યહોવાના સેવકો તરીકે આપણું જીવન
પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે—એકતા જાળવી રાખો
કેમ જરૂરી: ઈસુએ પોતાના મરણની આગલી રાતે પ્રાર્થના કરી હતી કે તેમના શિષ્યો “સંપૂર્ણ રીતે એકતામાં આવે.” (યોહ ૧૭:૨૩, ફૂટનોટ) એકતામાં રહેવા પ્રેમ જરૂરી છે, કેમ કે પ્રેમ ‘કોઈએ દુઃખ પહોંચાડ્યું હોય તો એનો હિસાબ રાખતો નથી.’—૧કો ૧૩:૫.
કઈ રીતે કરશો:
યહોવા બધામાં સારા ગુણો જુએ છે. આપણે પણ એવું જ કરીએ
દિલથી માફ કરીએ
એક વાર વાતનો નિવેડો આવી જાય પછી, ફરીથી એ વાતને ઉખેડીએ નહિ.—નીતિ ૧૭:૯
વીડિયોના પહેલા ભાગમાં કઈ રીતે દેખાઈ આવે છે કે, હેલન ‘દુઃખ પહોંચાડનારનો હિસાબ રાખતી હતી’?
વીડિયોના બીજા ભાગમાં કઈ રીતે હેલન મનમાંથી ખોટા વિચારો કાઢી નાંખે છે અને બીજાઓમાં સારું જોવાનો પ્રયત્ન કરે છે?
કઈ રીતે હેલનના સારા વલણને લીધે મંડળની એકતા વધી?
જો આપણે દુઃખોનો હિસાબ રાખીશું તો સૌથી વધારે કોને દુઃખ પહોંચાડીશું?