સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—કોઈ પણ સમયે સાક્ષી આપવાની પહેલ કરીએ
કેમ મહત્ત્વનું: ઘર ઘરના પ્રચારકાર્યમાં ઘણી વાર લોકો ઘરે મળતા નથી. તેઓ કદાચ આવી જગ્યાએ મળી શકે. જેમ કે, બસ કે રેલવેમાં મુસાફરી કરતી વખતે, દવાખાનામાં રાહ જોતી વખતે, સ્કૂલ કે નોકરીની રિસેસમાં. યહોવાની ઇચ્છા છે કે દરેક લોકોને રાજ્યનો સંદેશો જાણવાની તક મળે. (૧ તીમો. ૨:૩, ૪) લોકોને સાક્ષી આપી શકીએ માટે વાતચીત શરૂ કરવા આપણે પહેલ કરવી જોઈએ.
આ મહિને આમ કરો:
દર અઠવાડિયે ઓછામાં ઓછી એક વ્યક્તિને કોઈ પણ સમયે સાક્ષી આપવાનો પ્રયત્ન કરો.