ભવ્ય આકાશો
વિશાળ ભવ્ય આકાશમાં તારાઓનો એક સમૂહ છે. આ તારાઓનો સમૂહ ગોળાકારમાં છે, અને એક સમૂહ દસથી સો હજાર તારાઓનો છે. આપણી આકાશગંગામાં ૧૦૦ જેટલાં જાણીતા ગોળાકાર સમૂહો છે.
આપણી આકાશગંગાના સાંનિધ્યમાં, તારાઓના સમૂહો સરેરાશ ચારથી પાંચ પ્રકાશવર્ષોના અંતરે છે.a ગોળાકાર સમૂહમાં તારાઓ એક પ્રકાશવર્ષના દસમાં ભાગ જેટલાં દૂર હોય છે.
આ ફોટામાં બતાવેલા સમૂહો ઓમેગા સેન્ટૉરિ છે. પ્રત્યક્ષ જોતાં એક જ તારો દેખાય છે. તેમ છતાં, દૂરબીન વડે જોતા એક કરોડ જેટલા ચળકતા તારાઓ જોવા મળે છે. ઓમેગા સેન્ટૉરિ દક્ષિણ ગોળાર્ધમાં સારી રીતે જોઈ શકાય છે, છતાં વસંતઋતુ અને ઉનાળાની સાંજે આને મધ્ય ઉત્તર દિશાથી દક્ષિણ આકાશની ક્ષિતિજ સુધી જોઈ શકાય છે.
a એક પ્રકાશ વર્ષ બરાબર ૯૪,૬૦,૫૩,૦૦,૦૦,૦૦૦ કિલોમીટર.
ઓમેગા સેન્ટૉરિની પહોળાઈ લગભગ ૧૫૦ પ્રકાશવર્ષ છે; ફોટાની ઉપરથી નીચે સુધી પહોંચવા પ્રકાશને લગભગ ૧૫૦ વર્ષો લાગશે. અંદાજે, પૃથ્વીથી ઓમેગા સેન્ટૉરિ ૧૭,૦૦૦ પ્રકાશવર્ષ દૂર છે.
ઘણા દાયકાઓથી, ઓમેગા એકાંત તારાથી જાણીતો હતો. સત્તરમી સદીમાં, જર્મનીના અપરિપકવ ખગોળશાસ્ત્રી યોહૉન બાઈઅરે એકાંત તારાને ગ્રીક અક્ષર ઓમેગા નામ આપ્યું હતું (ω). છતાં, અંગ્રેજી ખગોળશાસ્ત્રી એડમન્ડ હેલીએ પહેલી વાર ૧૬૭૭માં ગોળાકાર સમૂહ તરીકે એનું અવલોકન કર્યું.
ઉત્તર ગોળાર્ધમાં જોવાલાયક સમૂહ M૧૩ છે, જે હરક્યુલસ નક્ષત્રમાં છે. એમાં એક કરોડ તારાઓનો સમાવેશ થાય છે અને ઓમેગા સેન્ટૉરિ કરતાં ૪૦૦૦ પ્રકાશવર્ષ આપણાથી દૂર છે. તેથી તે એકદમ નાનો દેખાય છે.
મોટા દૂરબીનમાંથી તમને ગોળાકાર સમૂહને જોવાની તક મળે તો, તમે જરૂરથી જોજો. તમે આ પ્રભાવશાળી સર્જનને રાત્રિના આકાશમાં જોઈ શકો છો.
ઓમેગા સેન્ટૉરિ
M૧૩
Milky Way galaxy and M13: Courtesy United States Naval Observatory
National Optical Astronomy Observatories