દેવશાહી સેવા શાળા સમીક્ષા
મે ૨થી જૂન ૨૭, ૨૦૧૧ દરમિયાન આપણે શાળામાં જે શીખ્યા એ ફરીથી યાદ કરાવવા નીચે પ્રશ્નો આપ્યા છે. જૂન ૨૭થી શરૂ થતા અઠવાડિયામાં એની ચર્ચા કરવામાં આવશે. સ્કૂલ ઓવરસિયર એ પ્રશ્નોની ૨૦ મિનિટ માટે ચર્ચા કરશે.
૧. અયૂબ વિરુદ્ધ દુષ્કૃત્ય કરનારાઓ માટે પ્રાર્થના કરવાનું યહોવાહે તેમને કહ્યું એમાંથી આપણે કયો બોધપાઠ શીખી શકીએ? (અયૂબ ૪૨:૮) [w૯૮ ૮/૧૫ પાન ૩૦ ફકરો ૫]
૨. “ન્યાયીપણાના યજ્ઞો” શું છે જે યહોવાહના ભક્તો આજે ચઢાવે છે? (ગીત. ૪:૫) [w૦૬ ૬/૧ પાન ૪ ફકરો ૭]
૩. દાઊદના અંતઃકરણે કઈ રીતે તેમને સુધાર્યા? (ગીત. ૧૬:૭) [w૦૪ ૧૨/૧ પાન ૧૪ ફકરો ૯]
૪. કઈ રીતે ‘આકાશો ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે’? (ગીત. ૧૯:૧) [w૦૪ ૧૦/૧ પાન ૧૦ ફકરો ૮]
૫. આશા અને હિંમત એકબીજા સાથે જોડાયેલા છે, એના વિષે ગીતશાસ્ત્ર ૨૭:૧૪ શું જણાવે છે? [w૦૬ ૧૦/૧ પાન ૨૭-૨૮ ફકરો ૩, ૬]
૬. ભાઈ-બહેનો સાથે કેવો વ્યવહાર રાખવાનું ગીતશાસ્ત્ર ૩૭:૨૧ ઉત્તેજન આપે છે? [w૮૯ ૧૧/૧ પાન ૧૭ ફકરો ૮]
૭. દેશનિકાલ કરેલા લેવીના અનુભવમાંથી શું શીખવા મળે છે? (ગીત. ૪૨:૧-૩) [w૦૬ ૬/૧ પાન ૭ ફકરો ૩]
૮. ઈસુના શિષ્યોએ શાને ધિક્કારવું જોઈએ? (ગીત. ૪૫:૭) [w૧૧ ૨/૧ પાન ૨૫ ફકરો ૨]
૯. દાઊદે કહ્યું, ‘ઉદાર આત્માએ મને નિભાવી રાખ.’ એનો શું અર્થ થાય? (ગીત. ૫૧:૧૨) [w૦૬ ૬/૧ પાન ૭ ફકરો ૧૦]
૧૦. આપણે કઈ રીતે ઈશ્વરના મંદિરના લીલા જૈતવૃક્ષ જેવા બની શકીએ? (ગીત. ૫૨:૮) [w૦૦ ૫/૧૫ પાન ૨૯ ફકરો ૬]