શા માટે પ્રચાર વિસ્તારમાં તરત જ જવું જોઈએ?
પ્રચાર માટે ભેગા મળીએ ત્યારે, આપણે ભાઈ-બહેનો સાથે હોઈએ છીએ. એટલે, આપણે તેઓ સાથે વાત કરવા ચાહીએ એ સ્વાભાવિક છે. જોકે, સભા પછી તરત જ આપણે પ્રચાર વિસ્તારમાં જવું જોઈએ. કેમ કે, આપણું પ્રચારકાર્ય ખૂબ અગત્યનું છે. (૨ તીમો. ૪:૨) જેટલો વધારે સમય વાત કરવામાં કાઢીશું, એટલો ઓછો સમય પ્રચાર કરીશું. જોકે, પ્રચારમાં સાથે કામ કરનાર જોડે ઉત્તેજન આપતી વાતચીત કરવાની આપણી પાસે ઘણી તકો હશે. મોડું કર્યા વગર પ્રચાર વિસ્તારમાં જઈશું તો, યહોવા અને ઈસુની પૂરા ઉત્સાહથી સેવા કરવા માંગીએ છીએ એમ બતાવીશું.—રોમ. ૧૨:૧૧.