યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ઉપાસનાની જગ્યા બાંધવાનો અને સમારકામ કરવાનો લહાવો
ઈસ્રાએલના મંદિરને બાંધવા માટે ખૂબ મહેનત અને ખર્ચ થવાનાં હતાં. છતાં, ઈસ્રાએલીઓએ પૂરા ઉત્સાહથી એ કામ માટે સાથ-સહકાર આપ્યો. (૧કા ૨૯:૨-૯; ૨કા ૬:૭, ૮) બાંધકામ પછી, તેઓએ મંદિરની જે રીતે સંભાળ લીધી એના પરથી દેખાઈ આવ્યું કે તેઓને યહોવા માટે પ્રેમ છે કે નહિ. (૨રા ૨૨:૩-૬; ૨કા ૨૮:૨૪; ૨૯:૩) આજે પણ રાજ્યગૃહ અને સંમેલનગૃહના સફાઈકામ, સમારકામ અને બાંધકામ માટે યહોવાના સેવકો પોતાનો સમય અને શક્તિ વાપરે છે. આ રીતે યહોવા સાથે કામ કરવું એક અજોડ લહાવો અને આપણી પવિત્ર સેવાનો ભાગ છે.—ગી ૧૨૭:૧; પ્રક ૭:૧૫.
આપણે આમ કરી શકીએ
દરેક સભા પછી પોતાની આસપાસની જગ્યાને સાફ અને વ્યવસ્થિત કરીએ. બની શકે તો, આસપાસનો કચરો કે વસ્તુઓ ઉપાડી લઈએ.
નિયમિત રીતે રાજ્યગૃહના સફાઈકામ અને સમારકામમાં ભાગ લઈએ. બધાના સાથથી કામ હળવું થશે અને એનાથી ખુશી મળશે.—lv ૧૦૭ ¶૧૮.
પ્રદાનો આપીએ. પૂરા દિલથી આપેલા ‘બે નાના સિક્કાથી’ પણ યહોવાને આનંદ થાય છે.—માર્ક ૧૨:૪૧-૪૪.
બની શકે તો, ઉપાસના માટેની જગ્યાના બાંધકામ અને સમારકામમાં રાજીખુશીથી સેવા આપીએ. એ માટે બાંધકામનો અનુભવ હોવો જરૂરી નથી.