૪. શું ઈશ્વરે આપણને દુઃખ-તકલીફો સહેવા બનાવ્યા છે?
એ જાણવું કેમ જરૂરી છે?
એ જાણવાથી આપણા જીવન પર ઊંડી અસર પડી શકે છે.
વિચારવા જેવું
ઈશ્વરે દુનિયાને આટલી સુંદર બનાવી, તો પછી એમાં દુઃખ-તકલીફો કેમ રહેવા દીધી?
ધર્મમાં માનતા ન હોય એવા લોકોનું કહેવું છે: ‘દુઃખ-તકલીફો પુરાવો આપે છે કે ઈશ્વરને આપણી કંઈ પડી નથી.’ તેઓ માને છે કે (૧) ઈશ્વર પાસે દુઃખ-તકલીફો રોકવાની શક્તિ નથી, (૨) એ રોકવાની ઈશ્વરની ઇચ્છા નથી અથવા (૩) ઈશ્વર છે જ નહિ.
શું દુઃખ-તકલીફો માટે એ કારણો હોય શકે?
વધુ જાણવા
jw.org પર કઈ રીતે કહી શકીએ કે બાઇબલનું શિક્ષણ ખરું છે? વીડિયો જુઓ.
બાઇબલ શું કહે છે
ઈશ્વરે આપણને દુઃખ-તકલીફો સહેવા નથી બનાવ્યા.
તે ચાહે છે કે આપણે જીવનની મજા માણીએ.
‘મનુષ્ય આનંદ કરે અને ભલું કરે, એના કરતાં બીજું કશું વધારે સારું નથી. માણસ ખાય, પીએ અને પોતાની મહેનતનું ફળ ભોગવે એ ઈશ્વરનું વરદાન છે.’—સભાશિક્ષક ૩:૧૨, ૧૩, કોમન લેંગ્વેજ.
ઈશ્વરે પ્રથમ સ્ત્રી-પુરુષને બનાવ્યાં ત્યારે તેઓને બધું જ આપ્યું હતું. તેઓને કશાની ખોટ ન હતી.
ઈશ્વરે તેઓને અને તેઓનાં બાળકોને દુઃખ-તકલીફો સહેવા બનાવ્યા ન હતા.
‘ઈશ્વરે તેઓને કહ્યું કે સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેની પર અધિકાર ચલાવો.’—ઉત્પત્તિ ૧:૨૮.
પ્રથમ યુગલે જાણીજોઈને ઈશ્વરની આજ્ઞા તોડી.
આમ, તેઓ પોતાના પર અને પોતાનાં બાળકો પર દુઃખ-તકલીફો લાવ્યા.
“એક માણસથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ અને બધા માણસોએ પાપ કર્યું હોવાથી તેઓમાં મરણ ફેલાયું.”—રોમનો ૫:૧૨.a
ઈશ્વરે મનુષ્યોને એવી રીતે નથી બનાવ્યા કે તેઓ પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકે.
જેમ માણસ પાણીમાં રહી શકતો નથી. એવી જ રીતે માણસ બીજા પર સત્તા ચલાવી શકતો નથી.
‘માણસ પાસે પોતાનો જીવનમાર્ગ નક્કી કરવાની ક્ષમતા નથી.’—યર્મિયા ૧૦:૨૩, કોમન લેંગ્વેજ.
ઈશ્વર નથી ચાહતા કે આપણા પર દુઃખ-તકલીફો આવે.
તે ચાહે છે કે આપણે મુશ્કેલીઓથી બને એટલું દૂર રહીએ.
‘જો તેં મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારું! એનાથી તારી શાંતિ નદીના જેવી થાત.’—યશાયા ૪૮:૧૮.
a બાઇબલ જ્યારે “પાપ” વિશે જણાવે છે ત્યારે એ ફક્ત ખોટાં કામોને જ બતાવતું નથી. પણ આદમના પાપની અસરને પણ બતાવે છે જે મનુષ્યોને વારસામાં મળી છે.