વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ સપ્ટેમ્બર પાન ૮
  • બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે આમ કરવાનું ટાળો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે આમ કરવાનું ટાળો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • સમજાય એવું શીખવો
    પ્રેમથી શીખવીએ
  • આપણી શીખવવાની કળામાં સુધારો કરીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • બાઇબલ વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ—ભાગ ૨
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ સપ્ટેમ્બર પાન ૮

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે આમ કરવાનું ટાળો

ચિત્ર
ભાઈ વિદ્યાર્થી આગળ ઘણું બોલી રહ્યા છે

વધુ પડતું બોલવું: એમ ન વિચારશો કે તમારે બધું જ સમજાવવું જોઈએ. ઈસુએ સવાલો પૂછ્યા, જેથી લોકો વિચારી શકે અને યોગ્ય નિર્ણય લઈ શકે. (માથ ૧૭:૨૪-૨૭) સવાલો પૂછવાથી અભ્યાસ જીવંત બને છે. વિદ્યાર્થી કેટલું સમજ્યો છે અને એની માન્યતા શું છે એ સવાલો પૂછવાથી ખબર પડશે. (be-E ૨૫૩ ¶૩-૪) સવાલ પૂછ્યા પછી ધીરજ રાખો અને જવાબ માટે રાહ જુઓ. જો વિદ્યાર્થી ખોટો જવાબ આપે, તો તમે તરત સાચો જવાબ ન આપો. એના બદલે, વધારાના સવાલો પૂછો, જેથી તે પોતે સાચો જવાબ શોધી શકે. (be-E ૨૩૮ ¶૧-૨) વિદ્યાર્થી નવા વિચારો સમજી શકે માટે બહુ ઝડપથી બોલશો નહિ.—be-E ૨૪૦ ¶૪.

આપણે શા માટે વૃદ્ધ થઈએ છીએ એ વિશે વધારે પડતી માહિતી

બધી જ માહિતી આપી દેવી: અભ્યાસના વિષય વિશે તમે જેટલું જાણો છો, એ બધું જ જણાવવાની જરૂર નથી. (યોહ ૧૬:૧૨) ફકરાના મુખ્ય મુદ્દાને વળગી રહો. (be-E ૨૨૬ ¶૪-૫) ઘણી બધી માહિતી મુખ્ય મુદ્દાથી ધ્યાન ભટકાવી દઈ શકે છે, પછી ભલેને એ રસપ્રદ હોય. (be-E ૨૩૫ ¶૩) વિદ્યાર્થીને મુખ્ય મુદ્દો સમજાય જાય પછી, બીજા ફકરામાં જાઓ.

ભાઈ વિદ્યાર્થીને ઘણી માહિતી આપીને મૂંઝવણમાં મૂકી રહ્યા છે

આપેલી માહિતી ફક્ત આવરી જવી: આપણો ધ્યેય ફક્ત માહિતી આવરવાનો નથી, પણ વ્યક્તિના દિલ સુધી પહોંચવાનો છે. (લુક ૨૪:૩૨) પાઠમાં આપેલી મુખ્ય કલમ પર ભાર મૂકીને ઈશ્વરના શબ્દની તાકાતનો ઉપયોગ કરો. (૨કો ૧૦:૪; હિબ્રૂ ૪:૧૨; be-E ૧૧૪ ¶૧-૩) સાદાં ઉદાહરણો વાપરો. (be-E ૨૪૫ ¶૨-૪) વિદ્યાર્થીનાં પડકારો અને માન્યતાઓ ધ્યાનમાં રાખો. એ પ્રમાણે પાઠ રજૂ કરો. આવા સવાલો પૂછો: “તમે જે શીખી રહ્યા છો એ વિશે તેમને કેવું લાગે છે?” “આ યહોવા વિશે શું શીખવે છે?” “આ સલાહ લાગુ પાડવાથી કેવા ફાયદા થશે?”—be-E ૨૩૮ ¶૩-૫; ૨૫૯ ¶૧.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો