વિશ્વ પર નજર
પાણીની તંગી
_
“કંઈ પણ પગલાં ભરવામાં નહિ આવે તો, ૨૦૨૫ની સાલ પહેલાં બે તૃત્યાંસ માનવજાતિ તરસે મરશે,” ફ્રેંચ સામયિક લેક્સપ્રેસએ જાહેર કર્યું. વર્તમાનપત્ર લી ફીગારોએ ચીંધ્યું કે: “જગતની પચ્ચીસ ટકા વસ્તીને પીવાનું પાણી સહેલાઈથી મળતું નથી.” પાણીની તંગી વિષે સંબોધવા માટે, યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક, ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઈઝેશને માર્ચ ૧૯૯૮માં પૅરિસમાં એક આંતરરાષ્ટ્રીય સંમેલન ભર્યું હતું. ફ્રાંસના વડાપ્રધાન સમેત, ૮૪ દેશોમાંથી ૨૦૦ કરતાં વધારે પ્રતિનિધિઓએ, જગતનો પાણી પુરવઠો સાચવવા વિષે ચર્ચા કરી હતી. એક સમસ્યા પર ભાર મૂકવામાં આવ્યો હતો કે અયોગ્ય કૃષિ સિંચાઈ પદ્ધતિઓ અને પાણીની કાણાવાળી પાઈપોને કારણે ઘણી વાર પાણીનો બગાડ થાય છે. ફ્રેંચ પ્રમુખ ઝાક ચીરાકે ભાર મૂક્યો કે પાણી સર્વ માણસજાત માટે સૌથી મહત્ત્વનો ભાગ હોવાથી આ જરૂરિયાતની જગતવ્યાપી ધોરણે યોજના ઘડવી જોઈએ.
બાળકો નિખાલસ આનંદ પસંદ કરે છે
_
તમે તમારાં બાળકોની નજરમાં એક સારી માતા કઈ રીતે બની શકો? વિર્લપૂલ ફાઉન્ડેશનના છથી સત્તર વર્ષના ૧,૦૦૦ અમેરિકન બાળકોના સર્વેક્ષણમાં, મોટા ભાગનાં બાળકો પોતાની માતા સાથેની દરરોજની બાબતોમાં નિખાલસતાને પસંદ કરે છે, ખરી રીતે “ભેગા મળીને.” બાળકોની મમ્મી સાથેની પસંદગીની પ્રવૃત્તિ “ભેગા મળીને ભોજન કરવું” હતી. તેઓની બીજી પસંદગી “ભેગા મળીને જમવા માટે બહાર જવું” અને “ભેગા મળીને ખરીદી કરવા”માં સહભાગી થવું હતી. “સાથે બેસીને વાતો કરવી” એ પણ ત્રીજી જરૂરી બાબત હતી. બાળકોને પોતાની માતાઓનો આભાર માનવા માટેની રીતોની પસંદગી પણ નિખાલસ છે. સિત્તેર ટકાએ કહ્યું કે તેઓ મોટે ભાગે વારંવાર પોતાની માતાને “આલિંગન આપે છે અને ચૂમે” છે. તેઓની પછીની પસંદગીની રીતોમાં, “હું તને ચાહું છું” અને “આભાર” કહેવું હતી.
ગાય માટે સુખ અને આરામ
_
ટાયરનો પુનઃઉપયોગ કરીને રબરના ટુકડાઓ ભરીને બનાવેલ ગાદલાઓ હવે ગૌશાળાઓમાં જોવા મળે છે, કૅનેડાનું ધ ગ્લોબ ઍન્ડ મેઈલ અહેવાલ આપે છે. એમ વિચારવામાં આવે છે કે બે-ઇંચ-જાડા ગાદલાઓ ગાયને લાંબા સમય માટે ઉત્પાદક અને દૂધાળી બનાવી શકે છે. અહેવાલ અનુસાર, “ગૌશાળામાં ગાયો મોટા ભાગનું જીવન કોન્ક્રીટ પર વિતાવે છે,” જે તેઓના “પગોમાં તેમ જ પગનાં તળિયામાં નુકશાન પહોંચાડે છે.” ગાદલાઓ પ્રાણીઓના પગ અને તળિયાની સમસ્યાઓ જ ઘટાડતા નથી, પરંતુ તેઓ આરામ કરવા માટે જમીન પર બેસે છે ત્યારે, તેમના ઘૂંટણ પર ઓશીકાની જેમ ટેકો આપે છે. ગાદલાના ઉત્પાદકો કહે છે કે ગાય લીલા ઘાસચારામાં જેવો આરામ કરે છે તેવો જ આના પર અનુભવ કરે છે.
