વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૦ પાન ૩-પાન ૬ ફકરો ૧૩
  • કોઈ પણ સમયે સાક્ષી આપવા તૈયાર રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કોઈ પણ સમયે સાક્ષી આપવા તૈયાર રહો
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—કોઈ પણ સમયે સાક્ષી આપવાની પહેલ કરીએ
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૮/૧૦ પાન ૩-પાન ૬ ફકરો ૧૩

કોઈ પણ સમયે સાક્ષી આપવા તૈયાર રહો

૧ વિચારો કે તમારા મંડળમાં કેટલાને ઘર-ઘરના પ્રચાર સિવાયની રીતોથી સત્ય મળ્યું છે. એ જાણીને તમને બહુ જ નવાઈ લાગશે! રોજ-બ-રોજના કાર્યો કરતી વખતે આપણે લોકોને સાક્ષી આપી શકીએ છીએ. જેમ કે, સાથે મુસાફરી કરનારને, સગાંઓને, પાડોશીઓને, ખરીદી કરતી વખતે, શાળામાં, કામના સ્થળે, વગેરે જગ્યાઓએ તક મળતાં પ્રચાર કરી શકીએ. એનું એક ઉદાહરણ જોઈએ. એક મંડળમાં ૨૦૦ કરતાં વધારે બાપ્તિસ્મા પામેલા ભાઈ-બહેનો છે. તેઓમાંના ૪૦ ટકાને ઘરઘરના કાર્ય સિવાયની રીતોથી સત્ય મળ્યું હતું. આ બતાવે છે કોઈ પણ તક ઝડપીને સાક્ષી આપવાથી ઘણા સારાં ફળ મળે છે.

૨ પહેલી સદીના ભાઈ-બહેનો ઘણી વાર કોઈ પણ સમયે તક ઝડપીને સાક્ષી આપતા. દાખલા તરીકે, ઈસુએ સમરૂનના કૂવા પાસે પાણી લેવા આવેલી સ્ત્રીને પ્રચાર કરેલો. (યોહા. ૪:૬-૨૬) યશાયાહનું પુસ્તક વાંચી રહેલાં ઇથિયોપિયાના ખોજાને ફિલિપે વાત શરૂ કરતા પૂછેલું: “તું જે વાંચે છે, તે તું સમજે છે?” (પ્રે.કૃ ૮:૨૬-૩૮) ફિલિપીમાં કેદખાનામાં હતા ત્યારે પાઊલે જેલરને પ્રચાર કર્યો હતો. (પ્રે.કૃ ૧૬:૨૩-૩૪) પાઊલ નજર કેદમાં હતા ત્યારે ‘જેઓ તેમના ઘરે આવતા તેઓ સર્વને ઈશ્વરના રાજ્ય વિષે ઉપદેશ કરતા. તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેની વાતોનો બોધ કરતા.’ (પ્રે.કૃ ૨૮:૩૦, ૩૧) તમે પણ કોઈ પણ સમયે તક ઝડપીને પ્રચાર કરી શકો છો. તમે શરમાળ હોવ તોપણ! કેવી રીતે?

૩ વાત શરૂ કરવાની કોશિશ કરો: ઘણાને અજાણ્યા લોકો સાથે વાત શરૂ કરવાનું અઘરું લાગે છે. તો ઘણાને ઓળખીતા સાથે પણ સત્યની વાત શરૂ કરવી સહેલું લાગતું નથી. આવા સંજોગોમાં આપણે હિંમત રાખીને ઉત્સાહથી સાક્ષી આપી શકીએ એ માટે શું કરવું જોઈએ? યહોવાહની ભલાઈ પર મનન કરીએ. તેમણે આપેલું સત્ય કેટલું અનમોલ છે એ વિચારીએ. એ પણ વિચારીએ કે દુનિયાના લોકો કેવી હાલતમાં છે અને તેઓને સત્ય જાણવાની કેટલી જરૂર છે. (યૂના ૪:૧૧; ગીત. ૪૦:૫; માથ. ૧૩:૫૨) એ ઉપરાંત, યહોવાહ પાસે ‘હિંમતવાન થવા’ મદદ માગીએ. (૧ થેસ્સા. ૨:૨) ગિલયડ સ્કૂલમાં ગયેલા એક ભાઈએ કહ્યું: “લોકો સાથે વાત શરૂ કરવી મારા મુશ્કેલ હતું. પણ પ્રાર્થના કરવાથી મને ઘણી મદદ મળી છે.” જો તમે વાત શરૂ કરતા અચકાતા હોવ, તો મનમાં ટૂંકી પ્રાર્થના કરો.—નહે. ૨:૪.

૪ ઘર-ઘરના પ્રચારમાં આપણે તૈયાર કરેલી રજૂઆત વાપરીએ છીએ, કદાચ બાઇબલ કલમ બતાવીએ છીએ. જોકે કોઈ પણ સમયે સાક્ષી આપવા એ રીત અપનાવવી જરૂરી નથી. એવું પણ માની લેવાની જરૂર નથી કે વાતચીત શરૂ કરીને તરત જ સાક્ષી આપવી જોઈએ. કદાચ વ્યક્તિ સાથે સામાન્ય વાતચીત શરૂ કરવાનો ધ્યેય રાખી શકીએ. ઘણા પ્રકાશકોએ એવું કર્યું છે. એમ કરવાથી તેઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. પરિણામે તેઓ રાજ્ય વિષેની ખુશખબરી આપી શક્યા છે. જો વ્યક્તિ વાત કરવા માંગતી ન હોય, તો નમ્રતાથી તમારી વાત પડતી મૂકો. બીજા કોઈ સાથે વાત શરૂ કરવા પ્રયત્ન કરો.

૫ એક શરમાળ બહેન ખરીદી કરતી વખતે, વ્યક્તિની સામે જોઈને પહેલા સ્માઈલ આપતા. જો વ્યક્તિ સ્માઈલ આપતી તો કંઈક કહેતા. જો વ્યક્તિ વાત કરતી, તો બહેનનો જુસ્સો વધતો. તે વ્યક્તિને ધ્યાનથી સાંભળતા. આમ તે પારખી શકતા કે રાજ્યના સંદેશામાંથી વ્યક્તિને શું વધારે સાંભળવું ગમશે. આ રીત અપનાવવાથી આ બહેને ઘણા લોકોને સાહિત્ય આપ્યું છે. ઘણી બાઇબલ સ્ટડી પણ શરૂ કરી શક્યા છે.

૬ વાતચીત શરૂ કરવી: આપણે કેવી રીતે વાતચીત શરૂ કરી શકીએ? ઈસુનો વિચાર કરો. જ્યારે તે કૂવા પાસે હતા ત્યારે સ્ત્રી પાસે પાણી માંગીને વાતચીત શરૂ કરી. (યોહા. ૪:૭) એવી જ રીતે, આપણે પણ શુભેચ્છા પાઠવીને કે કોઈ સવાલ પૂછીને વાતચીત શરૂ કરી શકીએ. પણ અમુક લોકો બહુ રૂઢિચુસ્ત હોય છે. આપણને કદાચ એવું લાગે કે તેઓને જલદી જ ઈશ્વરના રાજ્ય વિષે જણાવવું જોઈએ. અથવા તરત જ બાઇબલમાંથી કંઈક જણાવવું જોઈએ. એવું કરવાને બદલે આપણે તેઓ સાથે ફ્રૅન્ડલી વાતચીત કરવાનો ધ્યેય રાખવો જોઈએ. વાત-વાતમાં એકાદ બાઇબલનો વિચાર જણાવીને સત્યનું બી વાવી શકીએ. (સભા. ૧૧:૬) અમુક ભાઈ-બહેનો કોઈ રસ પડે એવા વિષયથી વાત શરૂ કરે છે. આમ લોકોમાં જાણવાની જીજ્ઞાસા પેદા થાય છે. આવી રીતે તેઓ ઘણી સફળતા મેળવી શક્યા છે. દાખલા તરીકે, તમે વેઇટિંગ રૂમમાં ડૉક્ટરની રાહ જોતા હોવ ત્યારે કોઈ વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરવા કહી શકો: “હું એ દિવસની રાહ જોવું છું જ્યારે કદી બીમાર નહિ પડું.”

