વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w21 ફેબ્રુઆરી પાન ૨૫
  • બસ એક સ્માઈલ!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બસ એક સ્માઈલ!
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • સરખી માહિતી
  • યુવાનીથી આપણા ઉત્પન્‍નકર્તાની સેવા કરવી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ટ્રૉલીથી પ્રચાર, દુનિયાભરમાં અસરદાર
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે—એકતા જાળવી રાખો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • ઈશ્વર ચાહે છે કે સ્ત્રીઓ સાથે માનથી વર્તવામાં આવે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
w21 ફેબ્રુઆરી પાન ૨૫

બસ એક સ્માઈલ!

હેલનબહેન ટ્રોલીની બાજુમાં ઊભાં છે. બે છોકરીઓ બાજુમાંથી પસાર થઈ રહી છે.

ફિલિપાઇન્સના બગુઆ શહેરની આ વાત છે. એ વિસ્તાર વેપારધંધા માટે જાણીતો છે. ત્યાં રસ્તા પરથી બે છોકરીઓ પસાર થઈ રહી હતી. બાજુમાં જ જાહેર પ્રચાર માટે ટ્રોલી મૂકી હતી અને આપણાં હેલનબહેન ત્યાં ઊભાં હતાં. તેમણે એ બે છોકરીઓને સરસ મોટી સ્માઈલ આપી. એ બે છોકરીઓએ ટ્રોલી પર તો બહુ ધ્યાન આપ્યું નહિ, પણ હેલનબહેનની સ્માઈલ તેઓનાં દિલને સ્પર્શી ગઈ.

પછીથી એ બંને છોકરીઓ બસમાં બેસીને ઘરે જતી હતી. રસ્તામાં તેઓની નજર એક પ્રાર્થનાઘર પર પડી, જેના પર મોટા અક્ષરે લખ્યું હતું jw.org. તેઓને તરત યાદ આવ્યું કે આવું જ કંઈક પેલી ટ્રોલી પર પણ લખ્યું હતું. તે બંને છોકરીઓ બસમાંથી ઊતરી અને પ્રાર્થનાઘર પાસે ગઈ. પ્રાર્થનાઘરની બહાર અલગ-અલગ મંડળોના સભાનો સમય લખ્યો હતો. તેઓ એનો સમય જોવા લાગી.

બંને છોકરીઓ હેલનબહેનને પ્રાર્થનાઘરમાં જોઈને ખુશ થાય છે.

એ બંને છોકરીઓ એજ અઠવાડિયે એક સભામાં આવી. તમને ખબર છે પ્રાર્થનાઘરમાં પગ મૂકતાં જ તેમને કોણ દેખાયું? હેલનબહેન! તેઓ હેલનબહેનને તરત ઓળખી ગઈ. તેમની સરસ સ્માઈલ તેઓને હજી યાદ હતી. પણ હેલનબહેને કહ્યું “તેઓને જોઈને મારા ધબકારા વધી ગયા. મને થયું ચોક્કસ મેં કંઈ ગરબડ કરી છે.” પણ એ બંને છોકરીઓ હેલનબહેન પાસે આવી અને જણાવ્યું કે કઈ વાત તેઓનાં દિલને સ્પર્શી ગઈ હતી.

બંને છોકરીઓને આપણી સભા ખૂબ ગમી. તેઓને ભાઈ-બહેનો સાથે વાતચીત કરવામાં ખૂબ મજા આવી. તેઓને લાગ્યું કે જાણે વર્ષોથી તેઓ આ ભાઈ-બહેનોને ઓળખે છે. સભા પછી જ્યારે બધાં સાફ-સફાઈ કરતા હતાં ત્યારે, એ જોઈને તેઓએ પૂછ્યું: “શું અમે પણ મદદ કરી શકીએ?” સમય જતાં, એક છોકરી વિદેશ જતી રહી, પણ બીજી છોકરી સભામાં આવવા લાગી અને તેણે બાઇબલ અભ્યાસ પણ શરૂ કર્યો. તમે જાણો છો આ બધું કેમ બન્યું? બસ એક સ્માઈલના લીધે!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો