ઑક્ટોબર ૧૫નું અઠવાડિયું
ગીત ૮ (51) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: વધારે માહિતી, પાન ૨૪૩-૨૪૬ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: દાનીયેલ ૧૦-૧૨ (૧૦ મિ.)
નં. ૧: દાનીયેલ ૧૧:૧૫-૨૭ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: યહોવાના ભક્તો કેમ વેર વાળતા નથી?—રોમ. ૧૨:૧૮-૨૧ (૫ મિ.)
નં. ૩: લડાઈ વિશે આપણને કેવું લાગવું જોઈએ, એ વિશે બાઇબલ શું કહે છે? (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૯ (143)
૧૦ મિ: પ્રેમ અને આવડતથી પ્રચાર કરો. માર્ચ ૧, ૨૦૧૨ ચોકીબુરજના પાન ૧૩, ફકરા ૧૫થી ૧૮ની માહિતીને આધારે ભાઈબહેનો સાથે ચર્ચા કરો.
૨૦ મિ: “રાજ્યનો સંદેશ ફેલાવવા પત્રિકાઓનો ઉપયોગ કરીએ.” સવાલ-જવાબ. પાંચમાં ફકરાની ચર્ચા કરતી વખતે નવેમ્બરમાં જે પત્રિકાઓ આપીશું એ વિશે ટૂંકમાં જણાવો અને એક દૃશ્ય બતાવો. સાતમાં ફકરાની ચર્ચા કરતી વખતે દૃશ્યથી બતાવો કે જ્યાં પણ લોકો મળે તેઓને કઈ રીતે પત્રિકાઓ આપવી.
ગીત ૧૩ (113) અને પ્રાર્થના