વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w07 ૪/૧ પાન ૩
  • ખરો જવાબ ક્યાંથી મળશે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખરો જવાબ ક્યાંથી મળશે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • સરખી માહિતી
  • સારી સલાહ મેળવવા લોકો શું કરે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • બાઇબલની સલાહ આજેય ઉપયોગી!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • ઈશ્વર પાસેથી આવતું જ્ઞાન
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • સલાહ લેવાની થાય ત્યારે શું કરવું?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
w07 ૪/૧ પાન ૩

ખરો જવાબ ક્યાંથી મળશે?

મારે બીમાર નથી પડવું. હું શું કરું?

મારા કુટુંબને સુખી બનાવવા હું શું કરું?

મારી નોકરી છૂટી ન જાય એ માટે હું શું કરું?

શું તમને કદી આવા સવાલો થયા છે? જો થયા હોય તો, શું એના જવાબ મળ્યા છે? એનાથી તમને મદદ મળી છે? દર વર્ષે આશરે ૨,૦૦૦ જુદાં જુદાં પુસ્તકો બહાર પડે છે, જે આવા અને બીજા મહત્ત્વના વિષયો પર સલાહ-સૂચનો આપે છે. ખાલી બ્રિટનની જ વાત કરીએ તો, ત્યાં વાચકો સમસ્યા પર માર્ગદર્શન આપતાં પુસ્તકો ખરીદવા દર વર્ષે ૮ કરોડ પાઉન્ડ ખર્ચી નાખે છે. અમેરિકામાં પણ દર વર્ષે લોકો ૬૦ કરોડ ડૉલર એવાં પુસ્તકો ખરીદવા ખર્ચે છે. આમ જોવા મળે છે કે જીવનની મુશ્કેલીઓને હાથ ધરવા સારી સલાહ-સૂચના શોધવામાં તમે એકલા નથી!

આવાં અનેક પુસ્તકોમાં મળી આવતા માર્ગદર્શન વિષે એક લેખક કહે છે: “આજે બહાર પડતાં નવાં નવાં પુસ્તકો બસ એકની એક માહિતી રિપીટ કરતા હોય છે.” તમને માનવામાં નહિ આવે કે જે મોટા ભાગની માહિતી આ પુસ્તકો રજૂ કરે છે, એ ઈશ્વરે આપેલ પુસ્તકમાં મળી આવે છે. એ દુનિયાનું સૌથી જૂનાં પુસ્તકોમાંનું એક છે. એ પુસ્તક સૌથી વધારે લોકો સુધી પહોંચ્યું છે. એનો આખો કે અમુક ભાગમાં આશરે ૨,૪૦૦ ભાષાઓમાં અનુવાદ થયો છે. દુનિયા ફરતે એની કુલ મળીને ૪.૬ અબજથી વધારે નકલો છાપવામાં આવી છે. એ પુસ્તક બાઇબલ છે.

બાઇબલ સ્પષ્ટ જણાવે છે: “પવિત્ર બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી આપવામાં આવ્યું છે. જે સત્ય છે તે શીખવવામાં, ખોટે માર્ગે જતા અટકાવવામાં, પ્રભુને જે પસંદ નથી તે જીવનમાંથી દૂર કરવામાં અને ન્યાયીપણાનું શિક્ષણ આપવામાં તે આપણને અતિ ઉપયોગી છે.” (૨ તિમોથી ૩:૧૬, IBSI) ભલે બાઇબલનો હેતુ એ નથી કે સમસ્યાને કઈ રીતે હલ કરવી. એનો મુખ્ય હેતુ તો માણસજાતને ઈશ્વરની ઇચ્છા પ્રગટ કરવાનો છે. તેમ છતાં, આજની રોજ-બ-રોજની મુશ્કેલીઓને કઈ રીતે હાથ ધરવી એ વિષે પણ બાઇબલ પુષ્કળ માહિતી આપે છે. બાઇબલ ખાતરી આપે છે કે જે કોઈ એના માર્ગદર્શન મુજબ ચાલશે, તે જરૂર એના મીઠાં ફળ ચાખશે. (યશાયાહ ૪૮:૧૭, ૧૮) બાઇબલની સલાહ બહુ ઉપયોગી છે. વ્યક્તિ એ મુજબ ચાલે ત્યારે જરૂર સફળ થાય છે. ભલે વ્યક્તિ ગમે એ જાતિ કે સમાજની હોય, વધારે કે ઓછું ભણેલી હોય, બાઇબલની સલાહ બધા માટે ઉપયોગી છે. હવે પછીનો લેખ વાંચીને તમે જોઈ શકશો કે આપણી તંદુરસ્તી, કુટુંબ અને નોકરી-ધંધા માટે બાઇબલની સલાહ કેટલી ઉપયોગી છે. (w 07 4/1)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો