દેવશાહી સેવા શાળા સમીક્ષા
જાન્યુઆરી ૪થી ફેબ્રુઆરી ૨૨, ૨૦૧૦ દરમિયાન આપણે શાળામાં જે શીખ્યા એ ફરીથી યાદ કરાવવા નીચે પ્રશ્નો આપ્યા છે. ફેબ્રુઆરી ૨૨થી શરૂ થતા અઠવાડિયામાં એની ચર્ચા કરવામાં આવશે. સ્કૂલ ઓવરસિયર એ પ્રશ્નોની ૨૦ મિનિટ માટે ચર્ચા કરશે.
૧. શું ઈબ્રાહીમના પિતા તેરાહ મૂર્તિપૂજક હતા? (યહો. ૨૪:૨) [w૦૪ ૧૨/૧ પાન ૧૨, ફકરો ૨]
૨. યહોશુઆએ શાના લીધે પૂરા દિલથી યહોશુઆ ૨૪:૧૪, ૧૫ના શબ્દો કહ્યા? એની આપણા પર કેવી અસર થવી જોઈએ? [w૦૮ ૫/૧ પાન ૨૧-૨૨, ફકરા ૪-૬]
૩. શા માટે બારાકે પ્રબોધિકા દબોરાહને પોતાની સાથે યુદ્ધ ભૂમિમાં આવવા આગ્રહ કર્યો? (ન્યા. ૪:૮) [w૦૫ ૧/૧૫ પાન ૨૫, ફકરો ૪]
૪. એહૂદે જે રીતે હિંમતથી તલવાર ચલાવી એમાંથી આપણે શું શીખી શકીએ? (ન્યા. ૩:૧૬, ૨૧) [w૯૭ ૩/૧૫ પાન ૨૯, ફકરો ૫થી પાન ૩૦, ફકરો ૭]
૫. યહોવાહે જે રીતે ગિદઓન અને તેમના ૩૦૦ માણસોને બચાવ્યા, એમાંથી આપણને કેવું ઉત્તેજન મળે છે? (ન્યા. ૭:૧૯-૨૨) [w૦૫ ૭/૧૫ પાન ૧૬, ફકરો ૮]
૬. ન્યાયાધીશો ૯:૮-૧૫માંથી આપણને શું શીખવા મળે છે? [w૦૫ ૧/૧૫ પાન ૨૭, ફકરો ૧]
૭. પ્રતિજ્ઞા કરીને શું યિફતાહ માનવ બલિદાન આપવાના હતા? (ન્યા. ૧૧:૩૦, ૩૧) [w૦૫ ૧/૧૫ પાન ૨૬, ફકરો ૧]
૮. શું ખરેખર શામશૂનની તાકાત તેના વાળમાં હતી? (ન્યા. ૧૬:૧૮-૨૦) [w૦૫ ૩/૧૫ પાન ૨૮, ફકરા ૫-૬]
૯. ન્યાયાધીશો ૧૬:૩ જણાવે છે કે શામશૂન શહેરના ભારે દરવાજા ઘણે દૂર સુધી લઈ ગયા. શામશૂનમાં આટલી બધી શક્તિ ક્યાંથી આવી? [w૦૪ ૧૦/૧૫ પાન ૧૫, ફકરા ૭-૮]
૧૦. જો ‘પ્રત્યેક માણસ પોતપોતાની નજરમાં જે સારૂં લાગતું તે કરતો હોય,’ તો શું એનાથી અવ્યવસ્થા ન ફેલાઈ? (યહો. ૧૭:૬) [w૦૫ ૧/૧૫ પાન ૨૭, ફકરો ૮]