વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lmd પાઠ ૨
  • સહેલાઈથી વાતચીત કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સહેલાઈથી વાતચીત કરો
  • પ્રેમથી શીખવીએ
  • મથાળાં
  • સરખી માહિતી
  • ફિલિપે શું કર્યું?
  • ફિલિપ પાસેથી શું શીખવા મળે છે?
  • ફિલિપ જેવું કરો
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—કોઈ પણ સમયે સાક્ષી આપવાની પહેલ કરીએ
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • દરેકનો વિચાર કરો
    પ્રેમથી શીખવીએ
  • ફિલિપે “ઈસુ વિશેની ખુશખબર” જણાવી
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સામાન્ય વાતચીતથી શરૂઆત કરીને સાક્ષી આપવાની તક ઝડપીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
વધુ જુઓ
પ્રેમથી શીખવીએ
lmd પાઠ ૨

વાત શરૂ કરો

ફિલિપ ઇથિયોપિયાના એક માણસ સાથે વાત કરે છે. એ માણસ રથમાં બેસીને વીંટો વાંચી રહ્યો છે.

પ્રે.કા. ૮:૩૦, ૩૧

પાઠ ૨

સહેલાઈથી વાતચીત કરો

મુખ્ય કલમ: “ખરા સમયે કહેલો શબ્દ કેટલો સારો લાગે છે!”—નીતિ. ૧૫:૨૩.

ફિલિપે શું કર્યું?

ફિલિપ ઇથિયોપિયાના એક માણસ સાથે વાત કરે છે. એ માણસ રથમાં બેસીને વીંટો વાંચી રહ્યો છે.

વીડિયો: ફિલિપે ઇથિયોપિયાના અધિકારીને પ્રચાર કર્યો

૧. વીડિયો જુઓ અથવા પ્રેરિતોનાં કાર્યો ૮:૩૦, ૩૧ વાંચો. પછી આ સવાલો પર વિચાર કરો:

  1. ક. ફિલિપે કઈ રીતે વાત શરૂ કરી?

  2. ખ. વાત શરૂ કરવાની અને નવી માહિતી જણાવવાની એ કેમ એક સહેલી રીત હતી?

ફિલિપ પાસેથી શું શીખવા મળે છે?

૨. સંદેશો જણાવવામાં ઉતાવળ ન કરીએ. એનાથી સામેવાળી વ્યક્તિ વાત કરતા અચકાશે નહિ અને વાતચીત સહેલાઈથી આગળ વધશે. પછી જ્યારે આપણે સંદેશો વાતચીતમાં વણી લઈશું, ત્યારે વ્યક્તિ સાંભળવા તૈયાર હશે.

ફિલિપ જેવું કરો

૩. વ્યક્તિ પર ધ્યાન આપો. વ્યક્તિના ચહેરાથી અને બોલવા-ચાલવાની રીતથી ઘણું જાણવા મળે છે. શું તેને જોઈને લાગે છે કે તે તમારી સાથે વાત કરવા માંગે છે? જો લાગે કે તે વાત કરશે, તો બાઇબલમાંથી કંઈક જણાવવા તમે આ રીતે શરૂઆત કરી શકો: “શું તમને લાગે છે . . . ?” જો તે વાતચીત કરવા માંગતી ન હોય, તો પરાણે વાત આગળ વધારશો નહિ.

૪. ઉતાવળ ન કરો. એવું ન વિચારશો કે વાત શરૂ કર્યા પછી તરત સંદેશો જણાવવો પડશે. પણ વાત વાતમાં કંઈક જણાવવાની તક મળે એની રાહ જુઓ. કદાચ એવી તક તરત ન મળે, વ્યક્તિને ફરી મળો ત્યાં સુધી તમારે રાહ જોવી પડે.

૫. ફેરફાર કરવા તૈયાર રહો. બની શકે કે વાતચીત વખતે વ્યક્તિ કોઈ અલગ જ વિષય પર વાત શરૂ કરે. એવા સમયે તમે જે વિષયની તૈયારી કરી હોય એને પકડી ન રાખો. પણ વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે બાઇબલમાંથી કોઈ વિચાર જણાવો.

આ પણ જુઓ:

સભા. ૩:૧, ૭; ૧ કોરીં. ૯:૨૨; ૨ કોરીં. ૨:૧૭; કોલો. ૪:૬

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો