વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૧૨/૮ પાન ૧૮-૧૯
  • ટાગ્વા બીજ - શું એ હાથીને બચાવી શકે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ટાગ્વા બીજ - શું એ હાથીને બચાવી શકે?
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • અનોખું તાડ વૃક્ષ
  • શા માટે હાથીનો મિત્ર
  • ઉપયોગી ટાગ્વા
  • હાથીની સૂંઢ
    સજાગ બનો!—૨૦૧૨
  • હાથીનો મહાવત
    સજાગ બનો!—૨૦૦૯
  • ખજૂરી
    સજાગ બનો!—૧૯૯૯
સજાગ બનો!—૧૯૯૯
g99 ૧૨/૮ પાન ૧૮-૧૯

ટાગ્વા બીજ - શું એ હાથીને બચાવી શકે?

સજાગ બનો!ના ઇક્વેડોરના ખબરપત્રી તરફથી

તેઓની મિત્રતા અશક્ય છે. એકનું વજન અમુક ગ્રામ છે; જ્યારે બીજાનું અમુક ટન છે. એક વનસ્પતિ છે; બીજું પ્રાણી છે. તેઓ અલગ અલગ ખંડોમાં રહે છે. તોપણ, દક્ષિણ આફ્રિકાનું આ નાનું ટાગ્વા બીજ આફ્રિકાના હાથીઓને અનાવશ્યક મોટા વિનાશથી બચાવી શકે. ટાગ્વા બીજ શું છે અને એ કઈ રીતે હાથીનું મિત્ર બની ગયું છે?

અનોખું તાડ વૃક્ષ

ટાગ્વા બીજ ઉત્તરદક્ષિણ અમેરિકામાં ખાસ કરીને જોવા મળતા વિવિધ પ્રકારના તાડના વૃક્ષનું એક બીજ છે. આ ધીમે ધીમે વધતા વૃક્ષોને સુંદર પીંછા જેવા આકર્ષક પાંદડાં જોવા મળે છે કે જે ઝડપથી વધે છે. ઘણા વર્ષો સુધી વૃક્ષનું થડ જોવા મળતું નથી. ટાગ્વા વૃક્ષ ઓછામાં ઓછા ૩૫થી ૪૦ વર્ષમાં બે મીટરની ઊંચાઈએ વધે છે. ભરપૂર ફળોનાં ઝૂમખાં સીધે સીધા પીંછા જેવા પાંદડાંની નીચે લાગે છે. સામાન્ય રીતે એ ફળના ઝૂમખાંનું વજન કંઈક ૧૦ કિલોગ્રામ હોય છે. આ ફળ કાચલામાં જોવા મળે છે. સામાન્ય રીતે દરેક ફળ ચારથી નવ બીજ ધરાવે છે, કે જેનો આકાર અને કદ લગભગ મરઘીના ઈંડાં જેવો હોય છે. પ્રથમ તબક્કે, બીજના પોલાણમાં તરસ છીપાવતું નારિયળના પાણી જેવું પ્રવાહી હોય છે. બીજા તબક્કે પ્રવાહી, મીઠા જેલીટીન ખાદ્ય પદાર્થમાં થીજી જાય છે. ત્રીજા અને છેલ્લા તબક્કે, જેલીટીન કઠણ અને સફેદ પદાર્થમાં વિકસિત થાય છે, કે જે નોંધનીયપણે હાથીદાંતને મળતું આવે છે.

શા માટે હાથીનો મિત્ર

હાથીદાંતની અવેજીમાં, ટાગ્વા બીજને સાચે જ હાથીના મિત્રો કહી શકાય. પ્રાણીઓના દાંત મેળવવાની લાલચમાં નિર્દય શિકારીઓએ આફ્રિકન હાથીના બચાવને ભયમાં મૂક્યો છે. તેમ છતાં, ટાગ્વા બીજ વ્યવહારું અવેજી પૂરી પાડે છે. એના વનસ્પતિજન્ય પદાર્થ પ્રાણીઓના દાંતને મળતો આવે છે. એ એકદમ કડક હોય છે એને વધારે પોલીશ કરવી પડે છે અને એ ઝડપથી રંગ પકડી લે છે. ટાગ્વા અને હાથીદાંત વચ્ચે એટલું બધું સરખાપણું જોવા મળે છે કે હાથકારીગરો અવારનવાર પોતાના ઉત્પાદન પર કોચલા પરનો બદામી રંગ રહેવા દે છે કે જેથી એ પુરવાર થાય કે તેઓ હાથીદાંતનો ઉપયોગ કરતા નથી. એવી વસ્તુ કે જેના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વનસ્પતિજન્ય હાથીદાંત જેવા પદાર્થને તાજેતરમાં જ શોધી કાઢવામાં આવ્યો નથી. વર્ષ ૧૭૫૦માં, દક્ષિણ અમેરિકાના મઠવાસી સાધુ ક્વાંન દે સાન્તા ક્તૃદ્ધસે તેના લખાણોમાં ટાગ્વા બીજને “મારબલ”ની સાથે સરખાવતા ઉલ્લેખ કર્યો કે જેનો પ્રતિમા પર કોતર કામ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. ઇક્વેડોરમાં ૧૯૦૦ના દાયકાની શરૂઆતથી ટાગ્વાનો મુખ્ય ઉદ્‍ભવથી દર વર્ષ હજારો ટન મુખ્યત્વે બટનના ઉત્પાદન માટે બીજનો નિકાસ કરવામાં આવતો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી, નવા અને બિનખર્ચાળ પ્લાસ્ટિકના આગમનથી ટાગ્વાના વેપારનો અંત આવ્યો. વનસ્પતિજન્ય હાથીદાંત જેવા પદાર્થના ફરી આગમનથી, તાજેતરમાં ૧૮ મહિનાઓમાં ૧,૬૫૦ ટન ટાગ્વા બીજ ઇક્વેડોરથી જર્મની, ઇટાલી, જાપાન, યુનાઈટેડ સ્ટેટ્‌સ અને બીજા ૧૮ દેશોમાં નિકાસ કરવામાં આવ્યું છે.a આજે કઈ રીતે ટાગ્વાનો ઉપયોગ કરવામાં આવે છે?

ઉપયોગી ટાગ્વા

બીજ કેટલું પાણી ધરાવે છે એના આધારે એને બે કે ત્રણ મહિના ઉષ્ણકટિબંધના તડકામાં સૂકવવામાં આવે છે. ત્યાર પછી, એને મશીનથી છોલવામાં આવે છે, એના કદ પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે, અને બટન બનાવવા માટે એને કાપવામાં આવે છે. ખરેખર, ટાગ્વામાંથી બનાવેલા “હાથીદાંત”ના બટન જગતની ઉચ્ચ ગુણવત્તાવાળા વસ્ત્રોની શોભા વધારે છે. તેમ છતાં, ટાગ્વાના ફક્ત બટનો કરતાં વધુ બાબતો માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘરેણાં, શતરંજના મહોરાં બનાવવા, વાંસળી બનાવવા, પીઆનોની કી અને છત્રીના હાથા જેવી વિવિધ વસ્તુઓ બનાવવામાં ટાગ્વાનો ઉપયોગ કરવામાં આવે છે.

પરંતુ ટાગ્વાના તાડનો એથી પણ વધારે ઉપયોગ થાય છે! પ્રક્રિયા કર્યા પછી બચેલા ઝીણા પાઉડરનો પ્રાણીઓના પૌષ્ટિક ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એ કોલસાને જલદી સળગાવવામાં પણ મદદ કરે છે. તાડના પાંદડાંઓથી પાણી ન પડે એવી છત બને છે. વધુમાં, ટાગ્વાની લણણી કરવા, પ્રક્રિયા કરવા તેમ જ એનો નિકાસ કરવા માટે એ ઘણા લોકોને રોજગારી પણ પૂરી પાડે છે.

એ સર્વ ઉપરાંત, હાથીદાંત જેવો પદાર્થ આફ્રિકાના હાથીઓને બચાવવામાં મહત્ત્વનો ફાળો આપી શકે છે. તેથી તમે હાથીદાંતના શોખીન હોવ તો, તમારે આફ્રિકાના સવાના તરફ જોવાની જરૂર નથી. દક્ષિણ અમેરિકાના વરસાદી જંગલોનો વિચાર કરો કે જ્યાં આવા હાથીદાંતના જેવો પદાર્થ વિપુલ પ્રમાણમાં વૃક્ષો પર ઊગે છે! હા, ટાગ્વા બીજને હાથીઓના મિત્ર તરીકે વિચારો.

[Footnote]

a જાન્યુઆરી ૧, ૧૯૯૪ અને જૂન ૧૫, ૧૯૯૫ની વચ્ચે.

[Pictures on page 18, 19]

૧. ટાગ્વા તાડ

૨. ટાગ્વા ફળોનાં ઝૂમખાં

૩. કાપેલાં ટાગ્વાનાં બીજ

૪. ટાગ્વા બીજને કઠણ નટ બનાવવા સૂકવવામાં આવે છે

૫. ટાગ્વા બટનો

૬. ટાગ્વાના ગર્ભમાંથી બનાવેલા સુશોભિત ઘરેણાં

૭. ટાગ્વાની પ્રતિમા

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો