વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાઠ ૬૧ પાન ૧૪૬-પાન ૧૪૭ ફકરો ૩
  • તેઓ મૂર્તિ આગળ નમ્યા નહિ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તેઓ મૂર્તિ આગળ નમ્યા નહિ
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • એક રાજ્ય જેનો કદી નાશ નહિ થાય
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • ભાગ દસમાં શું શીખીશું?
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • શું તમે જાણો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાઠ ૬૧ પાન ૧૪૬-પાન ૧૪૭ ફકરો ૩
શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો સોનાની મૂર્તિની પૂજા કરવાની ના પાડી રહ્યા છે

પાઠ ૬૧

તેઓ મૂર્તિ આગળ નમ્યા નહિ

નબૂખાદનેસ્સાર રાજાએ એક મૂર્તિ વિશે સપનું જોયું. એના થોડા સમય પછી, તેમણે સોનાની એક મોટી મૂર્તિ બનાવડાવી. તેમણે એ મૂર્તિ દૂરા નામના મેદાનમાં ઊભી કરી. તેમણે દેશના ખાસ લોકોને એ મૂર્તિ આગળ ભેગા કર્યા. એમાં શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો પણ હતા. રાજાએ બધાને હુકમ આપ્યો: ‘રણશિંગડા, વીણા અને મશકવાજાનો અવાજ સાંભળો કે તરત, તમે મૂર્તિ આગળ નમીને એની પૂજા કરજો. જે નહિ નમે, તેને આગની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે.’ તમને શું લાગે છે, એ ત્રણ યહૂદીઓ મૂર્તિની પૂજા કરશે કે ફક્ત યહોવાની જ ભક્તિ કરશે?

રાજાએ સંગીત વગાડવાનો હુકમ આપ્યો. શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો સિવાય બીજા બધાએ મૂર્તિ આગળ નમીને એની પૂજા કરી. એ જોઈને અમુક માણસોએ રાજાને કહ્યું: ‘એ ત્રણ યહૂદીઓએ તમે ઊભી કરેલી મૂર્તિની પૂજા કરવાની ના પાડી દીધી.’ રાજાએ તરત એ ત્રણેયને બોલાવ્યા અને કહ્યું: ‘હું તમને મૂર્તિની પૂજા કરવાનો બીજો એક મોકો આપું છું. જો તમે એવું નહિ કરો, તો હું તમને આગની ભઠ્ઠીમાં ફેંકી દઈશ. એવો કોઈ ઈશ્વર નથી, જે તમને મારા હાથમાંથી બચાવી શકે.’ તેઓએ કહ્યું: ‘અમને બીજો મોકો નથી જોઈતો. અમારા ઈશ્વર અમને બચાવી શકે છે. પણ જો તે અમને ન બચાવે તોપણ, હે રાજા, અમે આ મૂર્તિની પૂજા નહિ કરીએ.’

નબૂખાદનેસ્સારને બહુ ગુસ્સો આવ્યો. તેમણે પોતાના માણસોને કહ્યું: ‘ભઠ્ઠીને સાત ગણી વધારે ગરમ કરો.’ પછી તેમણે પોતાના સૈનિકોને હુકમ આપ્યો: ‘આ ત્રણ માણસોને બાંધી દો અને ભઠ્ઠીમાં નાખી દો.’ ભઠ્ઠી એટલી ગરમ હતી કે સૈનિકો જેવા એની પાસે ગયા, બળીને ખાખ થઈ ગયા. ત્રણ યહૂદી માણસો ભઠ્ઠીમાં પડી ગયા. પણ નબૂખાદનેસ્સારે જોયું કે ભઠ્ઠીમાં ત્રણ નહિ, ચાર માણસો ફરી રહ્યા છે. તે ડરી ગયા અને તેમણે પોતાના અધિકારીઓને પૂછ્યું: ‘શું આપણે ત્રણ માણસોને આગમાં ફેંક્યા ન હતા? મને તો ચાર દેખાય છે અને એક તો દૂત જેવો દેખાય છે!’

નબૂખાદનેસ્સાર ભઠ્ઠી પાસે ગયા અને તેમણે બૂમ પાડી: ‘સર્વોચ્ચ ઈશ્વરના સેવકો બહાર આવો.’ બધા એ જોઈને હેરાન હતા કે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને કંઈ જ થયું નથી. તેઓની ચામડી, તેઓના વાળ અને તેઓનાં કપડાં જરાય બળ્યાં ન હતાં. અરે તેઓમાંથી બળવાની વાસ પણ આવતી ન હતી!

નબૂખાદનેસ્સારે કહ્યું: ‘શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોના ઈશ્વર મહાન છે! તેમણે દૂતને મોકલીને પોતાના સેવકોને બચાવ્યા છે. તેમના જેવો બીજો કોઈ ઈશ્વર નથી!’

આ ત્રણ યહૂદીઓની જેમ શું તમે પણ યહોવાને વફાદાર રહેવાનું નક્કી કર્યું છે, પછી ભલે ગમે તે થઈ જાય?

રાજા નબૂખાદનેસ્સાર એ જોઈને હેરાન છે કે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને આગથી કોઈ ઈજા નથી થઈ

“તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર અને તેમની એકલાની જ પવિત્ર સેવા કર.”—માથ્થી ૪:૧૦

સવાલ: શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોએ શું કરવાની ના પાડી? યહોવાએ તેઓને કઈ રીતે બચાવ્યા?

દાનિયેલ ૩:૧-૩૦

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો