જાન્યુઆરી ૨૬નું અઠવાડિયું
ગીત ૨ (15) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૮, ફકરા ૧-૧૧ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ન્યાયાધીશો ૫-૭ (૮ મિ.)
નં. ૧: ન્યાયાધીશો ૭:૧૨-૨૫ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: આમ્નોન—વિષય: સ્વાર્થ સંતોષવા કરેલો પ્રેમ બરબાદી લાવે છે—૨ શમૂ. ૧૩:૧-૨૯ (૫ મિ.)
નં. ૩: યહોવા વિશે શીખવા માટેની રીતો—igw પાન ૫ ફકરા ૧-૪ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘નમ્રતાથી પ્રભુની સેવા કરીએ.’—પ્રે.કૃ. ૨૦:૧૯.
ગીત ૩ (32)
૧૫ મિ: જાન્યુઆરી અને ફેબ્રુઆરીની ઑફર. ચર્ચા. ખુશખબર પુસ્તિકા વાપરવાથી થયેલા સારા અનુભવો જણાવવા ભાઈ-બહેનોને કહો. ટૂંકા દૃશ્યથી બતાવો કે આ પુસ્તિકા કઈ રીતે આપી શકાય. એ પછી “શા માટે પ્રચાર વિસ્તારમાં તરત જ જવું જોઈએ?” લેખની ચર્ચા કરો.
૧૫ મિ: પ્રભુની સેવા કરતા વડીલો—ચોકીબુરજ અભ્યાસ લેનાર. ચોકીબુરજ અભ્યાસ લેનાર ભાઈનું ઇન્ટરવ્યૂ લો. તેમને પૂછો: એ જવાબદારી નિભાવવામાં શું સામેલ છે? ચોકીબુરજ અભ્યાસની તૈયારી કઈ રીતે કરે છે? જવાબ આપવા માટે હાથ ઊંચો કરનાર દરેકને શા માટે પૂછી નથી શકાતું? ચોકીબુરજ અભ્યાસમાંથી લાભ મેળવવા અને આનંદ માણવા માટે ચોકીબુરજ વાંચનાર ભાઈ, જવાબ આપનાર અને માઈક ફેરવતા ભાઈઓ કઈ રીતે મદદ કરી શકે?
ગીત ૨૯ (222) અને પ્રાર્થના