વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lmd પાઠ ૮
  • ધીરજ રાખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ધીરજ રાખો
  • પ્રેમથી શીખવીએ
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈસુએ શું કર્યું?
  • ઈસુ પાસેથી શું શીખવા મળે છે?
  • ઈસુ જેવું કરો
  • ધીરજ બતાવતા રહીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—શીખવવા વીડિયોનો ઉપયોગ કરીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • દરેકનો વિચાર કરો
    પ્રેમથી શીખવીએ
  • હાર ન માનો, મદદ કરતા રહો
    પ્રેમથી શીખવીએ
વધુ જુઓ
પ્રેમથી શીખવીએ
lmd પાઠ ૮

ફરી મળવા જાઓ

ઈસુ પોતાના ભાઈ યાકૂબને મળવા આવે છે, જે સુથારી કામ કરી રહ્યા છે. ઈસુને જોઈને યાકૂબને ખૂબ નવાઈ લાગે છે.

યોહા. ૭:૩-૫; ૧ કોરીં. ૧૫:૩, ૪, ૭

પાઠ ૮

ધીરજ રાખો

મુખ્ય કલમ: “પ્રેમ ધીરજ રાખે છે.”—૧ કોરીં. ૧૩:૪.

ઈસુએ શું કર્યું?

ઈસુ પોતાના ભાઈ યાકૂબને મળવા આવે છે, જે સુથારી કામ કરી રહ્યા છે. ઈસુને જોઈને યાકૂબને ખૂબ નવાઈ લાગે છે.

વીડિયો: ઈસુએ યાકૂબને મદદ કરતી વખતે ધીરજ રાખી

૧. વીડિયો જુઓ અથવા યોહાન ૭:૩-૫ અને ૧ કોરીંથીઓ ૧૫:૩, ૪, ૭ વાંચો. પછી આ સવાલો પર વિચાર કરો:

  1. ક. શરૂઆતમાં ઈસુના ભાઈઓએ તેમનો સંદેશો સાંભળીને શું કર્યું?

  2. ખ. કઈ રીતે ખબર પડે છે કે ઈસુએ પોતાના ભાઈ યાકૂબને મદદ કરવાનું છોડ્યું નહિ?

ઈસુ પાસેથી શું શીખવા મળે છે?

૨. અમુક લોકોને સંદેશો સ્વીકારતા કદાચ વધારે ટાઇમ લાગે, એટલે આપણે ધીરજ રાખવી જોઈએ.

ઈસુ જેવું કરો

૩. અલગ અલગ રીત અજમાવો. જો વ્યક્તિ બાઇબલમાંથી શીખવા તરત હા ન પાડે તો તેને દબાણ કરશો નહિ. સમય-સંજોગો પારખીને તેને અમુક વીડિયો અથવા લેખો બતાવો. એનાથી તે સમજી શકશે કે કઈ રીતે બાઇબલમાંથી શીખવવામાં આવે છે અને તેને કેવા ફાયદા થશે.

૪. સરખામણી કરશો નહિ. જેમ દરેક આંગળી સરખી હોતી નથી, તેમ દરેક વ્યક્તિ સરખી હોતી નથી. કદાચ તમારા કુટુંબની કોઈ વ્યક્તિ અથવા તમે સંદેશો જણાવ્યો હોય એવી વ્યક્તિ અભ્યાસ કરતા અચકાતી હોય. કદાચ તેને ઈશ્વરના વિચારો સ્વીકારવા અઘરા લાગતા હોય. એમ હોય તો એની પાછળનું કારણ જાણવાની કોશિશ કરો. શું તેને પોતાના ધર્મનું કોઈ શિક્ષણ કે રીતરિવાજ છોડવો અઘરું લાગે છે? શું તેનાં સગાં-વહાલાં કે આજુબાજુ રહેતા લોકો તેનો વિરોધ કરે છે? કદાચ વ્યક્તિને બાઇબલની વાતો સમજતા અથવા એ વાતો કેટલી કીમતી છે એ સમજતા થોડી વાર લાગે. એટલે ધીરજ રાખો.

૫. પ્રાર્થના કરો. યહોવા પાસે મદદ માંગો જેથી તમે નિરાશ ન થઈ જાઓ અને વ્યક્તિ સાથે સમજી-વિચારીને વાત કરતા રહી શકો. ‘શું વ્યક્તિને ખરેખર શીખવાની ઇચ્છા છે? તેને ક્યારે મળવાનું બંધ કરી દેવું જોઈએ?’ એ વિશે યોગ્ય નિર્ણય લેવા પણ યહોવાને પ્રાર્થના કરો.—૧ કોરીં. ૯:૨૬.

આ પણ જુઓ:

માર્ક ૪:૨૬-૨૮; ૧ કોરીં. ૩:૫-૯; ૨ પિત. ૩:૯

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો