થાનની પણ યાદ કરાવે છે. તોપણ, માણસ અને પ્રાણીઓમાં એવી બાબત છે જે સરખી જ છે.
બાઇબલ સમજાવે છે: “કેમકે માણસોને જે થાય છે તેજ પશુઓને થાય છે; તેઓની એક જ દશા થાય છે: જેમ એક મરે છે તેમ બીજું પણ મરે છે. . . . અને માણસ પશુ કરતાં બીલકુલ શ્રેષ્ઠ નથી. . . . સર્વ એક જ જગાએ જાય છે; સર્વ ધૂળનાં છે, ને સર્વ પાછાં ધૂળમાં મળી જાય છે.” હા, મરણની બાબતમાં માનવ અને પ્રાણીઓ સમાન છે. બંને “ભૂમિમાં,” “ધૂળમાં” પાછા જાય છે.—સભાશિક્ષક ૩:૧૯, ૨૦; ઉત્પત્તિ ૩:૧૯.
પરંતુ શા માટે મનુષ્ય મરણથી ઘણો દુઃખી થાય છે? શા માટે આપણે હંમશ માટે જીવવાની આશા રાખીએ છીએ? અને શા માટે આપણા જીવનનો હેતુ હોવો જ જોઈએ? ખરેખર, આપણે પ્રાણીઓથી ઘણા જુદા છીએ!
પ્રાણીઓથી કઈ રીતે જુદા છીએ
તમારા જીવનમાં ખાવા, સૂઈ જવા અને બાળકો પેદા કરવા સિવાય બીજો કોઈ હેતુ જ ન હોય તો શું તમે એની મઝા માણી શકશો? આ વિચારની આદર્શ ઉત્ક્રાંતિવાદીઓને પણ સમજણ પડતી નથી. ઉત્ક્રાંતિવાદ ટી. ડબઝાન્સકી લખે છે, “આજના જ્ઞાની નાસ્તિક અને અજ્ઞેયવાદી માણસો, જૂના પ્રશ્નો વિષે મનોમન વિચારવાથી પોતાને રોકી નહિ શકે: શું મારા પોતાના જીવનને જીવંત રાખવા અને જીવનનું ચક્ર ચાલુ રાખવા ઉપરાંત મારા જીવનનો કોઈ હેતુ છે? હું જે વિશ્વમાં રહું છું એનો શું કંઈક અર્થ છે?”
ખરેખર, ઉત્પન્નકર્તાના અસ્તિત્વનો નકાર કરવાથી કંઈ માણસની જીવનના હેતુની શોધ બંધ થઈ જતી નથી. ઇતિહાસકાર આર્નોલ્ડ ટોયન્બીનાં લખાણનો ઉલ્લખ કરતા, રીચર્ડ લીકી લખે છે: “[માનવ] આ આત્મિક ક્ષમતા તેને પોતે જેમાં જન્મ લીધો એ વિશ્વના સુમળમાં રહેવાના જીવનભરના સંઘષમાં ધકેલી દે છે.”
તોપણ, માનવ પ્રકૃતિ, આપણા ઉદ્ભવ અને આપણી આત્મિકતાના મૂળભૂત પ્રશ્નો એવાને એવા જ છે. માણસ અને પ્રાણીઓ વચ્ચે મોટું અંતર છે એ દેખીતું છે. એ કેટલું મોટું અંતર છે?
એટલા મોટા અંતરને ઓછું ન કરી શકાય?
ઉત્ક્રાંતિવાદની મૂળ સમસ્યા છે માનવ અને પ્રાણીઓ વચ્ચે મોટું અંતર. વાસ્તવમાં, એ કેટલું મોટું અંતર છે? ઉત્ક્રાંતિવાદીઓ પોતે એના વિષે કહેલી કેટલીક બાબતાનો વિચાર કરો.
ઓગણીસમી સદીના ઉત્ક્રાંતિવાદના આગળ પડતા સમર્થક, થોમસ એચ. હક્સલીએ લખ્યું: “મને એ વિષે પૂરી ખાતરી છે કે માનવ અને પ્રાણીઓ . . . વચ્ચે મોટું અંતર છે . . .. ., કેમ કે ફક્ત [માનવ]માં જ બુદ્ધિગમ્ય અને સમજદારીથી વાત કરવાની આશ્ચયજનક ક્ષમતા છે [અને] . . . પોતાના ઊતરતા લોકોના સ્તરથી કંઈક ઊંચે એની ઊંચાઈ પર એવી રીતે ઉભો રહે છે કે જાણે પવર્તની ટોચ પર ઉભો હોય.”
ઉત્ક્રાંતિવાદી માઇકલ સી. કોરબૉલિસ કહે છે કે “માનવીઓ અને બીજા પ્રાઈમેટો વચ્ચે મોટું અંતર છે . . . ‘આપણા આકારના બીજા પ્રાઈમેટો કરતાં આપણું મગજ ત્રણગણું મોટું છે.’” જ્ઞાનતંત્રના ખાસ દાક્તર રીચર્ડ એમ. રૅસ્ટક સમજાવે છે: “[માનવ] મગજ વિશ્વમાં ફક્ત એક એવું અંગ છે જે પોતાને સમજવાનો પ્રયાસ કરે છે.”
લીકી સ્વીકારે છે: “ચેતના વૈજ્ઞાનિકો માટે મુશ્કેલી ઊભી કરે છે, અને કેટલાક લોકોનું માનવું છે કે એને દૂર કરી શકાય નહિ. આપણે બધા સ્વ-સજાગતાનો અનુભવ કરીએ છીએ અને આ એટલી સતેજ હોય છે કે આપણા દરેક વિચાર અને કાર્યને પ્રકાશિત કરે છે.” તે એ પણ લખે છે: “ભાષા ખરેખર હોમો સપિયન્સ [માનવ] અને બાકીના પ્રકૃતિ દુનિયા વચ્ચે અંતર ઉત્પન્ન કરે છે.”
માનવ મગજના બીજા આશ્ચર્યનો ઉલ્લેખ કરતા, પીટર રસેલ લખે છે: “નિઃશંક યાદશક્તિ માનવ ક્ષમતાઓમાં સાથી મહત્ત્વપૂર્ણ છે. એના વિના કોઈ શીખવાનું . . . કોઈ બાદ્ધિક ક્રિયા, કોઈ ભાષાના વિકાસ થયો ન હોત, એવા કોઈ ગુણ ન હોત . . . જે સામાન્ય રીતે માનવ સાથે જોડવામાં આવે.”
વધુમાં, કોઈ પ્રાણી ઉપાસના કરતું નથી. આ રીતે, એડવર્ડ ઓ. વિલ્સન કહે છે: “ધાર્મિક વિશ્વાસની સહજ પ્રવૃત્તિ માનવ મગજમાં સૌથી વધારે જટિલ અને શક્તિશાળી છે અને સંભવિત, એ માનવ સ્વભાવનું બદલી ન શકાય એવું પાસું છે.”
ઉત્ક્રાંતિવાદી રૉબર્ટ રાઇટ સ્વીકારે છે, “માનવ વ્યવહાર અનેક અન્ય ડાર્વિનવાદી રહસ્યો ઊભા કરે છે. વિનોદવૃત્તિ અને હસવાનો શું હેતુ છે? લોકો મરણપથારીએ શા માટે કબૂલાતો કરે છે? . . . શોકનો હેતુ શું છે? . . . વ્યક્તિ મરી જ ગઈ છે તો શોક કરવાથી આનુવંશિકતાને શો લાભ?”
ઉત્ક્રાંતિવાદી ઈલન મૉરગન સ્વીકારે છે: “માનવીઓના ચાર સૌથી વધારે ઉલ્લેખનીય રહસ્યો છે: (૧) શા માટે તેઓ બે પગે ચાલે છે? (૨) શા માટે તેઓનાં શરીર પર રુંવાટી નથી? (૩) શા માટે તેઓનું આવું વિકસિત મોટું મગજ છે? (૪) શા માટે તેઓ બોલવાનું શીખ્યા?”
ઉત્ક્રાંતિવાદીઓ આ પ્રશ્નોના કેવા પ્રત્યુત્તર આપે છે? મૉરગન બતાવે છે: “આ પ્રશ્નોના રૂઢિચુસ્ત પ્રત્યુત્તરો છે: (૧) ‘અમે હજુ સુધી જાણતા નથી’; (૨) ‘અમે હજુ સુધી જાણતા નથી’; (૩) ‘અમે હજુ સુધી જાણતા નથી’, અને (૪) ‘અમે હજુ સુધી જાણતા નથી.’”
શંકાસ્પદ સિદ્ધાંત
પુસ્તક ધ લૉપસાઈડૅડ એપના લેખક કહે છે કે તેનું લક્ષ્ય “લાંબા ગાળે માનવની ઉત્ક્રાંતિનું સવિસ્તર વર્ણન કરવાનું હતું. અનેક નિષ્કર્ષ અનિશ્ચિત છે, કારણ કે એ મુખ્યત્વ કેટલાક જૂના દાંત, હાડકાં અને પથ્થરા પર આધારિત છે.” ખરેખર, ઘણા લોકો ડાર્વિનના પોતાના સિદ્ધાંતને સ્વીકારતા નથી. રીચર્ડ લીકી કહ છે: “આપણી ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ એ વિષયમાં ડાર્વિનની વ્યાખ્યા માનવ-વિજ્ઞાનમાં કેટલાંક વર્ષો સુધી પ્રબળ હતી, અને એ ખોટી નીકળી.”
ઇલેન મૉરગન અનુસાર ઘણા ઉત્ક્રાંતિવાદીઓ “ત્રીસ વર્ષ પહેલાં જાણતા હતા એવા પ્રત્યુત્તરોમાંથી તેઓનો વિશ્વાસ ગુમાવી બેઠા છે.” આમ, એમાં કોઈ આશ્ચય નથી કે ઉત્ક્રાંતિવાદીઓના કેટલાક સિદ્ધાંતો ભાંગી પડ્યા છે.
