એક વિષય ચમકાવો, બંને મૅગેઝિનો આપો
આપણાં બંને મૅગેઝિનોમાં સુંદર વિષય પર લેખો હોય છે. દરેક બારણે એકથી વધારે વિષય પર વાત કરવાને બદલે, મોટા ભાગે એક જ વિષય પર વાત કરવી સારું થશે. જો આપણે પ્રચારમાં ધ્યાન રાખતા હોઈશું અને મૅગેઝિનોમાં કેવા લેખો છે એનાથી જાણકાર હોઈશું, તો ચોકીબુરજ અથવા સજાગ બનો!માંથી વ્યક્તિને રસ પડે એવું કંઈક પસંદ કરીશું. દાખલા તરીકે, જો આપણે ઘરમાં કે બહાર બાળકોનાં રમકડાં જોઈએ, તો કુટુંબ વિશેના લેખ પર વાત કરી શકાય. જો કોઈ માણસ દરવાજે આવે, તો આપણે તેઓને રસ હોય એવા વિષય પર વાત કરીશું, જેમ કે સારી સરકાર. ખરું કે આપણે એક જ વિષય પર વાત કરી હોય, પણ વ્યક્તિને રસ હોય તો બંને મૅગેઝિનો આપવા જોઈએ.