“મારે કેટલો સમય ગણવો જોઈએ?”
શું તમને કદી એવો સવાલ થયો છે? એ વિષે ઓર્ગેનાઇઝ્ડ પુસ્તકના પાન ૮૬-૮૭ પર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વધારે માર્ગદર્શન કોઈ વાર આપણી રાજ્ય સેવાના સવાલ-જવાબમાં આપવામાં આવે છે. જેમ કે સપ્ટેમ્બર ૨૦૦૮. દરેકના સંજોગો અલગ અલગ હોવાથી સમય ગણવા વિષે કોઈ નિયમો બનાવીને આપવામાં આવ્યા નથી. તેથી વડીલોએ કે બીજા કોઈએ એવા કોઈ નિયમો બનાવવા ન જોઈએ.
જો કોઈ સવાલ ઊભો થાય અને લખાણમાં કોઈ માર્ગદર્શન ન હોય, તો દરેક પ્રકાશકે આ સવાલો વિચારવા: ‘શું મેં પ્રચારમાં સમય વિતાવ્યો હતો? કે પછી બીજા કોઈ કામમાં સમય ગાળ્યો હતો?’ દર મહિને આપણે પ્રચારનો અહેવાલ આપીએ ત્યારે દિલ ડંખવું ન જોઈએ પણ હરખાવું જોઈએ. (પ્રે.કૃ. ૨૩:૧) જોકે આપણે કલાક ગણવા ખાતર જ પ્રચારમાં જતા નથી. પણ ઉત્સાહથી પ્રચારમાં મંડ્યા રહીએ છીએ.—હેબ્રી ૬:૧૧.