૭ વાતચીત શરૂ કરવાની બીજી રીત એ છે કે આસપાસમાં શું થઈ રહ્યું છે એ જોઈને કંઈક કહો. દાખલા તરીકે, જો કોઈ મા-બાપના બાળકો બહુ ડાહ્યા હોય, તો માબાપના વખાણ કરીને પૂછી શકો: “તમને સારા મા-બાપ બનવા કઈ બાબતે મદદ કરી?” એક બહેન કામના સ્થળે થતી વાતો ધ્યાનથી સાંભળે છે. સાથી કામ કરનારાને રસ હોય એવી કોઈ ખાસ બાબતથી ચર્ચા શરૂ કરે છે. તેમને ખબર પડી કે સાથે કામ કરતી એક યુવતીના લગ્‍ન થવાના છે, ત્યારે તેમણે લગ્‍ન માટે સારી તૈયારી કરવા વિષેનું અવેક! ઑફર કર્યું. પરિણામે, તેઓ બાઇબલ પર નિયમિત ચર્ચા કરવા લાગ્યા.

૮ વાતચીત શરૂ કરવાની એક રીત એ છે કે લોકો જુએ તેમ આપણું સાહિત્ય વાંચો. આપણા એક ભાઈ ચોકીબુરજ કે સજાગ બનો!માં કોઈ રસપ્રદ લેખ ખોલે છે અને પછી મનમાં વાંચવા માંડે છે. જો કોઈ તેમના મૅગેઝિનમાં જોતું હોય, તો તેને કોઈ સવાલ પૂછે અથવા લેખ વિષે ટૂંકમાં કંઈ કહે છે. આમ તે વાતચીત શરૂ કરે છે. આ રીતે તે અનેક લોકોને સાક્ષી આપી શક્યા છે. બીજું સૂચન એ છે કે સાથે કામ કરનાર કે ભણનારનીની નજર સાહિત્ય પર પડે એ રીતે મૂકો. એ જોઈને કદાચ તેઓ વધુ વાંચવા માંગે.

૯ તક ઊભી કરો: પહેલા કરતાં આજે પ્રચાર કરવો બહુ મહત્ત્વનો છે. એટલે સાક્ષી આપવામાં એમ ન વિચારો કે ‘ચાન્સ મળશે તો કરીશ.’ જેમ બને એમ, રોજિંદા કામકાજમાં સાક્ષી આપવાની તક ઊભી કરવા પ્રયત્ન કરવો જોઈએ. રોજ મળતા હોય એવા લોકો વિષે વિચારો કે કેવી રીતે વાત શરૂ કરી શકાય. બાઇબલ અને સાહિત્ય હાથવગું રાખો જેથી રસ ધરાવતા લોકોને બતાવી શકો. (૧ પીત ૩:૧૫) કોઈ ફોલ્ડરમાં અનેક ભાષાની ટ્રેક્ટ સાથે રાખવાથી અમુકને ઘણો ફાયદો થયો છે.—km ૬/૦૭ In પાન ૩.

૧૦ ઘણા ભાઈ-બહેનો જુદી જુદી રીતે સાક્ષી આપવાની તક ઊભી કરે છે. એક બહેન વધુ સુરક્ષાવાળી બિલ્ડિંગમાં રહે છે. ત્યાં રહેલા મનોરંજનના સ્થળ પર તે જાય છે અને જિગ્સોના અલગ અલગ ભાગોને ગોઠવીને કુદરતી ચિત્રો બનાવે છે. એ જોઈને લોકો ચિત્ર વિષે કંઈ કહે ત્યારે બહેન તક ઝડપી લે છે અને તેઓ સાથે વાતચીત કરે છે. તે બાઇબલમાં આપેલા ‘નવાં આકાશ તથા નવી પૃથ્વીના’ વચન વિષે કહે છે. (પ્રકટી. ૨૧:૧-૪) તમે કઈ રીતે સાક્ષી આપવાની તક ઊભી કરી શકો?

