વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૪/૧૫ પાન ૧-૨
  • પ્રચારમાં સમયનો સૌથી સારો ઉપયોગ કરીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રચારમાં સમયનો સૌથી સારો ઉપયોગ કરીએ
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • યહોવાની સેવામાં બનતું બધું કરીએ!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • જાહેરમાં પ્રચાર કરવાની નવી ગોઠવણ
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • શું તમે સાંજના સમયે પ્રચાર કરી શકો?
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • જાહેરમાં પ્રચાર કરવાની નવી અને મજેદાર રીત
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૪/૧૫ પાન ૧-૨

પ્રચારમાં સમયનો સૌથી સારો ઉપયોગ કરીએ

૨૦૧૪ના સેવા વર્ષમાં યહોવાના સાક્ષીઓએ ૧,૯૪,૫૪,૮૭,૬૦૪ કલાક વિતાવ્યા. એ બતાવે છે કે, યહોવાની સેવામાં વ્યસ્ત રહેવાનો આપણે પાકો નિર્ણય કર્યો છે. (ગીત. ૧૧૦:૩; ૧ કોરીં. ૧૫:૫૮) હવે, આપણી પાસે “સમય થોડો રહેલો છે.” તેથી, વધુ લોકોને મળવા શું આપણે સેવાકાર્યમાં કીમતી સમય આપી શકીએ?—૧ કોરીં. ૭:૨૯.

પ્રચારમાં સમયનો સૌથી સારો ઉપયોગ કરવા ફેરફાર કરવા પડે. જેમ કે, શું તમે સેવાકાર્યના કોઈ પાસામાં કંઈ જ બોલ્યા વિના એકથી વધારે કલાક નિયમિત રીતે આપો છો? એમ હોય તો, વધારે લોકોને મળીને વાત કરવા શું તમે ફેરફાર કરી શકો? જોકે, અલગ અલગ જગ્યાના સંજોગો જુદા હોય શકે. નીચે આપેલાં સૂચનો તમને ‘પવનમાં મુક્કીઓ મારવા નહિ’ પણ સમયનો સારો ઉપયોગ કરવા મદદ કરી શકશે.—૧ કોરીં. ૯:૨૬.

  • ઘર-ઘરનું પ્રચારકાર્ય: દાયકાઓથી, ભાઈ-બહેનો ઘર-ઘરનું પ્રચારકાર્ય સવારમાં કરે છે. જો લોકો સવારે ઘરે ન મળતા હોય તો? એમ હોય તો, મોડી બપોરે અને સાંજે તેઓ જ્યારે નવરાશની પળનો આનંદ માણતા હોય ત્યારે ઘર-ઘરનું પ્રચારકાર્ય કરી શકીએ. દિવસ દરમિયાન તમે રસ્તા પર કે વેપારી વિસ્તારમાં પ્રચાર કરશો તો, સારાં પરિણામો આવી શકે.

  • જાહેરમાં પ્રચારકાર્ય: મંડળના પ્રચાર વિસ્તારમાં, લોકોની વધારે અવરજવર થતી હોય ત્યાં ટેબલ કે ટ્રૉલીની ગોઠવણ કરવી જોઈએ. (જૂન ૨૦૧૪ આપણી રાજ્ય સેવા પાન ૩ જુઓ.) જો લોકોની અવરજવર ઓછી જોવા મળે, તો મંડળની સેવા સમિતિ વધુ લોકોની અવરજવર હોય એવી જગ્યાએ પ્રચાર કરવાની ગોઠવણ કરશે.

  • ફરી મુલાકાત અને બાઇબલ અભ્યાસ: દિવસના અમુક સમયે પ્રચારની બીજી રીતોનો ઉપયોગ ન કરી શકાય ત્યારે, શું તમે ફરી મુલાકાત અને બાઇબલ અભ્યાસ કરી શકો? દાખલા તરીકે, શનિવારે સવારે ઘર-ઘરનું પ્રચાર કરવાથી સારાં પરિણામ આવે છે. તેથી, એ દિવસે શું તમે બપોરે કે સાંજે બાઇબલ અભ્યાસ કરી શકો?

ખરું કે, પ્રચારમાં આપેલા સમયને આપણે ગણીએ છીએ. પરંતુ, એનું સારું પરિણામ મળે ત્યારે વધારે ખુશી થાય છે. તમને લાગે કે, અમુક સમયે પ્રચારની કોઈ એક રીત કામ નથી કરતી તો બીજી રીતનો પણ ઉપયોગ કરી શકો. માર્ગદર્શન માટે “ફસલના ધણી” યહોવાને પ્રાર્થના કરો, જેથી તમે પ્રચારમાં સમયનો સૌથી સારો ઉપયોગ કરી શકો.—માથ. ૯:૩૮.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો