બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧૨૦-૧૩૪
‘યહોવા તરફથી મને સહાય મળે છે’
ગીતશાસ્ત્ર ૧૨૦થી ૧૩૪ અધ્યાયોને ચઢવાના ગીતો કહેવામાં આવે છે. ઘણા માને છે કે યરૂશાલેમ ચઢતી વખતે ઇઝરાયેલી ભક્તો ખુશી ખુશી આ ગીતો ગાતા હતા. યહુદાના ઊંચા પહાડો પર યરૂશાલેમ આવેલું હતું અને ઇઝરાયેલીઓ વાર્ષિક પર્વો ઉજવવા ત્યાં જતા હતા.
યહોવા કઈ રીતે રક્ષણ આપે છે, એ સમજાવવા આ ઉદાહરણો વાપરવામાં આવ્યા છે:
સજાગ ઘેટાંપાળક
તાપમાં છાંયો
વફાદાર સૈનિક