૧૧ ફરી મુલાકાત કરો: રસ ધરાવતી વ્યક્તિ મળી હોય તો, ફરી મુલાકાત કરો. જો ઠીક લાગે તો તમે વ્યક્તિને આવું કંઈક કહી શકો: “તમારી સાથે વાત કરવાની ઘણી મજા આવી. વધારે વાત કરી શકાય એ માટે, હું તમને ફરી ક્યાં મળી શકું?” અમુક વિસ્તારમાં લોકો રસ બતાવે તોય થોડીક સાવચેતી રાખવાની જરૂર છે. કારણ કે અમુક લોકોએ બાઇબલમાં રસ છે એવો ઢોંગ કરીને ભાઈ-બહેનોને ફસાવ્યા છે. રસ બતાવનાર વ્યક્તિને ફરી મળવું તમારા માટે અશક્ય હોય, તો પ્લીઝ ફૉલો અપ (S-43) ફોર્મ ભરી મંડળના સેક્રેટરીને આપો. આમ એ વ્યક્તિના નજીકના મંડળમાંથી કોઈ તેની મુલાકાત લઈ શકે.

૧૨ અલગ અલગ રીતે પ્રચાર કરીએ એનો સમય રિપોર્ટમાં ગણવો જોઈએ. પછી ભલેને થોડી મિનિટો વાત કરી હોય. એનું મહત્ત્વ સમજવા જરા વિચારો: જો દરેક પ્રકાશક રોજની ઓછામાં ઓછી પાંચ મિનિટ પ્રચાર કરે, તો મહિનાને અંતે ૧ કરોડ ૭૦ લાખ કરતાં વધારે કલાકો થાય!

૧૩ કોઈ પણ સંજોગમાં પ્રચાર કરવાનું અગત્યનું કારણ કયું છે? ઈશ્વર માટેનો પ્રેમ અને પાડોશી માટેનો પ્રેમ. (માથ. ૨૨:૩૭-૩૯) જો આપણા દિલમાં યહોવાહના ગુણો અને હેતુઓ માટે કદર હશે, તો તેમના ‘રાજ્યના ગૌરવ વિષે’ જણાવવાની પ્રેરણા મળશે. (ગીત. ૧૪૫: ૭, ૧૦-૧૨) પાડોશી માટેના પ્રેમને લીધે ચાલો આપણે કોઈ પણ તક ઝડપીને પ્રચાર કરવા પ્રયત્ન કરીએ. (રૂમી ૧૦: ૧૩, ૧૪) સારી તૈયારી કરીશું અને સાવચેતી રાખીશું તો કોઈ પણ તક ઝડપીને સાક્ષી આપી શકીશું. એમ કરીને નમ્ર દિલના લોકોને સત્ય જણાવવાનો આનંદ મેળવી શકીશું.

[અભ્યાસ પ્રશ્નો]

૧. (ક) લોકોને ક્યાં ક્યાં સાક્ષી આપી શકાય? (ખ) મંડળના કેટલા ભાઈ-બહેનોને ઘર-ઘરના પ્રચાર સિવાયની રીતોથી સત્ય મળ્યું છે?

૨. કોઈ પણ સમયે તક ઝડપીને સાક્ષી આપી હોય એવા બાઇબલમાંથી દાખલા જણાવો.

૩. વાત શરૂ કરતા અચકાતા હોઈએ તો ક્યાંથી મદદ મળશે?

૪. આપણે કેવો ધ્યેય રાખી શકીએ? શા માટે?

૫. એક શરમાળ બહેને વાતચીત શરૂ કરવા કેવી રીત અપનાવી?

૬. આપણે કેવી રીતે વાત શરૂ કરી શકીએ?

૭. વાતચીત શરૂ કરવાની બીજી રીત કઈ છે?

૮. વાત શરૂ કરવા સાહિત્યનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ?

૯, ૧૦ (ક) અલગ અલગ સંજોગોમાં સાક્ષી આપવાની તક ઊભી કરવા શું કરી શકીએ? (ખ) તમે શું કર્યું છે?

૧૧. રસ ધરાવનારાઓની ફરી મુલાકાત કેવી રીતે કરી શકીએ?

૧૨. (ક) રોજિંદા જીવનમાં પ્રચાર કરીએ એનો સમય શા માટે રિપોર્ટમાં ગણવો જોઈએ? (ખ) કોઈ પણ તક ઝડપીને પ્રચાર કરવાથી કેવાં પરિણામો આવ્યાં છે? (“કોઈ પણ તકે સાક્ષી આપવાથી સારાં ફળ મળે છે!” બૉક્સ જુઓ.)

૧૩. કોઈ પણ તક ઝડપીને પ્રચાર કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે?

[પાન ૪ પર ચિત્રનું મથાળું]

લોકોને મળવા અને તેઓની સાથે વાતચીત શરૂ કરવાનો ધ્યેય રાખો

[પાન ૫ પર ચિત્રનું મથાળું]

ઘણા ભાઈ-બહેનો જુદી જુદી રીત અપનાવીને સાક્ષી આપવાની તક ઊભી કરે છે

[પાન ૫ પર ચિત્રનું મથાળું]

વાતચીત શરૂ કરવા માટેનાં સૂચનો

▪ વાત શરૂ કરવા હિંમત માટે પ્રાર્થના કરો

▪ એવા લોકો સાથે વાત શરૂ કરો જેઓ મળતાવડા લાગે અને ઉતાવળમાં ન હોય

▪ નજર મીલાવો, સ્માઈલ આપો અને રસ હોય એવી બાબત પર વાત કરો

▪ સારા સાંભળનાર બનો

[પાન ૬ પર ચિત્રનું મથાળું]

કોઈ પણ તકે સાક્ષી આપવાથી સારાં ફળ મળે છે!

• એક ભાઈ પોતાની કાર રિપૅર કરાવવા ગયેલા. રિપેર થતાં વાર લાગે એમ હતી એટલે તેમણે આસપાસના લોકોને જાહેર પ્રવચનની આમંત્રણ પત્રિકા આપી. એક વર્ષ પછી સંમેલનમાં, એક ભાઈ તેમને ભેટવા લાગ્યા. ભાઈને તેમની ઓળખાણ પડી નહિ. આ ભાઈ એમાંના જ એક વ્યક્તિ હતા જેમને પેલા ભાઈએ જાહેર પ્રવચનની આમંત્રણ પત્રિકા આપી હતી! એ વ્યક્તિ પ્રવચન સાંભળવા ગયેલા. પછી, બાઇબલ સ્ટડી કરવાની ઇચ્છા વ્યક્ત કરેલી. હવે તે અને તેમના પત્ની બંનેવ બાપ્તિસ્મા પામેલા છે.

• એક બહેનને રોજિંદા જીવનના કાર્યો કરતી વખતે સત્ય મળ્યું હતું. તેમને ત્રણ બાળકો છે. બાળકોને લીધે આ બહેન અનેક લોકોને સાક્ષી આપી શક્યા છે. બાળકોની સ્કૂલમાં તે બીજા માબાપને મળે છે. સ્કૂલની મિટિંગમાં પણ તે અનેક માતા-પિતા સાથે વાત કરે છે. વાતચીત શરૂ કરવા તે પોતાનો પરિચય આપે છે. પછી બાળકોના ઉછેર માટે બાઇબલ ખૂબ ઉપયોગી છે એવી એક-બે કોમેન્ટ આપે છે. પછી એ જ વિષય પર વાત આગળ વધારવાને બદલે વાતચીતનો વિષય બદલી નાખે છે. આ રીતે વાતચીતની શરૂઆતમાં જ બાઇબલનો ઉલ્લેખ કર્યો હોવાથી વધારે ચર્ચા કરવી આસાન બને છે. આ રીત અપનાવીને તેમણે ૧૨ લોકોને બાપ્તિસ્મા પામેલા સાક્ષી બનવા મદદ કરી છે.

• વીમા એજન્ટ, એક બહેનના ઘરે ગયા ત્યારે એ બહેને તક ઝડપીને સાક્ષી આપી. તેમણે એ માણસને પૂછ્યું કે ‘શું તમને હંમેશાં માટે સારી તંદુરસ્તી, ખુશી અને સદા માટેનું જીવન જોઈએ છે?’ તેમણે ‘હા’ પાડી અને સામે સવાલ કર્યો ‘તમે કઈ વીમા પૉલિસીની વાત કરો છો?’ બહેને બાઇબલમાંથી પરમેશ્વરે રાખેલા આશીર્વાદો વિષે જણાવ્યું અને એક પ્રકાશન આપ્યું. એ માણસે એ જ સાંજે વાંચી લીધું. તેમની બાઇબલ સ્ટડી શરૂ થઈ. તે મિટિંગમાં આવવા લાગ્યા અને છેવટે બાપ્તિસ્મા લીધું.

• એક સાક્ષી બહેને મુસાફરી દરમિયાન, બાજુમાં બેઠેલી સ્ત્રીને સંદેશો આપ્યો. ઉતરતા પહેલા બહેને પોતાનું સરનામું અને ફોન નંબર આપ્યા. સ્ત્રીને કહ્યું કે યહોવાહના સાક્ષીઓ તેની મુલાકાત કરે ત્યારે સ્ટડી કરવા વિષે જણાવે. બીજે જ દિવસે બે સાક્ષીઓ એ સ્ત્રીના ઘરે ગયા. તે સ્ત્રીએ સ્ટડી શરૂ કરી અને ઝડપથી પ્રગતિ કરવા લાગી. છેવટે બાપ્તિસ્મા લીધું અને હવે પોતે પણ ત્રણ સ્ટડી ચલાવે છે.

• ઘરડા ઘરમાં રહેતાં એક ૧૦૦ વર્ષના સાક્ષી ભાઈ ઘણી વાર કહે છે, “આપણને રાજ્યની જરૂર છે.” તેમના એ શબ્દો સાંભળીને નર્સ અને ત્યાં રહેતા બીજા ઘરડા લોકોએ પણ રાજ્ય વિષે સવાલો પૂછ્યા છે. આમ આ ભાઈને સાક્ષી આપવાની તક મળી છે. ત્યાં કામ કરતી એક સ્ત્રીએ તેમને પૂછ્યું ‘નવી દુનિયામાં શું કરશો?’ દાદાએ જવાબ આપ્યો: ‘હું ફરી જોઈ શકીશ એટલે જાતે ચાલીને બધે જઈશ. અને આ વ્હિલ-ચેરને સળગાવી દઈશ.’ જોકે, તેમને દેખાતું નથી એટલે એ સ્ત્રીને આપણા મૅગેઝિન વાંચી સંભળાવવા કહે છે. જ્યારે, ઘરડા ભાઈની દીકરીએ મુલાકાત કરી ત્યારે પેલી સ્ત્રીએ એ મૅગેઝિન ઘરે લઈ જવા માટે માંગ્યું. એક નર્સે ભાઈની દીકરીને કહ્યું: ‘ઘરડા ઘરમાં હવે બધા કહેવા લાગ્યા છે કે “આપણને રાજ્યની જરૂર છે.”’

• એક બહેન રેસ્ટોરંટમાં ગયેલા. ત્યાં કેટલાક મોટી ઉંમરના માણસો રાજકારણ પર ચર્ચા કરતા હતાં. એક માણસે કહ્યું સરકાર આપણા કોયડાઓ હલ નહિ કરી શકે. ત્યારે, બહેને મનમાં વિચાર્યું: ‘સત્ય વિષે જણાવવાનો આ સારો મોકો છે.’ તેમણે ટૂંકી પ્રાર્થના કરી અને તેઓની પાસે ગઈ. પોતાની ઓળખ આપ્યાં બાદ જણાવ્યું કે ઈશ્વરનું રાજ્ય બધા કોયડાઓ દૂર કરશે. તેમની પાસે એક બ્રોશર હતું જે તેઓને આપ્યું. એટલામાં રેસ્ટોરંટના મૅનેજર ત્યાં આવ્યાં. બહેનને થયું કે તે બહાર જવા કહેશે. પણ એને બદલે, મૅનેજરે કહ્યું ‘મેં તમારી વાત સાંભળી અને મને પણ એક બ્રોશર આપો.’ ત્યાં કામ કરતી એક સ્ત્રી, પણ બધું સાંભળી રહી હતી. તેને બહુ લાગી આવ્યું કેમ કે તેણે બાઇબલ સ્ટડી કરવાનું છોડી દીધું હતું. તેણે બહેનની પાસે જઈને સ્ટડી ફરી શરૂ કરવા જણાવ્યું.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો