વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૨ પાન ૨
  • તમારા મનની સંભાળ રાખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમારા મનની સંભાળ રાખો
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • તમારા અંતઃકરણની સંભાળ રાખો
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • યહોવાહના ભક્તો માટે સરકીટ સંમેલન
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • ઈશ્વરનું વચન શિક્ષણ આપવા ઉપયોગી છે
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • ‘સમયસરનો ખોરાક’
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૮/૧૨ પાન ૨

તમારા મનની સંભાળ રાખો

૧. સેવા વર્ષ ૨૦૧૩ના ખાસ સંમેલન દિવસનો વિષય શું છે? એના કાર્યક્રમનો હેતુ શું છે?

૧ ઈસુએ પોતાના શિષ્યોને પૂરા દિલથી, જીવથી અને મનથી યહોવાને પ્રેમ કરવાની આજ્ઞા આપી હતી. (માથ. ૨૨:૩૭, ૩૮) આ વર્ષના ડિસ્ટ્રીક્ટ, સરકીટ અને ખાસ દિવસનું સંમેલન એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે, જે આપણા મન, દિલ અને અંતઃકરણને મજબૂત કરે છે. તમને યાદ હશે કે આ વર્ષના ડિસ્ટ્રીક્ટ સંમેલનનો વિષય હતો, “તમારા હૃદયની સંભાળ રાખો!” ૨૦૧૩ સેવા વર્ષના ખાસ સંમેલન દિવસના કાર્યક્રમનો વિષય છે, “તમારા અંત:કરણની સંભાળ રાખો.” આવતા મહિનાથી આપણું સરકીટ સંમેલન આ વિષય પર શરૂ થશે: “તમારા મનની સંભાળ રાખો” જે માથ્થી ૨૨:૩૭ના શબ્દો પર આધારિત છે. આ કાર્યક્રમ એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે આપણે દરેક પોતાના વિચારો તપાસીએ અને યહોવાને પસંદ પડે એવા ફેરફારો કરીએ.

૨. કાર્યક્રમમાં કયા સવાલોના જવાબ મળશે?

૨ ત્યાં શું રજૂ કરવામાં આવશે: ખાસ સંમેલનનો કાર્યક્રમ સાંભળીએ તેમ આ સવાલોના જવાબો મેળવવા આતુર રહીએ, જે મુખ્ય વિચારો ચમકાવે છે:

• આપણે કેવી રીતે માણસના વિચારો ટાળી શકીએ?

• જેઓ યહોવાને ભજતા નથી, તેઓના મન પરથી પડદો હટાવવા આપણે શું કરી શકીએ?

• આપણે કોના જેવું મન કેળવવું જોઈએ?

• વ્યવસ્થિત રીતે મનન કરવાના કેવા ફાયદા છે?

• આપણા વિચારો યહોવાના હાથે ઘડાય, એ માટે શું કરી શકીએ?

• કઈ રીતે પતિઓ, પત્નીઓ, માબાપો અને બાળકો કુટુંબનું સુખ વધારવામાં ભાગ ભજવી શકે?

• આપણે કેવી રીતે યહોવાના દિવસ માટે તૈયાર થઈ શકીએ?

• ઈશ્વરની ભક્તિ માટે મન તૈયાર કરવાનો શું અર્થ થાય?

• શીખેલી બાબતોને લાગુ પાડવાથી કેવા ફાયદા થાય છે?

૩. શા માટે બંને દિવસ હાજર રહેવું, ધ્યાનથી સાંભળવું અને જે શીખીએ એને લાગુ પાડવું મહત્ત્વનું છે?

૩ શેતાન આપણા વિચારો ભ્રષ્ટ કરવા મથી રહ્યો છે. (૨ કોરીં. ૧૧:૩) એટલે યહોવાને પસંદ પડે એવું મન કેળવવા સખત પ્રયત્ન કરવો જોઈએ. શેતાનના જગતના વિચારો સામે લડવા ખ્રિસ્ત જેવું મન કેળવતા રહેવાની જરૂર છે. (૧ કોરીં. ૨:૧૬) એટલે, સરકીટ સંમેલનમાં બંને દિવસ હાજર રહેવાની ગોઠવણ કરો. કાર્યક્રમ ધ્યાનથી સાંભળો. એમાંથી જે શીખીએ એ લાગુ પાડવાથી, આપણે યહોવાની ભક્તિ ઉત્સાહથી કરવા મન તૈયાર કરી શકીશું.—૧ પીત. ૧:૧૩.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો