વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g00 ૨/૮ પાન ૩
  • જીવનની ભવ્ય રચનાની નકલ કરવી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જીવનની ભવ્ય રચનાની નકલ કરવી
  • સજાગ બનો!—૨૦૦૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • એક સરસ દુનિયાનું વચન
  • કુદરતી રચનામાંથી શીખવું
    સજાગ બનો!—૨૦૦૦
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • આજે કોણ ઈશ્વરનું નામ રોશન કરે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • કુદરત પાસેથી શીખીએ
    સજાગ બનો!—૨૦૦૬
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૦૦
g00 ૨/૮ પાન ૩

જીવનની ભવ્ય રચનાની નકલ કરવી

બાળકો રમતાં રમતાં ગબડી પડે છે, અને માથાં અથડાય છે. મોટાં બાળકો ઝાડ અથવા સાયકલ પરથી કેટલી વાર પડે છે. રમતગમતના ખેલાડીઓ એકબીજામાં અફળાતા હોય છે. તેમ જ, કેટલી બધી કાર અથડાતી હોય છે. આ રીતે પડતા, અથડાતા, વાગતું હોવા છતાં, મોટા ભાગે આપણને ગંભીર ઈજા થતી નથી, અને આપણે સાજાસમા થઈ જઈએ છીએ. આપણું શરીર આ બધુ સહન કરી લે છે, પણ ઘણી વાર આપણે એની જરાય કદર કરતા નથી. જોકે, વૈજ્ઞાનિકો આપણાં હાડકાથી માંડીને ચામડી સુધીનું સંશોધન કરે છે. તેઓને જાણવા મળે છે કે, ખરેખર આપણા શરીરની રચના અદ્‍ભુત રીતે થઈ છે.

એવી ઘણી વસ્તુઓ છે, જે જોવામાં સાવ નજેવી લાગતી હોય, પણ એમાં પુષ્કળ શક્તિ હોય છે. એક બીનો દાખલો લઈએ. બીમાં એટલી શક્તિ હોય છે કે, એ પથ્થર કે ચણતરમાંથી પણ તીરાડ પાડીને ઉગી નીકળે છે. અરે ઘણી વખત તો એ વધીને મોટું ઝાડ પણ બને છે. વળી, ઘણી વાર તોફાની વાવાઝોડાથી વિજળીના થાંભલા ઉખડી જાય અને ઘરોને નુકસાન પહોંચે છે. પરંતુ, વૃક્ષો એટલાં મજબૂત હોય છે કે, એને કશું જ થતું નથી. હવે, લક્કડખોદ વિષે વિચારો. એ લાકડામાં કાણું પાડવા એના માથાનો એવા જોરથી ઉપયોગ કરે છે, છતાં એને કશું જ થતું નથી. પરંતુ, આપણે એમ કરવા જઈએ તો, મગજનો માવો જ બની જાય. મગરની ચામડી એટલી કઠણ હોય છે કે, તેને તીર, ભાલો કે બંદૂકની ગોળીની પણ કંઈ અસર કરતી નથી. (અયૂબ ૪૧:૧, ૨૬ સરખાવો.) ખરેખર, આવી સુંદર અને અદ્‍ભુત રચનાથી આપણે મોંમાં આંગળા નાખી જઈએ છીએ!

લગભગ છેલ્લાં ૪૦ વર્ષમાં ખૂબ જ પ્રગતિ થઈ છે. એને કારણે વૈજ્ઞાનિકો નવાં નવાં યંત્રોથી કુદરતી રચના વિષે ઘણું શીખ્યા છે. કોષોનો અભ્યાસ કરવાથી એનું ઊંડુ જ્ઞાન મળે છે. આ કોષોની સુંદર રચના જોઈને બધા જ આશ્ચર્ય પામે છે. વૈજ્ઞાનિકો કુદરતી રચના વિષે જાણવા ચાહે છે એટલું જ નહિ, પણ એની નકલ કરવા ચાહે છે. એવા સંશોધનોથી વૈજ્ઞાનિકો ઘણા સફળ થયા છે. તેથી, તેઓએ એક નવો વિભાગ શરૂ કર્યો છે જેને તેઓ બાયોમિમેટીક્સ [જીવવિજ્ઞાન] તરીકે ઓળખાવે છે. એ શબ્દ ગ્રીક ભાષામાંથી આવે છે. ગ્રીક શબ્દ બાયોસનો અર્થ થાય “જીવન,” અને મિમેસીસનો અર્થ થાય છે “નકલ કરવી.”

એક સરસ દુનિયાનું વચન

જીવનની રચનાની નકલ કરવાના વિષય પર એક પુસ્તક જણાવે છે: “એનો અર્થ એ થાય કે જીવ-જંતુ અને ઝાડ-પાન કઈ રીતે ઉત્પન્‍ન થયા [અને] એ કઈ રીતે કામ કરે છે, એના પર અભ્યાસ કરવો.” એ જ પુસ્તક આગળ કહે છે કે, આ અભ્યાસથી ‘નવું નવું જાણવા મળે છે અને એની મદદથી ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે ત્યારે, એ કુદરતી રચનાને મળતી આવે છે.’

સ્ટીફન વેનરાઈટ નામના એક વૈજ્ઞાનિક જણાવે છે કે, એ સંશોધન “૨૧મી સદીમાં અણુ જીવવિજ્ઞાનની જગ્યાએ સૌથી મહત્ત્વનું બની જશે.” પ્રોફેસર મેમેટ સારીકાયાનું કહેવું છે: “આપણે એવા ફેરફારો જોઈશું જે લોહયુગ અને ઔદ્યોગિક પ્રગતિ સમાન હશે. જલદી જ એવો યુગ આવશે, જેમાં જીવનની સુંદર રચનાની નકલ થશે. મને લાગે છે કે જલદી જ એ સંશોધન આપણી રહેણી-કરણીમાં મોટા ફેરફારો લાવશે.”

આપણે જોઈશું તેમ, હમણાં એ સંશોધન આપણા જીવનને અસર કરવા લાગ્યું છે. પરંતુ, ચાલો આપણે અમુક અદ્‍ભુત રચના વિષે વિચારીએ, જે સમજવા વૈજ્ઞાનિકો હજુ પણ દિવસ-રાત એક કરી મથી રહ્યા છે. વળી, આપણે “રચના” શબ્દના અર્થ વિચારીશું, અને એ પણ જોઈશું કે આપણા અદ્‍ભુત જગતમાં એ રચનાનું કેટલું મહત્ત્વ છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો