વાત શરૂ કરો
પાઠ ૧
દરેકનો વિચાર કરો
મુખ્ય કલમ: “તમે ફક્ત પોતાનો જ વિચાર ન કરો, પણ બીજાઓની ભલાઈનો પણ વિચાર કરો.”—ફિલિ. ૨:૪.
ઈસુએ શું કર્યું?
૧. વીડિયો જુઓ અથવા યોહાન ૪:૬-૯ વાંચો. પછી આ સવાલો પર વિચાર કરો:
- ક. સમરૂની સ્ત્રી સાથે વાત કરતા પહેલાં ઈસુએ શાના પર ધ્યાન આપ્યું? 
- ખ. ઈસુએ કહ્યું: “મને પાણી આપ.” વાત શરૂ કરવાની એ કેમ એક સારી રીત હતી? 
ઈસુ પાસેથી શું શીખવા મળે છે?
૨. આપણે સામેવાળી વ્યક્તિનો વિચાર કરીએ. તેને ગમી જાય એવા વિષયથી વાત શરૂ કરીએ. એમ કરીશું તો વાતચીત સારી રીતે કરી શકીશું.
ઈસુ જેવું કરો
૩. ફેરફાર કરવા તૈયાર રહો. એવું ન વિચારશો કે તમે જેના પર વાત કરવા માંગો છો, એનાથી જ વાત શરૂ થવી જોઈએ. પણ એવી કોઈ વાત કરો, જેના વિશે મોટા ભાગના લોકો વિચારતા હોય. આ સવાલો પર વિચાર કરો:
- ક. ‘આજકાલ સમાચારમાં શું જોવા મળે છે?’ 
- ખ. ‘મારી સાથે ભણતા દોસ્તો કે સાથે કામ કરતા લોકો અથવા આસપાસ રહેતા લોકો શાના વિશે વાતો કરે છે?’ 
૪. ધ્યાનથી જુઓ. આ સવાલોનો વિચાર કરો:
- ક. ‘સામેવાળી વ્યક્તિ હમણાં શું કરે છે? તેના મનમાં કેવા વિચારો ચાલતા હશે?’ 
- ખ. ‘તેનો પહેરવેશ, દેખાવ કે ઘર કેવું છે? શું એ જોઈને ખબર પડે છે કે તે કઈ જગ્યાથી છે અથવા કયો ધર્મ પાળે છે?’ 
- ગ. ‘શું હમણાં વાત કરીશ તો તેને ફાવશે?’ 
૫. ધ્યાનથી સાંભળો.
- ક. તમે જ બોલ બોલ ન કરશો. 
- ખ. સામેવાળી વ્યક્તિને પોતાના વિચારો જણાવવા દો. સમય-સંજોગોને ધ્યાનમાં રાખીને સવાલો પૂછો.