અમારા વાચકો તરફથી
ટ્રુબાડોર “ટ્રુબાડોર ફક્ત પ્રેમગીતોના જ ગાયક નહિ” (માર્ચ ૮, ૧૯૯૮) લેખે મધ્ય સમાજમાં ભાગ ભજવતા સંગીત કલાકારોના પાત્રોનું કુશળતાપૂર્વક પૃથક્કરણ કર્યુ હતું. સાહિત્ય શિક્ષક હોવાથી મેં પોર્ટુગલ ટ્રુબાડોરનો અભ્યાસ કર્યો હતો, અને તમારા લેખે સંપૂર્ણ રીતે કલાત્મક પ્રવૃત્તિને સમજવામાં મદદ કરી. આ લેખની ગુણવત્તા તમારા સામયિકને ખ્યાતિ આપે છે.
આર. એન. એ., બ્રાઝિલ
હું કબૂલું છું કે આ લેખ વાંચવા માટે મારે સખત પ્રયત્નો કરવા પડ્યા, પરંતુ મેં વાંચવાનું ચાલુ કર્યા પછી, તરત જ એમાં મારો રસ વધ્યો. ખાસ કરીને, જેણે “પહેલા સ્ત્રીઓ”નો રિવાજ કાઢ્યો હતો એ વિષે શીખવાની મને ઘણી ખુશી થઈ. જાપાનમાં “પહેલા સ્ત્રીઓ”નો રિવાજ નથી હોતો, પરંતુ મારા પતિ નાના હતા ત્યારથી જ યહોવાહના સાક્ષી તરીકે ઉછર્યા હોવાથી, અમારી સગાઈ થઈ ત્યારથી જ આ રિવાજ પકડી રાખ્યો છે (અત્યારે અમારા લગ્નના પાંચ વર્ષ થયાં). હું ઘણી ખુશ છું.
વાય. એન., જાપાન
માતા અને બાળનું પુનર્મિલન “અજોડ મેળાપ” (માર્ચ ૮, ૧૯૯૮) લેખ મને હૃદયસ્પર્શી લાગ્યો. મારા માટે મારા વંશને જાણવું એ લાગણીમય બાબત હતી. મારા માતાપિતાએ લગ્ન કર્યા ન હતા. હું અવારનવાર મારા પિતા વિષે વિચારતી, પરંતુ મને મારા પ્રશ્નના ટૂંકમાં જ જવાબો મળતા હતા. થોડા સમય પહેલાં મેં મારી માતાને પૂછ્યું કે મારા પિતાનું પૂરું નામ શું હતું. ટેલિફોન ડિરેક્ટરીનો ઉપયોગ કરી, મેં તેમની બહેનને શોધી કાઢી, અને નવાઈની વાત એ છે કે, મને જાણવા મળ્યું કે મારા પિતાની બહેન પણ એક યહોવાહની સાક્ષી છે! તેણીએ મને સમજાવ્યું કે મારા પિતા લગ્ન કર્યા પહેલાં જ ૧૯૮૦માં મૃત્યુ પામ્યા હતા. તેમ છતાં, મારા દુઃખના સમયમાં મારી માતાએ તેમ જ મારી ફોઈએ કાયમ મને દિલાસો આપ્યો છે. તમારા લેખે મારું દુઃખ ઓછું કરવામાં મદદ કરી.
એલ. ડી., યુનાઈટેડ સ્ટેટ્સ
જાતિ ગર્વ “યુવાન લોકો પૂછે છે . . . જાતિના ગર્વ વિષે શું?” (માર્ચ ૮, ૧૯૯૮) લેખ વાંચી હું ખુશ થઈ. મને ઘણી વાર પૂછવામાં આવતું, “તું કઈ જાતિની છે?” મને મારી જાતિ વિષે ખબર ન હોવાથી હું મજાકમાં જવાબ આપતી, “મોન્ગરેલ!” પ્રવાસી નિરીક્ષકે કહ્યું, “તને કોઈ તારી જાતિ વિષે પૂછે તો, ફક્ત કહેવું, ‘હું એક યહોવાહની સાક્ષી છું.’” આ સંસ્થા કે જે બધી જાતિને સમાન ગણે છે એમાં રહેવા માટે મને ગર્વ છે.
ડી. એચ., યુનાઈટેડ સ્ટેટ્સ
હું ૧૪ વર્ષની છું અને આ લેખ માટે તમારો આભાર માનું છું. મને મારી જાતિ પ્રત્યે ગર્વ હતો. તેથી હું જાતિવાદમાં ખેંચાવા માંડી. આ લેખે મને એ સમજવામાં મદદ કરી કે યહોવાહની નજરમાં આપણે બધા સરખા છીએ.
આઈ. પી., ઇટાલી
હું યુવાન હતી ત્યારે, મારા ઘણા સહાદ્યાયીઓ પોતાની જાતિ અને રંગ વિષે ગર્વ લેતા હતા, તેઓનું કહેવું હતું કે તેઓ સ્પૅનિશ હતા, જ્યારે અમારી જાતિ લઘુમતી હતી. આથી મારામાં આત્મવિશ્વાસ ન હતો, અને હું નકામી છું એવી લાગણી થતી હતી. ઘણી વાર હું ‘મારા રંગને ધિક્કારતી હતી!’ આ લેખમાં જે સલાહ હતી તેણે મારું સ્વમાન જાળવવા અને યહોવાહ દેવે મને જે આપ્યું છે એમાં સંતુષ્ટ રહેવા મદદ કરી.
એ. જી., ફિલિપાઈન્સ
ખરેખર, મારી ખોટી ધારણા હતી કે પૈસાદાર દેશમાં જન્મે તેઓ ચઢિયાતા છે. તમારા લેખે મને એ જાણવા મદદ કરી કે હકીકતમાં એક જ જાતિ છે—એ છે માનવજાતિ.
એલ. જી., બ્રાઝિલ