દુઃખદ પરિણામો
કેટલાક અભ્યાસોને જોવા મળ્યું છે કે નર પ્રાણીઓ જેટલા પ્રમાણમાં માદાઓ સાથે જાતીય સંબંધ કરે છે એના સંબંધ જાતિઓના વચ્ચે શરીરના કદની ભિન્નતાથી છે. આમાંથી કેટલાકે નિષ્કર્ષ કાઢ્યા કે માનવની જાતીયતા ચિમ્પાન્ઝીથી મળતી હોવી જોઈએ, કેમ કે માનવ પુરુષોની જેમ નર ચિમ્પાન્ઝી માદાથી થોડા મોટા હોય છે. કેટલાક લોકો તર્ક કરે છે કે ચિમ્પાન્ઝીની જેમ માનવીઓને એક કરતા વધારે સાથે જાતીયતા માણવાની પરવાનગી આપવી જ જોઈએ. અને ખરેખર, ઘણા લોકો કરે છે.
પરંતુ સામાન્ય રીત ચિમ્પાન્ઝી માટે સારુ કામ કરતી દેખાતી બાબત, માણસજાત માટે વિનાશક પુરવાર થઈ. હકીકતો બતાવે છે કે અવિચારી જાતીયતા એવા માર્ગે દોરી જાય છે, જ્યાં કૌટુંબિક ભંગાણ, ગર્ભપાત, રોગ, માનસિક અને લાગણીમય આઘાત, અદેખાઈ, કૌટુંબિક હિંસા હોય છે, અને તરછોડાયલાં બાળકો કોઈ વ્યવસ્થા વિના ઉછરે છે, અને આ ધિક્કારપૂર્ણ ચક્ર ચાલુ રહે છે. પ્રાણીઓની ઢબ યોગ્ય હોય તો, શા માટે દુઃખ?
ઉત્ક્રાંતિવાદી વિચારસરણી પણ માણસજાતના જીવનની પવિત્રતા પર શંકા ઊભી કરે છે. એ કયા આધારે પવિત્ર છે, જો આપણે એમ કહીએ કે દેવ નથી અને પોતાને ફક્ત ચડિયાતા પ્રાણી તરીકે જ જોતા હોઈએ? કદાચ આપણી બુદ્ધિને કારણે? જો બાબત એમ હોય તો, માનવીઓમાં તફાવત (અંગ્રેજી) પુસ્તકમાં ઊભા કરેલા પ્રશ્ન એકદમ યોગ્ય હશે: “આપણી પાસે સર્વ [ઉત્ક્રાંતિવાદી] સદ્ભાગ્ય હોવાના કારણે, માણસજાતને કૂતરાં અને બિલાડાં કરતાં વધારે મૂલ્યવાન રીતે વ્યવહાર કરવું શું એ યોગ્ય છે?”
ઉત્ક્રાંતિવાદના વિચારસરણીના અનોખા દૃશ્ય ફેલાય છે તેમ, એ “ચોક્કસરીતે નૈતિક વિચારસરણી ઊંડી અસર કરશે,” એમ નૈતિક પ્રાણી (અંગ્રેજી) કહે છે. પરંતુ એની નિષ્ઠુર નૈતિકતા છે કે જે આ તર્ક પર આધારિત છે કે આપણને “પ્રકૃતિ પ્રકિયા”માંથી બનાવવામાં આવ્યા છે, જે એચ. જી. વેલ્સ બતાવે છે તેમ, “મજબૂત અને લુચ્ચા લોકો નબળા અને નિખાલસ લોકોને હરાવે છે.”
નોંધનીયપણે, વર્ષો દરમિયાન ધીમે ધીમે નૈતિકતાને કોરી ખાનાર ઉત્ક્રાંતિવાદીઓના ઘણા સિદ્ધાંતો વિચારવંતોની બીજી લહેર આગળ ઓસરી ગયા છે. પરંતુ કરુણતા એ છે કે આવા સિદ્ધાંતાએ પહોંચાડેલું નુકસાન હજુ રહે છે.
ઉત્પત્તિની કે ઉત્પન્નકર્તાની ઉપાસના કરવી?
ઉત્ક્રાંતિ વ્યક્તિનું ધ્યાન જવાબ માટે ઉત્પત્તિ તરફ દારે છે, ઉત્પન્નકર્તા તરફ નહિ. બીજી તર્ફે, બાઇબલ આપણા નૈતિક મૂલ્યો અને આપણા જીવનના હેતુ માટે સાચા દેવ તરફ આપણું ધ્યાન દારે છે. તે એ પણ સમજાવે છે કે શા માટે આપણે ખોટું કરવાનું નિવારવા મહેનત કરવી પડે છે અને શા માટે માણસજાતને જ મરણથી દુઃખ થાય છે. વધુમાં, તે એની પણ સ્પષ્ટતા કરે છે કે શા માટે આપણે માણસજાતના મગજ અને હૃદયમાં જે ખાટું છે એ કરવા તરફ ઢળેલા છે. અમે તમને સંતોષપ્રદ સ્પષ્ટીકરણ મેળવવાનું આમંત્રણ આપીએ છીએ.
[Caption on page ૭]
માણસ અને પ્રાણીઓ વચ્ચે કેટલું મોટું અંતર છે?