સ્પેનિશ બાળકો અને ટીવી
_
સ્પેનિશ કમિટિ ઑફ ધ યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડના કેરલોસ મારીઆ બ્રૂ અનુસાર, યુરોપા પ્રેસ અહેવાલ આપે છે કે, સ્પેનમાં ટીવી જોતા બાળકો દસ વર્ષની ઉંમરે પહોંચે એટલા સમયમાં તો સરેરાશ ૧૦,૦૦૦ ખૂન અને ૧,૦૦,૦૦૦ આક્રમક બનાવો જોઈ ચૂક્યા હોય છે. વધુમાં, પ્રાધ્યાપક લ્યૂસ મિગલ માર્ટનીઝે નોંધ્યું કે ૪થી ૧૨ વર્ષના ૭૫ ટકા કરતાં વધારે સ્પેનિશ બાળકો દિવસના ઓછામાં ઓછા અઢી કલાક ટીવી જુએ છે, અને મોટે ભાગે ૨૫ ટકા દિવસના ચાર કલાક કરતાં વધારે જુએ છે. અહેવાલ જણાવે છે કે સરેરાશ, “બાળકો વર્ષમાં ૯૩૭ કલાકો ટીવી સમક્ષ વિતાવે છે, જે દર વર્ષે શાળામાં વિતાવવામાં આવતા ૯૦૦ કલાક કરતાં વધારે છે.” ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ફર્મેશન સાયંસીસ ઑફ કંપલટેનશન યુનિવર્સિટીના રીકાર્ડો પારસ-અથનર અનુસાર, ટીવી પરની હિંસા સમાજશાસ્ત્રીય ઘટકોના એકીકરણમાંની એક છે જે સમાજની હિંસામાં ફાળો આપી શકે.
સ્ત્રીઓ અને હૃદયરોગ
_
ઓગણીસોને સાઠ સુધી, બ્રાઝિલમાં હૃદયતંત્ર વ્યવસ્થાના રોગ મુખ્યત્વે પુરુષોમાં જ જોવા મળતા હતા, વેજા સામયિક અહેવાલ આપે છે. તેમ છતાં, સ્ત્રીઓ નોકરી કરવા લાગી ત્યારથી પરિસ્થિતિમાં ફેરફાર આવ્યો છે. સ્ત્રીઓ પણ પુરુષોની જેમ નોકરીના સ્થળે “તણાવ, ધૂમ્રપાન અને આચરકુચર ખાવા” માંડી ત્યારે, વધુને વધુ સ્ત્રીઓને હૃદયરોગ થવા માંડ્યા. જોકે કેટલાક માને છે કે સ્ત્રીઓમાં હૃદયતંત્રની મુશ્કેલીઓ વિરુદ્ધ હોર્મોનલ રક્ષણનું પ્રમાણ હોય છે, “પરંતુ ૩૫ વર્ષની ઉંમર પછી, હોર્મોનનું રક્ષણ ઘટતું જાય છે, પુરુષોની જેમ સ્ત્રીઓમાં પણ એટલા જ પ્રમાણમાં જોખમ વધે છે,” સામયિક કહે છે. ઓગણીસોને પંચાણુમાં, બ્રાઝિલની સ્ત્રીઓમાં સ્તન કૅન્સર અને ગર્ભાશય કૅન્સર બંનેને ભેગા કરતા થયેલ મૃત્યુ કરતાં હૃદયરોગના હુમલાથી બે ગણા મૃત્યુ થયા હતા.
બોલિવિયામાં કૌટુંબિક ભંગાણ
_
સીત્તેર ટકા કરતાં વધારે બોલિવિયાવાસીઓ ગરીબાઈમાં જીવે છે, બોલિવિયન ટાઇમ્સ અહેવાલ આપે છે. પરિણામે, ઘણાં બાળકો “ઘર અને કુટુંબ છોડીને ગુંડાગીરીનું જીવન શરૂ કરે છે.” ત્યાં તેઓ કોકેન, ગ્લૂ અને ટર્પેન્ટાઇન ભેગા કરીને સૂંઘે છે. એવો અંદાજ કાઢવામાં આવે છે કે બોલિવિયામાં ૮૮ ટકા કેફી પદાર્થોનો ઉપયોગ ૫થી ૨૪ની વયના યુવાનો દ્વારા કરવામાં આવે છે. આમ ગત ૧૫ વર્ષ કરતાં વધુ સમયમાં ગેરકાયદે કેફી પદાર્થોનો ઉપયોગ કંઈક ૧૫૦ ટકા વધ્યો છે. ટાઇમ્સ અનુસાર, “કેટલાક વિચારે છે કે એનું મૂળ કારણ પરંપરાગત કૌટુંબિક ગોઠવણ પડી ભાંગી છે.”
સંગીત ગ્રાહકોને અસર કરે છે
_
ઇંગ્લૅંડમાં લેસ્ટર યુનિવર્સિટીમાંની માનસશાસ્ત્રીની એક ટુકડીએ શોધી કાઢ્યું કે દુકાનમાં સંગીત વગાડવાથી વાઇન ખરીદનારાઓની પસંદગીઓમાં અસર કરી શકે. “ફ્રેંચ વાજાંનું સંગીત વગાડવામાં આવતું ત્યારે, ફ્રેંચ વાઇન કરતાં વિવિધ જર્મન વાઇનની પાંચે એક જ બૉટલ ખરીદવામાં આવતી,” નેશનલ જેઓગ્રાફીક સામયિક કહે છે. “પરંતુ જર્મન દુકાનમાં જર્મન સંગીત વાગતું હોય ત્યારે, ખરીદનારાઓ દરેક એક ફ્રેંચ વાઇન બૉટલે બે જર્મન વાઇન બૉટલ ખરીદતા.” રસપ્રદપણે, ફક્ત થોડા જ ખરીદનારાઓ જાણે છે કે “તેઓના નિર્ણયમાં સંગીત ભાગ ભજવે છે,” એક સંશોધક કહે છે.
રસોઈ કરતા સાવચેત રહેવું
_
વર્ષ ૧૯૯૦થી ૧૯૯૪ સુધીમાં, જે સ્ત્રીઓને મસાચૂસેટ્સ જનરલ હૉસ્પિટલના સમ્નર રેડસ્ટોન બર્ન સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી, તેઓમાંની ઘણી સ્ત્રીઓનાં કપડાંને રસોઈ કરતી વખતે આગની લપેટમાં આવી જવાથી તેઓ મોટા ભાગે દાઝી જાય છે તેમ જ મૃત્યુ પામે છે, ટફ્સ યુનિવર્સિટી હૅલ્થ ઍન્ડ ન્યુટ્રીશન લેટર કહે છે. ઘણી વાર, ૬૦ કે એથી વધુ ઉંમરની સ્ત્રીઓ ભોગ બનતી હતી, અને સ્ટવ પરથી કીટલી ઉપાડવા જાય ત્યારે, તેમનાં કપડાંની બાંય આગ પકડી લે છે. સળગવાના ગંભીર બનાવો રોકવા લોકોને મદદ કરવા માટે નીચેનાં સૂચનો આપવામાં આવ્યાં હતાં. રાંધતી વખતે, (૧) બાથરોબ અથવા અન્ય ખૂલતા કપડાં ન પહેરો, (૨) વાસણ કે તવા નજીક જતી વખતે સળગવાની શક્યતા ઘટાડવા માટે શક્ય હોય તો આગળના બર્નરનો ઉપયોગ કરો, અને (૩) જ્વાળા-પ્રતિરોધક કપડાં પહેરો.
શું એ પ્રેમનું વક્તવ્ય છે?
_
“પ્રેમ અને જાતીયતાની લભ્યતા યુવાનો માટે સાથોસાથ જાય છે,” દક્ષિણ આફ્રિકી વર્તમાનપત્રની પૂર્તિ વિટનેસ ઈકોમાંનો અહેવાલ જણાવે છે, “અને તરુણ છોકરીઓ જાતીયતાની મના કરે તો શક્યપણે તેઓની મારઝૂડ કરવામાં આવતી.” કેપ ટાઉન નગરમાંના તરુણો મધ્યેના નિરીક્ષણે જણાવ્યું કે “પુરુષો સંબંધોને નિયંત્રિત કરતા, ઘણી વાર છોકરીઓ સાથે જાતીયતા માણવા તેઓ પર દબાણ તેમ જ હિંસા પણ કરે છે.” એક અહેવાલે બતાવ્યું કે ૬૦ ટકા છોકરીઓને બીજા પુરુષો સાથે વાત કરવા બદલ તેઓના સાથીઓ તેઓને મારઝૂડ પણ કરે છે. “મારઝૂડ તો રોજનો બનાવ છે,” અહેવાલ ઉમેરે છે, “કેમ કે તેઓની ઘણી સમોવડી છોકરીઓ એને પ્રેમના વક્તવ્ય તરીકે જુએ છે.”