યહોવાહના ભક્તો માટે સરકીટ સંમેલન
૧ વર્ષ ૧૯૩૮માં યહોવાહના સંગઠનમાં એક નવી ગોઠવણ કરવામાં આવી. મંડળોના ગ્રૂપને ઝોન ઍસેમ્બલીમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું, જે આજે સરકીટ સંમેલન તરીકે ઓળખાય છે. પણ શા માટે? આનો જવાબ જાન્યુઆરી ૧૯૩૯ના ઇન્ફોર્મન્ટ માં (હવે આપણી રાજ્ય સેવા) મળે છે: ‘આ સંમેલનો યહોવાહના સંગઠનનો એક ભાગ છે. એમાંથી આપણને પરમેશ્વરની ભક્તિ અને પ્રચાર કરવા માટે માર્ગદર્શન મળે છે. દરેક જણ સોંપેલું કામ સારી રીતે કરી શકે એ માટે સંમેલનમાં મળતી સૂચનાઓ અગત્યની છે.’ ૧૯૩૮માં પ્રકાશકોની સંખ્યા ૫૮,૦૦૦ જેટલી હતી, જે ૨૦૦૯માં ૭૦ લાખ કરતાં વધારે થઈ છે. આજે મંડળો અલગ અલગ સરકીટમાં વહેંચાયેલા છે. એ ગોઠવણથી આપણને પ્રચારકો તરીકે ‘સોંપેલું કામ’ પૂરું કરવા ઘણી મદદ મળે છે.
૨ સરકીટ સંમેલનનો વિષય: સપ્ટેમ્બર મહિનાથી શરૂ થનારા સરકીટ સંમેલનની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યાં છીએ. એમાંથી આપણને ખૂબ ઉત્તેજન મળશે. સંમેલનનો વિષય છે: “તમે જગતના નથી,” જે યોહાન ૧૫:૧૯માંથી લેવામાં આવ્યો છે. સારા પ્રચારકો બનવા માટે શનિવારે નીચેના વિષયો પર ટૉક સાંભળીશું: “પૂરા સમયની સેવા આપણું રક્ષણ કરે છે—કઈ રીતે?” ઉપરાંત, ત્રણ ભાગનો પરિસંવાદ સાંભળીશું: ‘શ્વાપદથી ભ્રષ્ટ ન થઈ જાવ,’ ‘મોટી વેશ્યાથી ભ્રષ્ટ ન થઈ જાવ’ અને ‘વેપારીઓથી ભ્રષ્ટ ન થઈ જાવ.’ રવિવારે આપણે બીજો એક પરિસંવાદ સાંભળીશું, જેનો વિષય હશે: ‘જગતને નહિ, યહોવાહને પ્રેમ કરો.’ સંમેલનમાં અમુક બીજા પ્રવચનો છે: ‘“પરદેશી તથા પ્રવાસી જેવા” જીવતા રહો’ અને ‘હિંમત રાખો! તમે જગત પર જીત મેળવી શકો છો.’
૩ હાલમાં જ આપણી એક બહેને સરકીટ સંમેલનમાં હાજરી આપી હતી. તે થોડા સમયથી પ્રચાર કામમાં ધીમી પડી ગઈ હતી. તેણે લખ્યું: ‘સંમેલનમાં ગયા પછી મને મારા સંજોગોને ફરી તપાસવા ઉત્તેજન મળ્યું. મેં નક્કી કર્યું કે બહાના કાઢ્યા વગર પ્રચારમાં ફરી નિયમિત જઈશ.’ કોઈ શંકા નથી કે આવનાર સરકીટ સંમેલન આપણને જગતને બદલે યહોવાહને પ્રેમ કરવા મદદ કરશે. (૧ યોહા. ૨:૧૫-૧૭) ચાલો આપણે આ ઍસેમ્બલીમાં જરૂર હાજરી આપીએ. ધ્યાનથી સાંભળીને પૂરો લાભ ઉઠાવીએ.
[અભ્યાસ પ્રશ્નો]
૧. વર્ષ ૧૯૩૮માં કઈ નવી ગોઠવણ કરવામાં આવી? શા માટે?
૨. આવનાર સરકીટ સંમેલનમાં કયા કયા વિષયો પર ટૉક આપવામાં આવશે?
૩. સરકીટ સંમેલનમાં હાજરી આપવાથી કેવા લાભ થશે?